Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Nothing Phone (2a)ના લોન્ચ પહેલા પ્રોસેસર અંગે થયો ખુલાસો, જાણો ફોનની કિંમત
Nothing દ્વારા તાજેતરમાંજ ભારતમાં પોતાના અપકમિંગ સ્માર્ટફોન Nothing Phone (2a)ની લોન્ચ ડેટ કન્ફર્મ કરવામાં આવી છે. જો કે, કંપનીએ હજી સુધી Nothing Phone (2a)ના સ્પેસિફિકેશન્સ અંગે કોઈ જાહેરાત નથી કરી. પરંતુ આ ફોનની ડિઝાઈનથી લઈને અન્ય કેટલાક ફીચર્સ લીક થઈ ચૂક્યા છે.

Nothing Phone (2a) સ્માર્ટફોનની લોન્ચ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ કંપની તેના સ્પેસિફિકેશન્સ અંગે જાહેરાત કરી રહી છે. કંપનીે પોતાના અપકમિંગ ફોનના રેમ અને પ્રોસેસર અંગે સત્તાવાર માહિતી શૅર કરી છે.
આ પ્રોસેસરથી સજ્જ હશે ફોન
Nothingનો આ અપકમિંગ સ્માર્ટપોન માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં એટલે કે 5 માર્ચે ભારતીય માર્કેટમાં લોન્ચ થઈ રહ્યો છે. આ લોન્ચ પહેલા કંપની રોજબરોજ ફોન વિશે જુદી જુદી માહિતી શૅર કરી રહી છે. કંપનીએ તાજેતરમાં જ જાહેર કરેલા એક ટીઝરમાં કહેવામાં આવ્યું છે કે આ અફોર્ડેબલ સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7200 પ્રો પ્રોસેસર હશે. આ પ્રોસેસર 12 જીબી અને 8 જીબી રેમને સપોર્ટ કરશે.
આ ફોનમાં ગેમિંગ દરમિયાન યુઝર્સને સ્મૂથ અને ફાસ્ટ ફ્રેમ રેટ મળશે, સાથે જ તેમાં હાઈપર એન્જિન 5.2 ટેક્નોલોજી આપવામાં આવી છે. આ ઈમ્પ્રૂવ્ડ એફિશિયન્સી માટે આ ફોનમાં ફ્લેગશિપ ગ્રેજ 4nm પ્રોસેસર આપવામાં આવ્યું છે.
ડિસ્પ્લે વિશે પણ લીક થઈ માહિતી
Nothing Phone (2a) અંગે અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે, આ ફોનમાં 6.7 ઈંચની OLED ડિસ્પ્લે પેનલ પણ મળવાની છે. જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ હશે. Nothing Phone (2a)માં કયું પ્રોસેસર મળશે, તે અંગે અત્યાર સુધી જુદી જુદી ચર્ચા ચાલતી હતી. પરંતુ કંપનીએ આ બધી જ અફવાઓનો અંત આણતા કન્ફર્મ કર્યું છે કે તેમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7200 પ્રો ચિપસેટ મળશે.
ડ્યુઅલ કેમેરા સેટઅપથી સજ્જ હશે ફોન
આ ઉપરાંત આ ફોનમાં 8 જીબી અને 12 જીબી રેમના ઓપ્શન પણ મળવાના છે. કંપનીએ આ ફોનનું ટીઝર જાહેર કરવાની સાથે સાથે રેમની સાઈઝ પણ કન્ફર્મ કરી છે. કેમેરાની વાત કરીએ તો માર્કેટ અપડેટ્સ મુજબ આ ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા મળી શકે છે, જેમાંથી પ્રાઈમરી કેમેરા 50 મેગાપિક્સલનો હોઈ શકે છે. આ ઉપરાંત આ ફોનમાં અલ્ટ્રા વાઈડ એન્ગલ કેમેરા સેન્સર પણ મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications