Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Nothing Phone 2Aના સ્પેસિફિકેશન્સ જાહેર, જાણો કેટલી હશે કિંમત
Nothing કંપનીએ અત્યાર સુધી જેટલા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે, તે બધા જ યુઝર્સને પસંદ આવ્યા છે. આગામી વર્ષે કંપની Nothing Phone 2A લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જો કે હજી સુધી કંપનીએ ફોનનું સત્તાવાર નામ શું હશે, તે અંગે ખુલાસો નથી કર્યો. પરંતુ આ કથિત હેન્ડસેટની એક પીવીટી યુનિટ લીક થઈ છે, જેના પરથી ફોનની સંભવિત ડિઝાઈન જાણી શકાય છે, સાથે જ આ લીકમાં ફોનની લોન્ચ ટાઈમલાઈન અને અંદાજિત કિંમત પણ આપવામાં આવી છે.

Nothing Phone 2Aના સ્પેસિફિકેશન્સ
ટિપસ્ટર યોગેશ બરારે સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર Nothing Phone 2Aના કેટલાક સ્પેસિફિકેશન્સ શૅર કર્યા છે. તેમના કહેવા પ્રમાણે કંપની આ સ્માર્ટફોનને ફેબ્રુઆરી 2024માં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં લોન્ચ કરશે, તેની કિંમત 400 ડૉલર એટલે કે ભારતીય રૂપિયામાં 33,200ની આસપાસ હશે. યોગેશ બરારે પ્રોડક્શન વેલિડેશન ટેસ્ટ યુનિટમાંથી લીક થયેલા આ ફોનના ફોટોઝ પણ શૅર કર્યા છે.
આ ઈમેજમાં Nothing Phone 2A પંચ હોલ ડિસ્પ્લેવાળો જોવા મળે છે. જ્યારે બૅક પેનલમાં ઉપરની તરફ રહેલા કેમેરા મોડ્યુલને જોઈ શકાય છે. આ ડિઝાઈન આગળના નથિંગ ફોન કરતા થોડીક જુદી છે.
ટિપસ્ટરના કહેવા પ્રમામે Nothing Phone 2Aમાં નવી ડિઝાઈનવાળી બેક પેનલની સાથે ગ્લિફ ઈન્ટરફેસ મળી શકે છે. આ ફોન Nothing Phone 2 જેવો જ ગ્લિફ કંટ્રોલ પ્રોવાઈડ કરશે.
Nothing Phone 2Aના કેમેરા અને બેટરી
ટિપસ્ટર અને તેમના દ્વારા જાહેર કરવામાં આવેલી ઈમેજ પરથી ખ્યાલ આવે છે કે Nothing Phone 2Aમાં 120 હર્ટ્ઝની OLED પેનલ ધરાવતી ડિસ્પ્લે હોઈ શકે છે. અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમે આ ફોનમાં મીડિયાટેક ડાયમેન્શન 7200 SoC પ્રોસેસર હશે, જે 8 જીબી રેમ અને 128 જીબી ઓનબોર્ડ સ્ટોરેજ ધરાવે છે. આ ફોનમાં એન્ડ્રોઈડ 14 બેઝ્ડ નથિંગ ઓએસ 2.5 પર કામ કરશે. આ ફોનમાં 50 મેગાપિકસલનો ડ્યુઅલ કેમેરા હોઈ શકે છે. આ ફોન પહેલા 6.7 ઈંચની AMOLED ડિસ્પ્લે હોઈ શકે છે.
જો કે, અમારું કહેવું છે કે આ સ્પેસિફિકેશન્સ માત્ર અટકળો છે. જે હાલમાં લીક થયેલા ફોટોઝ પરથી અંદાજવામાં આવ્યા છે. એટલે તેના પર કેટલો ભરોસો કરવો તે વાચકોએ નક્કી કરવાનું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications