Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
અંધારામાં ચમકતી બૅક પેનલ સાથે આવશે Nothingનો નવો ફોન, આ તારીખે લોન્ચ
કાર્લ પેઈની બ્રાન્ડ Nothingએ હવે સ્માર્ટફોન માર્કેટમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. હવે લેટેસ્ટ સમાચાર પ્રમાણે નથિંગ 30 ઓક્ટોબરે વધુ એક સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ ફોન Nothing Phone 2a કમ્યુનિટી એડિશન છે. Nothing Phone 2a Community Edition માટે કંપનીએ ડિઝાઈન, વોલપેપર અને પેકેજિંગ માટેના આઈડિયા કમ્યુનિટી પાસેથી લીધા છે.
નથિંગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે 30 ઓક્ટોબરે સવારે 11 વાગે એટલે કે ભારતીય સમય પ્રમાણે બપોરે 4.30 વાગે કંપની પોતાનો નવો સ્માર્ટફોન Nothing Phone 2a Community Edition લોન્ચ કરશે.

આ નવા ફોન વિશે વાત કરીએ તો તેની ડિઝાઈન અને અન્ય બાબતો સામાન્ય Nothing Phone 2a જેવી જ છે. જે એક નવી વાત આ ફોનને બીજા ફોનથઈ અલગ પાડે છે, તે છે Nothing Phone 2a Community Edition ફોનની અંધારામાં ચમકતી બેક પેનલ. આ ઉપરાંત આ ડિવાઈસમાં નવા વોલપેપર અને નવું પેકેજિંગ મળશે, જે ડિવાઈસના નીયો ગ્રીન કલરને હાઈલાઈટ કરશે.
Nothing Phone 2a Community Editionનું ડેવલપમેન્ટ Nothing Phone 2aના લોન્ચ બાદ માર્ચ મહિનામાં શરૂ થયું હતું. આ પ્રોજેક્ટમાં યુઝર્સને Nothing Phone 2a માટે ડિઝાઈન તૈયાર કરવાનું કહેવામાં આવ્યું હતું. આ પ્રોસેસ છ મહિના સુધી ચાલી હતી. તેનું પહેલું સ્ટેપ હાર્ડવેર ડિઝાઈન પર ધ્યાન આપવાનું હતું, બીજું સ્ટેપ વૉલપેપર અને ત્રીજા સ્ટેપમાં નવા ફોન માટે પેકેજિંગ તેમજ છેલ્લા સ્ટેપમાં માર્કેટિંગ કેમ્પેઈન ડિઝાઈન કરવાની સૂચના આપવામાં આવી હતી. આ આખી પ્રોસેસ બાદ હવે Nothing Phone 2a Community Edition લોન્ચ માટે તૈયાર છે.
ભારતમાં Nothing Phone 2aની કિંમત અને સ્પેસિફિકેશન્સ
Nothing Phone 2aનું બેઝ વેરિયંટ 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજનું છે, જે ભારતમાં લોન્ચ થયો, ત્યારે તેની કિંમત 23,999 રૂપિયા હતી. આ ફોન મીડિયાટેક ડાયમેન્શન 7200 પ્રો SoC પર કામ કરે છે, જેમાં તમને 6.7 ઈંચની Full HD+ 1080 * 2412 પિક્સલ ધરાવતી AMOLED ડિસ્પ્લે મળે છે. જેમાં પાછળની બાજુ 50 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા છે અને 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. આ હેન્ડસેટને IP54 રેટેડ બિલ્ડ આપવામાં આવ્યું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications