Nothing Phone (2) સૌથી પહેલા અમેરિકામાં થશે લોન્ચ, કાર્લ પેઈનો ખુલાસો

By Gizbot Bureau
|
Nothing Phone (2) સૌથી પહેલા અમેરિકામાં થશે લોન્ચ, કાર્લ પેઈનો ખુલાસો

OnePlusના કો ફાઉન્ડર કાર્લ પેઈએ સ્થાપેલા ટેક્નોલોજી સ્ટાર્ટ અપ Nothing એ પોતાનો પહેલો સ્માર્ટફોન Nothing Phone (1) જુલાઈ 2022માં લોન્ચ કર્યો હતો. હવે આ લંડન બેઝ્ડ કંપની પોતાનો બીજો સ્માર્ટફોન લોન્ચ કરવા માટે તૈયારી કરી રહી છે. 2023ના અંત સુધીમાં Nothing Phone (2) લોચ થાય તેવી શક્યતા છે. મળતી માહિતી પ્રમાણે Nothing Phone (2) સૌથી પહેલા અમેરિકામાં લોન્ચ થશે, ત્યાર બાદ ધીરે ધીરે ભારત અને વિશ્વના બીજા દેશો સુધી પહોંચશે.

ફાઉન્ડર કાર્લ પેઈએ કર્યું કન્ફર્મ

તાજેતરમાં જ Inverseને આપેલા એક ઈન્ટરવ્યુમાં કાર્લ પેઈએ કહ્યું છએ કે કંપનીએ અમેરિકાને પોતાની નંબર વન પ્રાયોરિટી માર્કેટ બનાવવાનું નક્કી કર્યું છે. આ પરથી લાગી રહ્યું છે કે કંપની જ્યારે પણ પોતાનો આગામી સ્માર્ટફોન લોન્ચ કરશે, ત્યારે તે ફોન સૌથી પહેલા અમેરિકામાં લોન્ચ થશે, બાદમાં ભારત સહિત બીજા દેશો સુધી આ સ્માર્ટફોન પહોંચશે.

કાર્લ પેઈએ કર્યો સ્વીકાર

કાર્લ પેઈએ પોતાના ઈન્ટરવ્યુમાં એ પણ સ્વીકાર્યું છે કે, હજી કંપની નવી છે, પોતાના બીજા વર્ષમાં જ છે અને તેમનું ફોકસ અત્યાર સુધી પ્રોડક્ટ અને ટીમ બનાવવા પર હતું. જેને કારણે તેઓ હજી સુધી અમેરિકન માર્કેટમાં પ્રવેશ્યા નથી. હવે કંપની સ્ટેબલ થઈ ચૂકી છેઅને 2021માં તેમનો જે સ્ટાફ 200 લોકોનો હતો તે 400 લોકોનો થઈ ચૂક્યો છે, પરિણામે કંપની મોટા માર્કેટ પર ત્રાટકવા માટે તૈયાર છે.

Nothing Phone (2) હશે વધારે પ્રીમિયમ

ઈન્વર્સ સાથેના ઈન્ટરવ્યુમાં જ્યારે કાર્લ પેઈને Nothing Phone (2) વિશે પૂછવામાં આવ્યું તેમણે કહ્યું કે આ અપકમિંગ સ્માર્ટફોન Nothing Phone (1) કરતા વધારે પ્રીમિયમ હશે. પરંતુ આ પ્રીમિયમ એટલે શું હશે, તે અંગે હજી સુધી કાર્લ પેઈએ ખુલાસો નથી કર્યો. કાર્લ પેઈનું કહેવું છે કે કંપની સ્માર્ટફોનના સોફ્ટવેર ડિપાર્ટમેન્ટમાં વધારે સુધારો કરી રહી છે, Android 13 Beta એ સંપૂર્ણપણે કંપનીની ઈનહાઉસ ઓપરેટિંગ સિસ્ટમ છે. આ સુધારા વધારાથી Nothing Phone (2)નો સોફ્ટવેર એક્સપીરિયન્સ વધારે ફાસ્ટ અને સ્મૂથ બનશે.

કંપની જાળવી રાખશે ટ્રેડમાર્ક ડિઝાઈન

જો કે ઈન્ટરવ્યુ દરમિયાન કાર્લ પેઈએ અપકમિંગ સ્માર્ટફોનની ડિઝાઈન અંગે કોઈ વાત નથી કરી. પરંતુ અમને ખાતરી છે કે Nothing Phone (1)ની ટ્રાન્સપરન્ટ ડિઝાઈન અને Glyph ઈન્ટરફેસના કારણે જ આ સ્માર્ટફોન સસ્કેસફૂલ થયો હતો, જેથી કંપની તેના ટ્રેડમાર્ક સમાન આ બંને ડિઝાઈન જાળવી રાખશે.

ક્યારે થઈ શકે છે લોન્ચ

નથિંગના સીઈઓ કાર્લપેઈએ Nothing Phone (2) સૌથી પહેલા અમેરિકામાં લોન્ચ થવાનો આડકતરો ઈશારો તો કરી દીધો છે, પરંતુ ફોન લોન્ચ થવાની તારીખ અંગે કોઈ વાત નથી કરી. Nothing Phone (2) 2023ના અંત સુધીમાં લોન્ચ થવાની શક્યતા છે. પરંતુ આ ફોન કયા મહિનામાં લોન્ચ થશે તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે.

Best Mobiles in India

Read more about:
English summary
Nothing Phone (2) will be launch in US Carl Pei confirms

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X