Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Nothing Phone 2 ભારતમાં આ તારીખથી થશે પ્રિ ઓર્ડર, જાણો ફીચર્સ
સ્માર્ટફોન બ્રાન્ડ Nothing પોતાનો નવો હેન્ડસેટ Nothing Phone 2 આગામી મહિને ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે. Nothing Phone 1 લોન્ચ થયો, ત્યારથી જ યુઝર્સ તેના બીજા વર્ઝન માટે ઉત્તેજનાથી રાહ જોઈ રહ્યા છે. આ અપકમિંગ ફોન લોન્ચ થતા પહેલા જ તેના કેટલાક શાનદાર સ્પેસિફિકેશન્સ સામે આવી ચૂક્યા છે. હાલ તો Nothing Phone 2ને લઈને નવી અપડેટ સામે આવી છે, જે મુજબ Nothing Phone 2ની પ્રિ-બુકિંગ ડેટ જાહેર થઈ ચૂકી છે. કંપની પોતાના ફોનનું પ્રિ બુકિંગ 29 જૂનથી શરૂ કરશે. આ પ્રિ બુકિંગ દરમિયાન યુઝર્સને ઘણા ફાયદા પણ મળશે. તો ચાલો આગળ આપણે આ ફોનના પ્રિ બુકિંગ દરમિયાન મળનારી ઓફર્સ, તેની લોન્ચ ડેટ અ સ્પેસિફિકેશન્સ વિસ્તારથી જાણી લઈએ.

Nothing Phone 2 પ્રિ બુકિંગ ઓફર
તમને જણાવી દઈએ કે ભારતમાં Nothing Phone 2 11 જુલાઈથી ઉપલબ્ધ થવાનો છે. જેની ઓનલાઈન ખરીદી માત્ર ઈ કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પરથી જ કરી શકાશે. જો કે આ અપકમિંગ ફોનનું માઈક્રોપેજ ફ્લિપકાર્ટ પર ઘણા દિવસથી લાઈવ થઈ ચૂક્યુ છે. હવે કંપનીએ Nothing Phone 2ની પ્રિ ઓર્ડર ડેટ પણ જાહેર કરી છે. કંપનીની જાહેરાત મુજબ Nothing Phone 2નું પ્રિ બુકિંગ 29 જૂન બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. આ ગાળામાં પ્રિ ઓર્ડર કરનાર યુઝર્સને કંપની તરફથી વાયરલેસ ઈયરબડ્ઝ Ear (Stick) પર 50 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત MRP પર ડિસ્કાઉન્ટની સાથે સાથે ઈન્સ્ટન્ટ બેન્ક કેશબેક ઓફર્સનો પણ યુઝર્સ લાભ લઈ શક્શે.
Nothing Phone 2ના સ્પેસિફિકેશન્સ
આગળ તમને જણાવ્યું તે મુજબ Nothing Phone 2 લોન્ચ થતા પહેલા જ કંપનીએ તેના સ્પેસિફિકેશન્સ અંગે પણ ખુલાસો કર્યો છે. જે મુજબ Nothing Phone 2 ક્વાલકોમના સ્નેપડ્રેગન 8 પ્લસ જેન 1 પ્રોસેસરથી સજ્જ છે. આ ફોનમાં યુઝર્સને ગ્રાફિક્સ સપોર્ટ માટે Adreno GPU મળી શકે છે. તો બીજા કેટલાક રિપોર્ટ્સ મુજબ કંપની પોતાના ડિવાઈસને 120 Hz રિફ્રેશ રેટ અને 6.7 ઈંચની FHD + AMOLED ડિસ્પ્લે સાથે રજૂ કરી શકે છે. આ ફોન 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ, 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ, 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ એમ ત્રણ જુદા જુદા વેરિયંટમાં લોન્ચ કરશે. Nothing Phone 2 Android 13 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત Nothing OS 2.0 પર કામ કરશે.
ફોટોગ્રાફી માટે આ ફોમાં OIS એટલે કે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન સપોર્ટ ધરાવતા 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા મળશે. સાથે જ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળી શકે છે. બેટરી બેકઅપની વાત કરીએ તો તેમાં 4,700 mAhની બેટરી આવી શકે છે .આ ફોન ડ્યુઅલ બેન્ડ Wi-Fi, બ્લુટૂથ, 5G, 4G LTE, NFC, USB Type C પોર્ટ અને GPS પણ આ ફોનમાં મળી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications