Nothing Phone (1) ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

By Gizbot Bureau
|

Nothing દ્વારા આખરે ભારતમાં પોતાનો પહેલો સ્માર્ટ ફોન લોન્ચ કરી દેવાયો છે. લંડનમાં કંપનીએ Nothing Phone (1) સ્માર્ટ ફોન લોન્ચ કર્યો, જે ઈન્ડિયન યુઝર્સ માટે કંપનીની જ યુટ્યુબ ચેનલ પર લાઈવ દર્શાવવામાં આવ્યું. Nothing Phone (1) પ્રીમિયમ મિડ રેન્જ 5જી સ્માર્ટફોન કેટેગરીમાં છે, જેની ડિઝાઈન ટ્રાન્સપરન્ટ છે. ચાલો જાણીએ આ તાજા તાજા ફોનના ફીચર્સ અને કિંમત.

Nothing Phone (1) ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Nothing Phone (1)માં છે સ્પોર્સ્ટ એ સેમી-ટ્રાન્સફરન્ટ બેક પેનલ

Nothing Phone (1) ની સૌથી ખાસ વાત છે, તેની સેમી ટ્રાન્સપરન્ટ બૅક પેનલ. ફોનના બેક કવરમાંથી તમે ફોનની ચાર્જિંગ કોઈલ સહિત બીજી કેટલીક વસ્તુઓ જોઈ શકો છો. આ ઉપરાંત ચાર્જિંગ કોઈલની આસપાસ પાછળના ભાગમાં જુદી જુદી એલઈડી લાઈટ્ આપવામાં આવી છે. તો ફોનમાં ડાબી બાજુ ઉપરની તરફ ડ્યુઅલ કેમેરા મોડ્યુલ છે. આ એલઈડી લાઈટ્સ તમારા ફોન પર આવતા કોલ હાઈલાઈટ્સ કરે છે.

Nothing Phone (1) માં પ્લાસ્ટિકનો ઉપયોગ થયો છે, પરંતુ ફોનની બહારની ફ્રેમ રિસાઈકલ કરેલા એલ્યુમિનિયમમાંથી બનેલી છે, જેને કારણે ફોનનું વજન ખૂબ જ ઓછું છે. કંપનીના જણાવ્યા મુજબ આ ફોનમાં ફ્લેક્સિબલ OLED ફ્લેટ સ્ક્રીન પેનલ આપવામાં આવી છે. જેને કારણએ સ્ક્રીનની ઉપરની તરફ અને બંને બાજુમાં સેમ બીઝલ સાઈઝ મળે છે. જે બીજા એન્ડ્રોઈડ ડિવાઈસીસ કરતા વધારે છે. આ ઉપરાંત ફોનમાં સ્ક્રીન પર અને પાછળની તરફ ગોરિલા ગ્લાસ 5નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.

જાણો ફોનના ફીચર્સ

Nothing Phone (1)ના કોર ફીચર્સની વાત કરીએ તો ફોનમાં 6.55 ઈંચની 10 બિટ OLED ડિસ્પ્લે છે. સાથે જ સ્ક્રીનનું રિઝોલ્યુશન 2,400*1,080 પિક્સલનું છે, જે HDR 10+ કન્ટેન્ટ સપોર્ટ કરે છે. આ સ્ક્રીમાં 1,200 nitsની બ્રાઈટનેસ છે, જ્યારે તેનો રિફ્રેશ રેટ 120 Hz છે. આ હેન્ડસેટમાં ક્વાલકોમ સ્નેપડ્રેગનનું 778G+ પ્રોસેસર મૂકવામાં આવ્યું છે, જે એડ્રેનો 642L GPU સાથે આવે છે. તો Nothing Phone (1)માં 12જીબી રેમ અને 256 જીબી ઈન્ટરનલ મેમરી કેપેસિટી છે.

ફોનના કેમેરાની વાત કરીએ તો Nothing Phone (1) માં 50MP સોની IMX 766 પ્રાઈમરી કેમેરા છે. જ્યારે સેકન્ડરી સેન્સરમાં પણ 50MP સેમસંજ JN1 કેમેરા છે, જે f/2.2 અપાર્ચર ધરાવે છે. તો સેલ્ફી માટે કંપનીએ ફ્રંટ સાઈટ 16 MP સોની IMX 471 કેમેરા સેન્સર આપ્યું છે, જે f/2.45 અપાર્ચર ધરાવે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5જી, વાઈ ફાઈ 6, ડ્યુલ બેન્ડ વાઈ ફાઈ, બ્લુટૂથ 5.2, NFC, A-GPS, USB Type C ચાર્જિંગ પોર્ટ અપાયો છે.

કંપનીએ પોતાના યુઝર્સ માટે 3 વર્ષની એન્ડ્રોઈડ અપડેટ્સ આપવાની ગેરેન્ટી લીધી છે. આ ઉપરાંત ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યુ છે. તો બેટરીની કેપેસિટી 4,500 mAh છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ અને 15W Qi વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

આટલી હશે કિંમત

Nothing Phone (1)નું બેઝ મોડેલ 8જીબી રેમ અ 128 જીબી સ્ટોરેજ કેપેસિટી સાથે આવશે. જેની ભારતમાં કિંમત રૂ.31,999 હશે. કંપનીએ ફોનનું મિડલ વેરિયંટ 8જીબી રેમ અ 256 જીબી સ્ટોરેજ કેપેસિટી સાથે લોન્ચ કર્યું છે, જેની કિંમત રૂ.35,999 રખાઈ છે. તો ફોનનું હાઈ એન્ડ મોડેલ 12 જીબી રેમ અ 256 જીબી સ્ટોરેજ કેપેસિટી સાથે આવે છે, જે રૂ.38,999ની કિંતમાં અવેલેબલ થશે. આ બધા જ વેરિયંત બ્લેક અ વ્હાઈટ કલરમાં મળશે.

લોન્ચ ઓફર અંતર્ગત યુઝર્સ Nothing Phone (1) પર રૂપિયા 1000નું ડિસ્કાઉન્ટ મેળવી શક્શે. તો Nothing Phone (1)નું 45W ફાસ્ટચાર્જર યુઝર્સને રૂ.2,500માં પડશે. જે યુઝર્સ Nothing Phone (1) પ્રિ ઓર્ડર HDFC બેન્કના કાર્ડથી કરશે, તેમને રૂપિયા 2000નું ઈન્સટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ ફોન 21 જુલાઈથી ફ્લીપકાર્ટ અને કંપનીની વેબસાઈટ પરથી ખરીદી શકાશે.

Best Mobiles in India

Read more about:
English summary
Nothing Phone (1) With Transparent Design, Snapdragon 778G+ Launched; Price & Specs

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X