Nothing Phone (1) આ તારીખે ખરીદી શકાશે, જાણો કિંમત અને ઓફર્સ

By Gizbot Bureau
|

લોન્ચ થતાંની સાથે જ યુઝર્સમાં ચર્ચા જગાવનાર લેટેસ્ટ સ્માર્ટ ફોન Nothing Phone (1)ની સેલની નવી તારીખ સામે આવી ચૂકી છે. છેલ્લે કંપનીએ પોતાનો આ સ્માર્ટ ફોન 21 જુલાઈના રોજ વેચાણ માટે મૂક્યો હતો. હાલ ફ્લીપકાર્ટ પર આ ફોન આઉટ ઓફ સ્ટોક બતાવી રહ્યો છે. જો કે તમે ટૂંક સમયમાં જ આ ફોન ખરીદી શકો છો. 30 જુલાઈના રોજ ફ્લીપકાર્ટ પર જ 12 વાગે Nothing Phone (1) વેચાણ માટે ફરી ઉપલબ્ધ થશે. અત્યાર સુધી તો લોન્ચ થયાના પહેલા જ દિવસે ફોન આઉટ ઓફ સ્ટોક થઈ ગયો હતો.

Nothing Phone (1) આ તારીખે ખરીદી શકાશે, જાણો કિંમત અને ઓફર્સ

જો કે આ દિવસ બાદ પણ Nothing Phone (1)નું ઓપન સેલ નથી થવાનું. શરૂઆતમાં કંપની માત્ર પ્રી ઓર્ડર્સ જ લઈ રહી છે. અત્યાર સુધી કંપનીએ 12 જુલાઈથી 18 જુલાઈ સુધી ફોનના ઓર્ડર્સ લીધા હતા. બાદમાં સેલ બધા જ માટે ઓપન હતું.

ઓફર્સ અને કિંમત

Nothing Phone (1) લોન્ચ થયાના પહેલા દિવસે એન્ટ્રી લેવલ સ્માર્ટ ફોનની રેન્જમાં લોન્ચ થયો હતો. લોન્ચના દિવસે ફોનના 8 GB RAM અને 128 GB સ્ટોરેજ વેરિયંટની કિંમત રૂપિયા 31,999 હતી. તો 8GB RAM અને 256 GB વેરિયંતની કિંમત રૂપિયા 34,999 હતી. જ્યારે 12GB RAM, 256 GB સ્ટોરેજ વાળા વેરિયંતની કિંમત રૂપિયા 37,999 હતી. Flipkart પર પણ બધા જ મોડેલ આ જ કિંમત પર ઉપલબ્ધ હતા, જો કે હવે કંપની તેની મૂળ કિંમતે ફોન વેચાણ માટે મૂકી શકે છે.

ફોનની મૂળ કિંમત

ફોન લોન્ચ થયા તે દિવસે લોન્ચ ઓફરને કારણે ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ હતું. પરંતુ ફોનની ઓરિજિનલ કિંમત વધારે છે. Nothing Phone (1)ના 8GB RAM અને 128 GB સ્ટોરેજવાળા ફોનની મૂળ કિંમત રૂપિયા 32,999 છે, જ્યારે 8 GB RAM, 256 GB સ્ટોરેજવાળા ફોનની કિંમત રૂપિયા 35,999 રાખવામાં આવી છે. તો 12GB RAM, 256 GB ઈન્ટરનલ સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત રૂપિયા 38,999 નક્કી કરાઈ છે.

આટલું ડિસ્કાઉન્ટ મળશે

ફ્લીપકાર્ટની વાત કરીએ તો કંપની આગામી સેલ દરમિયાન પણ HDFC ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે રૂપિયા 2000નું ડિસ્કાઉન્ટ આપી શકે છે. તો HDFC EMI પર પણ આ ડિસ્કાઉન્ટ મળશે. જેને કારણે સૌથી સસ્તા વેરિયંતની કિંમત ઘટીને રૂપિયા 30,999 થઈ જાય છે.

Nothing Phone (1)ના ફીચર્સ

Nothing Phone (1)માં ઓક્ટાકોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 778G+ પ્રોસેસર છે, તો 5G અને વાયરલેસ ચાર્જિંગ કનેક્ટિવિટી પણ છે. આ ઉપરાંત આ ફોનનું UFS 3.1 સ્ટોરેજ યુઝર્સને એક સ્મૂથ અનુભવ આપે છે. આ ડિવાઈસમાં 50 મેગાપિક્સલ કેમેરા લેન્સનો ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. તો પ્રાઈમરી લેન્સમાં Sony IMX766 સેન્સર મળે છે.

Nothing Phone (1) 6.55 ઈંચ OLED ડિસ્પ્લે સાથે આવે છે, જેમાં FullHD+ રિઝોલ્યુશન છે. તો ફોનની આગળ અને પાછળ બંને તરફ ગોરિલા ગ્લાસ 5નું પ્રોટેક્શન મળે છે. Nothing Phone (1) 120Hzનો રિફ્રેશ રેટ છે.

Nothing Phone (1)ની બેટરી 4500 mAhની છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. પરંતુ નવા ફોનની સાથે કંપની ચાર્જર નથી આપી રહી. જો તમારે 45Wનું ચાર્જર લેવું છે તો તમારે વધારાના 1,500 રૂપિયા ખર્ચવા પડશે.

Best Mobiles in India

Read more about:
English summary
Nothing Phone (1) new sale date announce know offers

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X