Nothing Phone (1)માં આવી અપડેટ, જાણો શું બદલાયું

By Gizbot Bureau
|

લોન્ચ થયા બાદ Nothing Phone (1) સતત ચર્ચામાં છે. હજી બે દિવસ પહેલા જ કંપનીએ પોતાના તાજા જ લોન્ચ થયેલા સ્માર્ટ ફોનના ભાવ વધાર્યા છે. ત્યારે, હવે Nothing Phone (1)માં નવી અપડેટ પણ આવી ચૂકી છે. એન્ડ્રોઈડ ફોન્સના વરસાદ વચ્ચે વન પ્લસના પૂર્વ કો ફાઉન્ડર કાર્લ પેઈ દ્વારા યુનિક ડિઝાઈન સાથે Nothing Phone (1) લોન્ચ કરવામાં આયો છે. આ ડિવાઈસમાં હાલમાં જ નવી સોફ્ટવેર અપડેટ્સ આવી છે. પરંતુ યુઝર્સનું માનવું છે કે આ અપડેટ્સ બાદ ફોન યુઝ કરવો વધુ અઘરો બની ગયો છે. કંપનીએ આપેલી ખાતરી પ્રમાણે Nothing Phone (1)માં કંપનીએ Nothing OS 1.1.3ની અપડેટ આપી દીધી છે.

Nothing Phone (1)માં આવી અપડેટ, જાણો શું બદલાયું

આ પહેલાની સોફ્ટવેર અપડેટમાં Nothing Phone (1)માં કેટલાક યુઆઈ ચેન્જ આયા હતા, તેમજ ફોનનું ચાર્જિંગ પર્ફોમન્સ કેટલેક અંશે સુધર્યું હતું. હવે Nothing Phone (1)ના યુઝર્સને Nothing OS 1.1.3ની અપડેટ મળી ચૂકી છે. જેનાથી ફોનનું કેમેરા પર્ફોમન્સ સુધર્યું છે, સાથે જ ફોનના સોફ્ટવેર પણ વધારે સારી રીતે કામ કરી રહ્યા છે.

Nothing Phone (1)માં આવી છે કેમેરા સેન્ટરિક અપડેટ

Nothing POS 1.1.3 64 એમબીની સાઈઝ ધરાવે છે. આ અપડેટના કારણે Nothing Phone (1)ના કેમેરા ડિપાર્ટમેન્ટનું પર્ફોમન્સ સુધર્યું છે. Nothing Phone (1)માં અપડેટ આવ્યા પછી ફોનના ફ્રંટ ફેસિંગ કેમેરાની ફોટો ક્વોલિટી વધારે સારી થઈ ગઈ છે. આ નવી અપડેટમાં જે સૌથી મોટા ફેરફાર આવ્યા છે, તે મુજબ ફોનમાં HDR ફોટો પ્રોસિંગ અને નાઈટ મોડ પણ છે. આ ડિવાઈસમાં અલ્ટ્રાવાઈડ સેન્સર પણ છે, જે વધારે સારા કલર સેચ્યુરેશન આપે છે. આ સેન્સર દ્વારા પડાયેલા ફોટોઝ વધારે શાર્પ હોય છે, સાથે જો તેને ઝૂમ કરો તો પણ તેમાં નોઈઝ ખૂબ જ ઓછો આવે છે.

આ ડિવાઈસ તમને કેમેરા લેન્સ સ્વચ્છ કરવા માટે પણ સમયાંતરે નોટિફિકેશન આપતો રહે છે. જ્યારે તમે Glyph lightingનો ઉપયોગ કરો છો, ત્યારે ફોનના ફોટોઝ જાતે જ ઓપ્ટિમલ કલર અને બ્રાઈટનેસ એડજસ્ટ કરી લે છે.

Nothing Phone (1)માં આવેલી નવી અપડેટમાં બીજા કેટલાક ફીચર્સ અને સુધારા પણ આવ્યા છે. Nothing Phone (1)માં હવે ગૂગલ એડેપ્ટિવ બેટરી ફીચર પણ છે, જેના દ્વારા ફોનની બેટરી લાઈફ વધારી શકાય છે. આ ઉપરાંત ફોનમાં થર્ડ પાર્ટી એપ્સ માટે ફિંગરપ્રિન્ટ વેરિફિકેશન યુઆઈ પણ આપવામાં આવી છે. આ નવી અપડેટથી ફોનમાં રહેલા કેટલાક બગ પણ ફિક્સ થઈ ચૂક્યા છે.

Nothing OS 1.1.3ની અપડેટની સત્તાવાર જાહેરાત મુજબ અત્યાર સુધી ફોનમાં પ્લે સ્ટોર, ટ્વિટર સહિત બીજી ઘણી એપ્સ ચાલુ થવામાં જે મુશ્કેલી આવતી હતી, તે સમસ્યાનો ઉકેલ આવી ચૂક્યો છે. મોબાઈલ હોટસ્પોટ વાપરવામાં આવતી મુશ્કેલી તેમજ નોટિફિકેશન પર ક્લિક કરતાં જ લોકસ્ક્રીન ક્રેશ થવાની જે મુશ્કેલી હતી, આ ઉપરાંત ફિંગર અનલોકમાં આવતી સમસ્યાઓ પણ આ અપડેશનથી સુધરી ગઈ છે.

બીજા કોઈ પણ સોફ્ટવેર અપડેટની જેમ જ Nothing Phone (1)ની ઓએસ અપડેટ પણ તબક્કાવાર રોલઆઉટ કરવામાં આવશે. આગામી દિવસોમાં Nothing Phone (1)ના યુઝર્સને આ સિસ્ટમ અપડેટ માટે નોટિફિકેશન આવી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Nothing phone (1) gets new updates, know whats new

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X