Nothing Phone (1) ખરીદો માત્ર 5,000 રૂપિયામાં, ફ્લિપકાર્ટ પર છે ઓફર

By Gizbot Bureau
|

એક તરફ એમેઝોન બેક ટુ બેક સેલની જાહેરાત કરી રહ્યું છે, તો બીજી તરફ તેની હરીફ ઈ કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પણ જુદી જુદી રીતે પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ ગળાકાપ હરિફાઈમાં ગ્રાહકોને ફાયદો થઈ રહ્યો છે. જો તમે હાલ નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ એક ઉત્તમ તક સાબિત થઈ શકે છે. ફ્લિપકાર્ટ પર સૌથી આકર્ષક ડિઝાઈન ધરાવતો સ્માર્ટ ફોન Nothing Phone (1) 25,000થી પણ ઓછીની કિંમતે મળી રહ્યો છે, જો તમે બીજી પણ કેટલીક ઓફર્સનો લાભ લો તો આ સ્માર્ટફોનની કિંમત સાવ ઘટી જશે.

Nothing Phone (1) ખરીદો માત્ર 5,000 રૂપિયામાં, ફ્લિપકાર્ટ પર છે ઓફર

આ રીતે થઈ જશે ફોનની કિંમત માત્ર 5,000 રૂપિયા

Nothing Phone (1) હાલ ફ્લિપકાર્ટ પર 25,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે. જો કે બેન્ક ઓફરનો લાભ લઈને તમે આ ફોન પર 1000 રૂપિયાનું સીધું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જો તમારી પાસે ICICI બેન્કનું કાર્ડ છે, તો તમે Nothing Phone (1) માત્ર 24,999 ની કિંમતે ખરીદી શકો છો. આ ઉપરાંત એક્સચેન્જ ઓફર દ્વારા તો તમને ફોન એકદમ સસ્તો પડશે. એક્સચેન્જ ઓફર અંતર્ગત કંપની વધુમાં વધુ 20,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપી રહી છે. જો કે આ એક્સચેન્જ બોનસની રકમ તમારા સ્માર્ટ ફોનની કંડિશન પર આધાર રાખે છે.

Nothing Phone (1)ના સ્પેસિફિકેશન્સ

Nothing Phone (1)ના કોર ફીચર્સની વાત કરીએ તો ફોનમાં 6.55 ઈંચની 10 બિટ OLED ડિસ્પ્લે છે. સાથે જ સ્ક્રીનનું રિઝોલ્યુશન 2,400*1,080 પિક્સલનું છે, જે HDR 10+ કન્ટેન્ટ સપોર્ટ કરે છે. આ સ્ક્રીમાં 1,200 nitsની બ્રાઈટનેસ છે, જ્યારે તેનો રિફ્રેશ રેટ 120 Hz છે. આ હેન્ડસેટમાં ક્વાલકોમ સ્નેપડ્રેગનનું 778G+ પ્રોસેસર મૂકવામાં આવ્યું છે, જે એડ્રેનો 642L GPU સાથે આવે છે. તો Nothing Phone (1)માં 12જીબી રેમ અને 256 જીબી ઈન્ટરનલ મેમરી કેપેસિટી છે.

ફોનના કેમેરાની વાત કરીએ તો Nothing Phone (1) માં 50MP સોની IMX 766 પ્રાઈમરી કેમેરા છે. જ્યારે સેકન્ડરી સેન્સરમાં પણ 50MP સેમસંજ JN1 કેમેરા છે, જે f/2.2 અપાર્ચર ધરાવે છે. તો સેલ્ફી માટે કંપનીએ ફ્રંટ સાઈટ 16 MP સોની IMX 471 કેમેરા સેન્સર આપ્યું છે, જે f/2.45 અપાર્ચર ધરાવે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5જી, વાઈ ફાઈ 6, ડ્યુલ બેન્ડ વાઈ ફાઈ, બ્લુટૂથ 5.2, NFC, A-GPS, USB Type C ચાર્જિંગ પોર્ટ અપાયો છે.

કંપનીએ પોતાના યુઝર્સ માટે 3 વર્ષની એન્ડ્રોઈડ અપડેટ્સ આપવાની ગેરેન્ટી લીધી છે. આ ઉપરાંત ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યુ છે. તો બેટરીની કેપેસિટી 4,500 mAh છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ અને 15W Qi વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

Best Mobiles in India

English summary
Nothing Phone (1) Buy in Just 5000 on Flipkart

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X