Nothing Phone 1 મળી રહ્યો છે અડધાથી પણ ઓછી કિંમતે, જાણો ડિટેઈલ્સ

By Gizbot Bureau
|

જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો કેટલાક મહિના પહેલા લોન્ચ થયેલો એટ્રેક્ટિવ Nothing Phone 1 તમે અડધા કરતા પણ ઓછી કિંમતે ખરીદી શકો છો. આ સ્માર્ટફોન લોન્ચ થયાને હજી વધારે સમય પણ નથી થયો. આ સ્માર્ટફોન અંગે યુઝર્સમાં પણ ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. કંપનીએ તો એવો દાવો કર્યો છે કે આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ સેગમેન્ટનો આઈફોન છે. જો, તમને પણ Nothing Phone 1 ખરીદવામાં રસ હોય, તો હાલ ફ્લિપકાર્ટ પરથી તમે ખૂબ જ ફાયદા સાથે આ સ્માર્ટફોન ખરીદી શકો છો.

Nothing Phone 1 મળી રહ્યો છે અડધાથી પણ ઓછી કિંમતે, જાણો ડિટેઈલ્સ

આમ તો હાલ ફ્લિપકાર્ટ પર કોઈ સેલ નથી ચાલી રહ્યું, પરંતુ કેટલાક હેન્ડસેટ પર ખાસ ઓફર્સ ચાલી રહી છે. આ ઓફર્સનો ફાયદો મેળવીને તમે Nothing Phone 1 ઓછી કિંમતે ખરીદી શકો છો. ચાલો, જાણીએ કે Nothing Phone 1 કઈ ઓફરમાં કેટલી કિંમતે મળી રહ્યો છે.

Nothing Phone 1ની ઓફર

Nothing Phone 1 ફ્લિપકાર્ટ પર સ્કીમ અંતર્ગત અડધા કરતા ઓછી કિંમતે મળી રહ્યો છે. આ માટે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. આમ તો આ સ્માર્ટ ફોનનું બેઝ વેરિયંટ માર્કેટમાં 29,999ની કિંમતે મળી રહ્યું છે. આ કિંમતે તમને 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટ મળશે. આ સ્માર્ટ ફોન જો તમે ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક કાર્ડ દ્વારા ખરીદશો તો તમને 5 ટકા ડિસ્કાઉન્ટ મળશે.

આ ઉપરાંત તમે 17,500 રૂપિયા સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. પરંતુ આ એક્સેન્જ બોનસ કેટલું મળશે, તે તમારા જૂના ડિવાઈસની કંડિશન પર આધાર રાખે છે. જો તમને પૂરેપુરુ એક્સચેન્જ બોનસ મળે તો Nothing Phone 1 તમે સાવ નજીવી કિંમતે ખરીદી શકો છો.

શું તમારે આ ફોન ખરીદવો જોઈએ કે નહીં?

Nothing Phone 1માં 6.55 ઈંચની Full HD+ OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં મુખ્ય લેન્સ 50 મેગાપિક્સલનો છે. આ ઉપરાંત આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ એન્ગલ લેન્સ આપવામાં આવ્યો છે. જ્યારે ફ્રંટ સાઈડ સેલ્ફી માટે કંપનીએ 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મૂક્યો છે. આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 778G+ પ્રોસેસર મૂકવામાં આવ્યું છે.

Nothing Phone 1 સ્માર્ટફોન 12 જીબી રેમ અને 256 જીબી વેરિયંટ સ્ટોરેજના ઓપ્શનમાં પણ મળે છે. આ હેન્ડસેટ Glyph ઈન્ટરફેસ ધરાવે છે. Nothing Phone 1માં 4500 mAhની બેટરી આપવામાં આવી છે. આ બેટરી કેપેસિટી સાથે આ સ્માર્ટફોન આખો દિવસ નોનસ્ટોપ વાપરી શકાય છે. તો સિક્યોરિટી માટે આ ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે. જો કમે ઓછા બજેટમાં એક પ્રીમિયમ ફીલવાળો હેન્ડસેટ ખરીદવા ઈચ્છો છો, તો Nothing Phone 1 એક બેસ્ટ વિકલ્પ છે.

ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો Nothing Phone 1 એન્ડ્રોઈડ 12 પર કામ કરે છે. આમાં તમને ક્લીન UI એક્સપીરિયન્સ મળશે, જે એક સમયે વનપ્લસના સ્માર્ટફોનમાં જ મળતો હતો. જો કે આ ફોન સાઈઝમાં થોડો વજનદાર લાગે છે, જેનું કારણ તેની બોક્સી ડિઝાઈન છે.

Best Mobiles in India

Read more about:
English summary
Nothing Phone (1) at Half the Price! Flipkart’s Lucrative Deals Make Android Devices Pocket-Friendly

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X