Nothing Phone 1માં 2023માં મળશે Android 13ની અપડેટ

By Gizbot Bureau
|

હાલના સમયમાં મોબાઈલ માર્કેટમાં ગળાકાપ હરિફાઈ ચાલી રહી છે. દરેક ટેક કંપની રોજેરોજ પોતાના નવા સ્માર્ટફોન અપગ્રેડેડ ફીચર્સ સાથે લોન્ચ કરી રહી છે. આવી સ્થિતિમાં નવી કંપનીઓ માટે માર્કેટમાં પોતાની જગ્યા બનાવવી અઘરી થઈ રહી છે. કઈ કંપની કેટલો નફો કરી રહી છે, નફો કરી પણ રહી છે કે નહીં, તે જાણવું અઘરું છે. પરંતુ તેમ છતાંય યુઝર્સને રોજેરોજ સ્માર્ટફોન બાબતે સેંકડો વિકલ્પ મળી રહ્યા છે.

Nothing Phone 1માં 2023માં મળશે Android 13ની અપડેટ

હજી કેટલાક મહિના પહેલા જ Nothing એ ભારતીય મોબાઈલ માર્કેટમાં પોતાના સ્માર્ટ ફોન Nothing Phone (1) સાથે એન્ટ્રી કરી છે. અત્યાર સુધી તો ફોનને મળેલો રિસ્પોન્સ ખૂબ જ સારો છે. હજી ફોન યુઝર્સ સુધી પહોંચે એટલામાં જ કંપનીએ સોફ્ટવેર અપડેટ્સ પણ રિલીઝ કરી દીધી છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે સોફ્ટવેર અપડેટ ગ્રાહકોને ખૂબ જ લાંબા સમયે મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ સોફ્ટવેર અપડેટ 2023ની શરૂઆતમાં ગ્રાહકો સુધી પહોંચશે.

Android Authorityએ Nothingની પીઆર ટીમ સાથે વાત કર્યા બાદ લખ્યું છે કે નથિંગ ફોન વન માટે એન્ડ્રોઈડ 13ની અપડેટ આગામી વર્ષ સુધીમાં તૈયાર થશે. ગત સપ્તાહે ટ્વિટર પર નથિંગના સીઈઓ કાર્લ પેઈને એન્ડ્રોઈડ 13ની અપડેટ અંગેના સવાલનો જવાબ નહોતો આપ્યા. ત્યાર બાદ નથિંગની પીઆર ટીમે આ બાબતે વાત કરી છે. એટલે કે જો તમે નથિંગ ફોન 1 ખરીદ્યો છે, તો તમને સ્વાભાવિક સવાલ થશે કે શા માટે એન્ડ્રોઈડ 13ની અપડેટ આવતા 4થી 10 મહિનાનો સવાલ લાગશે. કંપનીનું કહેવું છે કે તેઓ નવી અપડેટના સોફ્ટવેરને ફોનના હાર્ડવેર સાથે એકદમ સ્મૂથલી ચલાવવા માગે છે.

હાલ એન્ડ્રોઈડ 13 માત્ર પિક્સલ ડિવાસિઝમાં જ ચાલી રહ્યું છે. એન્ડ્રોઈડ 13માં એન્ડ્રોઈડ 12ની જેમ કોઈ મોટા ફેરફાર નથી. બસ તેમાં નાના નાના સુધારા કરવામાં આયા છે. એન્ડ્રોઈડ 12 બાદ નવી અપડેટમાં આવેલી સ્ટેબિલિટી ઘણા યુઝર્સને ગમી શકે છે. આ વખતે ધાર્યા કરતા એન્ડ્રોઈડ 13ની અપડેટ ઘણી વહેલી આવી શકે છે. એન્ડ્રોઈડ 12 હજી કેટલાક અઠવાડિયા પહેલા જ Pixel 6, pixel 6 proની રિલીઝ સાથે જ રિલીઝ થઈ હતી અને પિક્સલની કેટલીક ડિવાઈસમાં એન્ડ્રોઈડ 13 ચાલી પણ રહ્યું છે.

હાલમાં જ નથિંગ દ્વારા Nothing OS versioin 1.1.3 રિલીઝ કરવામાં આવ્યું છે. આ અપડેટને કારણે ફોનમાં ઘણા સુધારા આવ્યા છે, ખાસ કરીને ફોનનું કેમેરા પર્ફોમન્સ સુધર્યું છે. . Nothing Phone (1)માં અપડેટ આવ્યા પછી ફોનના ફ્રંટ ફેસિંગ કેમેરાની ફોટો ક્વોલિટી વધારે સારી થઈ ગઈ છે. આ નવી અપડેટમાં જે સૌથી મોટા ફેરફાર આવ્યા છે, તે મુજબ ફોનમાં HDR ફોટો પ્રોસિંગ અને નાઈટ મોડ પણ છે. આ ડિવાઈસમાં અલ્ટ્રાવાઈડ સેન્સર પણ છે, જે વધારે સારા કલર સેચ્યુરેશન આપે છે. આ સેન્સર દ્વારા પડાયેલા ફોટોઝ વધારે શાર્પ હોય છે, સાથે જો તેને ઝૂમ કરો તો પણ તેમાં નોઈઝ ખૂબ જ ઓછો આવે છે.

જ તમે પણ Nothing Phone (1) વાપરી રહ્યા છો, અને તમને પણ આ અપડેટ જોઈએ છે, તો તમારા ફોનના સિસ્ટમ અપડેટ મેન્યુને ચેક કરો. હાલ કંપનીએ આ અપડેટ રોલઆઉટ કરી દીધી છે.

Best Mobiles in India

Read more about:
English summary
Nothing Phone 1 Android 13 update slated for 2023

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X