ફેસબુક પર કોઈ વસ્તુ સુરક્ષિત નથી તમારા ઇમેઇલ ના કોન્ટેક્ટ પણ નહીં

By Gizbot Bureau
|

એવું લાગી રહ્યું છે કે ફેસબુક ની સમસ્યા ઓ ટૂંક સમય માં નથી પુરી થવા જય રહી. અને હવે એક રિપોર્ટ આવ્યો છે જેની અંદર જણાવવા માં આવ્યું છે કે ફેસબુકે છેલ્લા 3 વર્ષ ની અંદર ભૂલ થી 1.5 મિલિયન યુઝર્સ ના ઇમેઇલ ના કોન્ટેક્ટ ને સેવ કરી લીધા છે.

ફેસબુક પર કોઈ વસ્તુ સુરક્ષિત નથી તમારા ઇમેઇલ ના કોન્ટેક્ટ પણ નહીં

બિઝનેસ ઇન્સાઇડર ના એક રિપોર્ટ અનુસાર, આ બાબત વિષે ખબર ત્યારે પડી જયારે એક સુરક્ષા ઇન્સાઇડર દ્વારા જોવા માં આવ્યું કે જયારે સાઈન અપ કરવા માં આવે છે ત્યારે પણ તેમની આઇડેન્ટિટી ને વેરીફાય કરવા માટે ફેસબુક તેમના ઇમેઇલ આઈડી અને પાસવર્ડ માંગી રહ્યું હતું. અને જે લોકો એ પોતાનો પાસવર્ડ તેની અંદર નાખ્યો હતો ત્યારે તેમને એક પૉપ અપ મેસેજ બતાવવા માં આવ્યો હતો. જેની અંદર લખ્યું હતું કે તેમની પરવાનગી વિના તેમના કોન્ટેક્ટ ને ઈમ્પોર્ટ કરવા માં આવી રહ્યા છે.

અને જયારે આ રિપોર્ટ ને ઓનલાઇન મુકવા માં આવ્યો હતો ત્યારે બાદ ફેસબુક ના સ્પોક્સ પર્સને જણાવ્યું હતું એ આ મેથડ થી વર્ષ 106 થી 1.5 મિલિયન યુઝર્સ ના કોન્ટેક્ટ ને સેવ થઈ ગયા છે. અને આ ફીચર ને ફેસબુક દ્વારા એટલા માટે બનાવવા માં આવ્યું હતું કે ત્યાર બાદ ફેસબુક યુઝર્સ ને જે ફ્રેન્ડ ના સજેશન આપે તે વધુ એક્યુરેટ હોઈ શકે તેના માટે આ ફીચર ને બનાવવા માં આવ્યું હતું.

અહેવાલ અનુસાર, ફેસબુકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "ગયા મહિને ફેસબુક માટે સાઇન અપ કરતી વખતે લોકોએ તેમના એકાઉન્ટની ચકાસણી કરવા માટેના વિકલ્પ તરીકે ઇમેઇલ પાસવર્ડ ચકાસણી કરવાનું બંધ કર્યું હતું. જ્યારે અમે પગલાઓમાં જોતા હતા ત્યારે લોકો તેમના એકાઉન્ટ્સ ચકાસવા માટે પસાર થતા હતા. અમે શોધી કાઢ્યું કે કેટલાક કિસ્સાઓમાં લોકોના ઇમેઇલ સંપર્કોને જ્યારે તેઓ તેમના એકાઉન્ટ બનાવતા હતા ત્યારે અજાણતાં ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યાં હતાં. "

ફેસબુક એ પણ ઉલ્લેખ કર્યો છે કે તેણે હવે આ મુદ્દો ઉકેલાઈ ગયો છે અને તે વપરાશકર્તાઓને પણ સૂચિત કરી રહ્યું છે જેમના સંપર્કો આયાત કરવામાં આવ્યા હતા. કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે ઉમેરવામાં આવેલા સંપર્કોને કોઈની સાથે વહેંચવામાં આવ્યા નહોતા અને હવે કાઢી નાખવામાં આવ્યાં છે. ફેસબુક એ પણ જણાવ્યું હતું કે વપરાશકર્તાઓ સેટિંગ્સ મેનૂ પર જઈને ફેસબુક સાથે શેર કરેલા સંપર્કોની સમીક્ષા અને સંચાલન કરી શકે છે.

ગયા મહિને એવા રિપોર્ટ આપવા માં ફેસબુક દ્વારા ભૂલ થી તેમના સીઈઓ માર્ક ઝકરબર્ગ ની પોસ્ટ ને ડીલીટ કરી નાખવા માં આવી હતી. અને તેમાંથી અમુક પોસ્ટ તો 2007 અને 2008 ની ઓન હતી તેવું તે રિપોર્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Nothing is safe on Facebook, not even your email contacts. Here’s why

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X