Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Nothing Ear (2) TWS ઈયરબડ્ઝનું વેચાણ શરૂ, જાણો કિંમત
Nothing Ear (2) TWS ગત સપ્તાહે જ ભારત સહિત યુરોપ અને અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યા છે. આ ઈયરબડ્ઝને Nothing Ear (1) ની સરખામણીએ ઘણા સુધારા સાથે રજૂ કરવામાં આવ્યા છે. મુખ્ય હાઈલાઈટ્સની વાત કરીએ તો આ ઈયરબડ્ઝમાં ANC, LHDC 5.0 અને Hi-Res ઓડિયો સપોર્ટ સામેલ છે. હવે ભારતમા આ ઈયરબડ્ઝનું વેચાણ શરૂ થઈ ચૂક્યુ છે. ત્યારે ચાલો જાણી લઈએ કે લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ આ ઈયરબડ્ઝની કિંમત કેટલી રાખવામાં આવી છે.

Nothing Ear (2) TWSની આટલી છે કિંમત
Nothing Ear (2) TWSની કિંમત કંપનીએ 9,999 રૂપિયા નક્કી કરી છે. આ ઈયરબડ્ઝને ફ્લિપકાર્ડ અને મિંત્રા સહિત પસંદગીના ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર્સ પર વેચાણ માટે મૂકવામાં આવ્યા છે.
Nothing Ear (2) TWSની ખાસ વાતો
Nothing Ear (2) TWSની ડિઝાઈન તો લગભગ તેના પુરોગામી Nothing Ear (1) જેવી જ છે. આ ઈયરબડ્ઝ પણ નથિંગના સ્માર્ટફોનની જેમ ખાસ છે. Nothing Ear (2) TWS પારદર્શક ડિઝાઈન ધરાવે છે. જો કે આ વખતે કંપનીએ ઈયરબડ્ઝની સાઈઝ નાની કરી નાખી છે. Nothingનું કહેવું છે કે કંપનીએ ઈયરબડ્ઝમાં પોલીયુરેથેન અને ગ્રાફીનના કોમ્બિનેશનનો ઉપયોગ કરીને ઈયરબડ્ઝને સંપૂર્ણ રીતે નવો લૂક આપવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે Nothing Ear (2) TWS Nothing Ear (1) કરતા વધારે હાઈ ફ્રિકવન્સી અને ડીપ, સોફ્ટ બેઝ ધરાવે છે.
Nothing Ear (2) TWSમાં 11.6mmના કસ્ટમ ડાયનામિક ડ્રાઈવર છે. આ ઈયરબડ્ઝ સાંભળવામાં વધારે સારો અનુભવ આપશે, તેવો કંપનીનોદાવો છે. Nothing Ear (2) TWS હાઈ-રેસ ઓડિયો સપોર્ટ પણ ધરાવે છે, સાથે જ તેમાં LHDC 5.0 પણ સામેલ છે. આ ઈયરબોડ્ઝ 40dBનો પર્સનલાઈઝ્ડ ANC સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.
Nothing Ear (2) TWS વધારે સારી ક્વોલિટીનો સાઉન્ડ આપશે, સાથે જ આ ઈયરબડ્ઝ 1 MBPS સુધીની સ્પીડ સાથે 24 બીટ અથવા 192 કિલોહર્ટ્ઝ સુધીની ટ્રાન્સમિટ ફ્રિકવન્સી ધરાવે છે. આ ઈયરબડ્ઝ ANC બંધની સ્થિતિમાં 36 કલાક સુધઈ સતત મ્યુઝિક પ્લેબેક કરી શકે છે. જો યુઝર ANC મોડ ચાલુ રાખે તો આ સમયગાળો થોડોક ઘટી શકે છે. આ ઈયરબડ્ઝ 2.5 W ચાર્જિંગની સાથે સાથે રિવર્સ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. આ ઈયરબડ્ઝની ખાસ વાત એ છે કે માત્ર 10 મિનિટના ચાર્જિંગ સાથે તે 8 કલાક સુધી મ્યુઝિક પ્લેબેક કરી શકે છે.
અન્ય ફીચર્સની વાત કરીએ તો, Nothing Ear (2) TWS ડ્યુઅલ કનેક્શનને સપોર્ટ કરે છે. એટલે કે યુઝર્સ Nothing Ear (2) TWSને એક સાથે બે ડિવાઈસમાં કનેક્ટ કરી શકે છે, જેનાથી જ્યારે બંનેમાંથી જે પણ ડિવાઈસમાં કોલ આવે ત્યારે કોલ પિક કરીને વાત કરી શકાય છે, આ ઉપરાંત બંને ડિવાઈસમાંથી યુઝરને ગમે તે ડિવાઈસમાંથી મ્યુઝિક પણ સાંભળી શકાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications