Nothing Ear (2) નો લૂક થયો લીક, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

By Gizbot Bureau
|

Nothing એ ગત વર્ષે પોતાના પહેલા ઈયરબડ્ઝ Nothing Ear (1) લોન્ચ કર્યા હતા. હવે નવા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આજે કંપની તેનું અપગ્રેડેડ વર્ઝન એટલે કે Nothing Ear (2) TWS Earbuds લોન્ચ કરશે. જાણીતા ટીપ્સ્ટર Kuba Wojciechowskiએ 91 મોબાઈલ્સની મદદથી અપકમિંગ ઈયરફોનના ફોટોઝ શૅર કર્યા છે.

Nothing Ear (2) નો લૂક થયો લીક, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

Nothing Ear (Stick)ની કિંમત

Nothing Wireless Earbuds નવા કલર ઓપ્શનની સાથે લિપસ્ટિક જેવી ડિઝાઈનમાં લોન્ચ થઈ રહ્યા છે. યુઝર્સ આ નવા Nothing Ear (Stick)ને મિંત્રા અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શક્શે. ઉલ્લેખનીય છે કે Nothing Ear (Stick)ની કિંમત Nothing Ear (1)થી ઓછી હોઈ શકે છે. ગત વર્ષે લોન્ચ થયેલા Nothing Ear (1) 5,999ની કિંમતે લોન્ચ થયા હતા. જો કે, એક ચર્ચા એવી પણ છે કે જો કંપની નવા ઈયરબડ્ઝની કિંમત ઓછી કરશે, તો પછી કેટલાક ફીચર્સ પણ ઓછા થઈ શકે છે. જેમ કે Active Noise Cancellationn Wireless Chargin જેવા ફીચર્સ આ નવા ઈયરબડ્ઝમાં ન હોવાની શક્યતા વધારે છે.

Nothing Ear (Stick)ના સ્પેસિફિકેશન્સ

બહાર આવેલી ઈમેજ મુજબ ઈયરબડ્ઝ સફેદ અને લાલ કલર ઓપ્શનમાં આવી શકે છે. TWS ઈયરબડ્ઝ પોતાના બીજા ડિવાઈસની જેમ જ ટ્રાન્સપરન્ટ ડિઝાઈનમાં લોન્ચ થઈ રહ્યા છે. આ ઉપરાંત કંપનીનું કહેવું છે કે સિલેન્ડ્રિકલ કેસ સાથે મળશે. આ ઈયરબડ્ઝનું વજન 4.4 ગ્રામ હશે.

ડિઝાઈનની વાત કરીએ તો નથિંગ હંમેશા પોતાના પ્રોડક્ટ્સને યુનિક ડિઝાઈનમાં લોન્ચ કરે છે. હાલ માર્કેટમાં જ્યારે બધા જ ઈયરબડ્ઝ બોક્સ ડિઝાઈનમાં મળી રહ્યા છે, ત્યારે નથિંગ એક સિલિન્ડ્રિકલ ડિઝાઈન લઈને આવ્યું છે. Nothing Ear (Stick)માં બ્લૂટૂથ v5.2નો સપોર્ટ હશે, અને તેમાં IP54 રેટિંગ હશે, આ ઈયરફોન્સ AI બેઝને સપોર્ટ કરશે.

ક્યારે થઈ રહ્યા છે લોન્ચ?

નથિંગના આ ઈયરફોન 26 ઓક્ટોબરે ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 વાગે શરૂ થનારી ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. આ લોન્ચ યુઝર્સ નથિંગની સત્તાવાર વેબસાઈટ પર લાઈવ જોઈ શક્શે.

વધવાની છે કિંમતો

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વનસપ્લસના સીઈઓ કાર્લ પેઈએ ટ્વિટર પર કહ્યું હતું કે કોસ્ટ ઓવરરન્સના કારણે યુએસમાં નથિંગના પહેલા ઈયરબડ્ઝની કિંમત 99 ડૉલરથી વધીને 149 ડૉલર થવાની છે. આ નવી કિંમતો પણ આજથી જ લાગુ થશે. ફ્લિપકાર્ટ પર પણ ઈયરબડ્ઝની લિસ્ટિંગ કિંમત વધવાનું સિગ્નલ દેખાઈ રહ્યું છે.

આટલી છે Nothing Ear (1)ની કિંમત

ફ્લિપકાર્ટ પર Nothing Ear (1)ની કિંમત 8,499 રૂપિયા છે. આ કિંમત Nothing Ear (1)ના બ્લેક કલર વેરિયંટની છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે જો તમે Nothing Ear (1) સફેદ રંગમાં ખરીદશો તો તમને તે 7,299 રૂપિયામાં મળશે. નથિંગે Nothing Ear (1)ને ગત વર્ષે ટ્રુ વાયરલેસ ઈયરબડ્ઝને માત્ર 5,999 રૂપિયામાં લોન્ચ કર્યા હતા, પરંતુ લોન્ચના કેટલાક મહિના બાદ જ તેની કિંમત વધારીને 6,999 રૂપિયા કરી દેવાઈ હતી.

Best Mobiles in India

Read more about:
English summary
Nothing Ear (2) Look Leaks Know Price and Specifications

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X