Just In
Passwordની નહીં પડે જરૂર, Google લાવ્યું નવું ફીચર
અમેરિકન ટેક જાયન્ટ કંપની ગૂગલ પોતાના વેબ બ્રાઉઝર ગૂગલ ક્રોમ યુઝર માટે નવું ફઈચર લાવ્યું છે. ઓક્ટોબર મહિનામાં ટેસ્ટિંગ કર્યા બાદ, ગૂગલ હવે પોતાના PassKeys ફીચરને યુઝર્સ માટે રોલ આઉટ કરી દીધું છે. PassKeys એ પાસવર્ડ્ઝનું વધુ સુરક્ષિત રિપ્લેસમેન્ટ છે, જે યુઝર્સને ફીશિંગ એક્ટવિટીઝથી પણ બચાવે છે.

શું છે PassKeys?
સામાન્ય રીતે આપણી ડિજિટલ લાઈફમાં પાસવર્ડ્સ સુરક્ષાની પ્રથમ લાઇન છે. જો કે, આ પાસવર્ડ્ઝ હેકર્સ ગમે ત્યારે ચોરી શકે છે, તેનો ડેટા ગમે ત્યારે લીક થઈ શખે છે, સાથે જ ભારત જેવા દેશમાં લોકો સાવ સરળ પાસવર્ડ રાખતા હોય, જેને કારણે કોઈ પણ વ્યક્તિ તેમનો પાસવર્ડ ક્રેક કરી શકે છે. ગૂગલે આ મુદ્દાઓને લાંબા સમયથી શોધી કાઢ્યા છે, તેથી જ ગૂગલે 2-સ્ટેપ વેરિફિકેશન અને ગૂગલ પાસવર્ડ મેનેજર જેવા ફીચર્સ બનાવ્યા છે.
પરંતુ તેમ છતાંય યુઝર્સને વધુ સુરક્ષિત રાખવા માટે કંપનીએ હવે પાસવર્ડલેસ ઓથેન્ટિકેશન પર કામ શરૂ કર્યું છે. અહીં જ PassKeysની એન્ટ્રી થાય છે.
PassKeys એકવાર વાપર્યા પછી, બીજી વાર વાપરી શકાતી નથી. PassKeys લીક થઈ શક્તી નથી, અને યુઝર્સ પર જો ફીશિંગ એટેક થાય તો પણ PassKeys હેક થઈ શક્તી નથી. PassKeys ઈન્ડસ્ટ્રીના ધારાધોરણો પર તૈયાર કરવામાં આવી છે, જે જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ્સ, જુદા જુદા બ્રાઉઝર્સની સાથે સાથે વેબસાઈટ્સ અને એપ્લીકેશન બધા માટે સરળતાથી કામ કરે છે.
કેવી રીતે કરશો PassKeysનો ઉપયોગ?
યુઝર્સ PassKeysનો ઉપયોગ વેબસાઈટ અથવા એપ્લીકેશનમાં લોગ ઈન કરવા માટે કરી શકે છે. PassKeys દ્વારા સાઈન ઈન કરવા માટે તમે જેમ તમારા ડિવાઈસને અનલોક કરો છો, તે જ રીતે તમારી જાતને ઓથેન્ટિકેટ કરવી પડશે. હાલ પૂરતુ ક્રોમ દ્વારા Windows 11, macOS અને Android માટે PassKeys રોલ આઉટ કરવામાં આવી છે.
Android પર, PassKeysને Google પાસવર્ડ મેનેજર દ્વારા સુરક્ષિત રીતે સિન્ક્રોઈનાઈઝ કરવામાં આવશે અથવા, Android ના આગામી વર્ઝનમાં, PassKeysને સપોર્ટ કરતા અન્ય કોઈપણ પાસવર્ડ મેનેજર દ્વારા સિન્ક્રોનાઈઝ કરવામાં આવશે.
એકવાર તમારા ડિવાઈસમાં PassKeys સેવ થઈ જશે, ત્યાર બાદ તમે જ્યારે સાઈન ઈન કરશો, તો ત્યારે ઓટોફિલ દ્વારા જ PassKeys સાઈન ઈન કરી દેશે, જેને કારણે તમે વધુ સુરક્ષિત રહેશો.
ડેસ્કટોપ યુઝર્સ નજીકમાં રહેલા મોબાઈલ દ્વારા PassKeysનો ઉપયોગ કરી શકે છે. જ્યારે તમે ડેસ્કટોપથી સાઈન ઈન કરો છો, ત્યારે PassKeys તો તમારા મોબાઈલમાં જ રહે છે. માત્ર એક સિક્યોરલી જનરેટેડ કોડ વેબસાઈટ સાથે એક્સચેન્જ થાય છે. એટલે પાસવર્ડની જેમ આ કોડ લીક થવાની શક્યતા નથી.
યુઝર્સ પોતાની Passkeys પર નિયંત્રણ પણ રાખી શકે છે. યુઝર્સ ક્રોમ, મેકઓએસમાં પોતાની પાસકીઝને મેનેજ કરી શકે છે. યુઝર્સ પોતાના ગૂગલના પાસવર્ડ મેનેજર અથવા 1Password અને DAshlan જેવા કોઈ થર્ડ પાર્ટી પાસવર્ડ મેનેજર દ્વારા પોતાની Passkeyને સિન્ક્રોનાઈઝ પણ કરી શકે છે.
ગૂગલ ક્રોમ દ્વારા અલગથી ડેસ્કટોપ વેબ બ્રાઉઝર માટે તાજેતરમાં બે નવા પર્ફોમન્સ મોડ્સની જાહેરાત કરવામાં આવી છે. આ બે મોડ્સ મેમરી સેવર અને એનર્જી સેવર છે, જે બેટરી લાઈફને વધારે છે અને મેમરીને ફ્રી કરે છે.
Google ના દાવા પ્રમાણે આ નવા મોડ્સ યુઝર્સને Chrome ના મેમરી વપરાશને 30% સુધી ઘટાડવા અને જ્યારે કોઈ ઉપકરણનો પાવર ઓછો ચાલતો હોય, ત્યારે બેટરી લાઈફ વધારવાની મંજૂરી આપશે.
હાલમાં, આ બંને મોડ્સ ક્રોમ ડેસ્કટોપ (m108) માટે લોન્ચ કરવામાં આવ્યા છે, પરંતુ આગામી સમયમાં તે બધા જ વર્ઝન માટે ઍક્સેસિબલ હશે.
ધ વર્જ મુજબ, જ્યારે તમારા ડિવાઈસ પર મેમરી સેવર અને એનર્જી સેવર આવે છે, ત્યારે તમે તેને ક્રોમમાં થ્રી-ડોટ સેટિંગ્સ મેનૂ હેઠળ શોધી શકો છો. બંને સુવિધાઓ અલગ અલગ ઓન ઓફ કરી શકાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470