Nokia T21 ટેબ્લેટ ભારતમાં લોન્ચ, માત્ર આટલી છે કિંમત

By Gizbot Bureau
|

એક સમયે મોબાઈલ માર્કેટમાં એકહથ્થુ શાસન કરનારી અને વિશ્વભરમાં કરોડો લોકોનો ભરોસો જીતનારી ટેક્નોલોજી કંપની નોકિયા ફરી એકવાર ટેક માર્કેટમાં પગ જમાવવા પ્રયાસ કરી રહી છે. નોકિયાએ ભારતમાં પોતાનું લેટેસ્ટ ટેબ્લેટ T21 લોન્ચ કર્યું છે. આ પહેલા કંપની ભારતમાં Nokia T10 અને Nokia T20 ટેબ્લેટ્સ લોન્ચ કરી ચૂકી છે. Nokia T21માં 10.36 ઈંચની મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 2K છે. 8 મેગાપિક્સલ રિયર કેમેરા અને 8,200 mAh બેટરી ધરાવતું આ ટેબ્લેટ યુનિસોક ઓક્ટા-કોર પ્રોસેસર પર કામ કરે છે. ચાલો, આ આર્ટિકલમાં અમે તમને જણાવી દઈએ કે લેટેસ્ટ Nokia T21 ટેબ્લેટમાં બીજા કયા કયા ખાસ ફીચર્સ છે.

Nokia T21 ટેબ્લેટ ભારતમાં લોન્ચ, માત્ર આટલી છે કિંમત

Nokia T21 ટેબ્લેટના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

Nokia T21 ટેબ્લેટ પ્રીમિયમ એલ્યુમિનિયમ બોડી ધરાવે છે. જ્યારે એન્ટેના કવર જેવા બાકીના પાર્ટ્સ બનાવવા માટે આ ટેબ્લેટમાં 60 ટકા રિસાઈકલ્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેબ્લેટમાં કંપનીએ 10.36 ઈંચની IPS LCD ડિસ્પ્લે આપી છે, જે 2K રિઝોલ્યુશન ધરાવે છે, અને જેની બ્રાઈટનેસ કેબેસિટી 360 નીટ્સ છે.

આ ટેબ્લેટમાં ઓક્ટા-કોર યુનિસોક ટી612 ચીપસેટ મૂકવામાં આવ્યું છે, જે 12nm ફેબ્રિકેશન પ્રોસેસથી બનેલું છએ. આ ચીપસેટ 4 જીબી રેમ અને 64 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. Nokia T21 ટેબ્લેટમાં માઈક્રો એસડી કાર્ડ સ્લોટ પણ આપવામાં આવ્યો છે, જેના દ્વારા સ્ટોરેજ 512 જીબી સુધી વધારી શકાય છે.

કેમેરાની વાત કરીએ તો ફ્રંટ સાઈડ અને પાછળની બાજુ મ બંને કેમેરા 8 મેગાપિક્સલના છે. આ ટેબ્લેટના બીજા કેટલાક ખાસ ફીચર્સમાં 4G, Bluetooth v5.0, ડ્યુઅલ બેન્ડ વાઈ-ફાઈ, જીપીએસ, 3.5mm ઓડિયોજેક, FM Radio NFC, Widevine L1 support અને USB Type C Portનો સમાવેશ થાય છે. Nokia T21માં યુઝર્સને 8,200 mAhની બેટરી મળે છે, જે 18 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ટેબ્લેટ એન્ડ્રોઈડ 12 આઉટ ઓફ ધી બોક્સ પર કામ કરે છે. સાથે જ નોકિયાએ Nokia T21 ટેબ્લેટમાં બે મોટી ઓપરેટિંગ સિસ્ટમ અપગ્રેડ આપવાનો વાયદો પણ કર્યો છે.

Nokia T21ની કિંમત અને ક્યાંથી ખરીદી શકાશે?

Nokia T21ની ભારતમાં કિંમત 17,999 રૂપિયા રાખવામાં આવી છે. નોંધનીય છે કે આ કિંમત Wi-Fi વેરિયંટની છે. LTE + Wi-Fi વેરિયંટની કિંમત 18,999 રૂપિયા એટલે કે 1000 રૂપિયા વધારે રાખવામાં આવી છે. કંપની આ ટેબ્લેટની સાથે એક ફ્લિપ કવર પણ આપવા જઈ રહી છે, જેની કિંમત 1,999 રૂપિયા જેટલી છે. જો તમે આ ટેબ્લેટ ખરીદવા ઈચ્છો છો તો નોકિયાની ઓફિશિયલ વેબસાઈટ પર પ્રિ-ઓર્ડર શરૂ થઈ ચૂક્યા છે. જ્યારે રિટેઈલ આઉટલેટ્સ પર આ ટેબ્લેટ 22 જાન્યુઆરીથી અવેલેબલ થશે. તમને એ પણ જણાવી દઈએ કે કંપનીએ Nokia T21 માત્ર એક જ ગ્રે રંગમાં લોન્ચ કર્યું છે.

Best Mobiles in India

Read more about:
English summary
Nokia Launches New Tables Nokia T21 in India Know Price

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X