નોકિયા 5.1 પ્લસ (નોકિયા X5) આજે લોન્ચ થઇ શકે છે

ઘણા સમય થી એવી અફવાઓ આવી રહી હતી કે નોકિયા પોતાનો નવો સ્માર્ટફોન X5 લોન્ચ કરી શકે છે.

By GizBot Bureau
|

એચએમડી ગ્લોબલ ઘણા સમય થી તેનું એક પાવરફુલ વરઝ્ન લોન્ચ કરશે તેવી અફવાઓ ફરી રહી હતી, અને આ ફોન ની વિગતો ઘણી બધી વખત ઓનલાઇન લીક પણ થઇ ચુકી છે. જો લોન્ચ કરવામાં આવે તો, સ્માર્ટફોન નોકિયા 1, નોકિયા 2.1, નોકિયા 3.1, નોકિયા 5.1, નોકિયા 6, નોકિયા એક્સ 6, નોકિયા 7 પ્લસ અને નોકિયા 8 સિરોકોકો પછી કંપનીની નવમો હેન્ડસેટ હશે. કંપની યુઝર્સ સરળ રીતે નામ યાદ રાખી શકે તે રીતે પોતાના ફોન ના નામ રાખવા માં અસમર્થ સાબિત થઇ છે, પરંતુ એક વાત તો ચોક્ક્ખી છે કે કંપની બધા જ સેગ્મેન્ટ ની અંદર પોતાના ફોન્સ ની રેંજ વધારી રહી છે.

નોકિયા 5.1 પ્લસ (નોકિયા X5) આજે લોન્ચ થઇ શકે છે

નોકિયા 5.1 પ્લસ અથવા નોકિયા એક્સ 5 ડીલે થયા હતા

થોડા દિવસો પહેલા એવી ખુબ જ અફવા ફરી હતી કે આ સ્માર્ટફોન 11 જુલાઈ ના રોજ ચાઈના ની અંદર મોનિકર નોકિયા X5 સાથે લોન્ચ થશે. પરંતુ વેન્યૂ પ્રોબ્લેમ ના કારણે કંપનીએ છેલ્લી ઘડી એ આ લોન્ચ ને ડીલે કર્યું હતું. કંપની એ વેબિઓ પર પોતાના ફેન્સ પાસે માફી પણ માંગી હતી જેના પર થી એ વાત ની પુષ્ટિ થઇ ગઈ હતી કે કંપની ત્યારે ફોન લોન્ચ કરવા ની હતી અને તેમાં ડીલે કરવા માં આવ્યું હતું.

નવી નોકિયા 5.1 પ્લસ લોન્ચ તારીખ

ઘણા સમય થી એવા રિપોર્ટ્સ આવી રહ્યા છે કે કંપની 17મી જુલાઈ (આજે) નોકિયા X5 લોન્ચ કરશે, પરંતુ કંપની તરફ થી હજુ સુધી આ વાત ની પુષ્ટિ કરવા માં આવી નથી તેથી હજી સુધી તે નક્કી ના કહી શકાય કે શું આજે તે સ્માર્ટફોન લોન્ચ કરશે કે નહિ. અમને એવું લાગી રહ્યું છે કે પ્રોબ્લેમ જો ખાલી વેન્યૂ નો જ હતો તો હવે કંપની જલ્દી થી પોતાના નવા ફોન ને લોન્ચ કરી દેશે.

નોકિયા 5.1 પ્લસ અથવા નોકિયા એક્સ 5 સ્પેસિફિકેશન

સર્ટિફિકેટ્સ અને બેંચમાર્કિંગ વેબસાઇટ્સ પરની તાજેતરના સૂચિઓના આધારે, નોકિયા 5.1 પ્લસ એ એન્ડ્રોઇડ 8.1 ઓરેઓને આઉટ ઓફ ધ બોક્સ ધરાવે છે. અને અન્ય એક નોકિયા હેન્ડસેટની જેમ આ સ્માર્ટફોન પણ એન્ડ્રોઇડ વન ની સાથે આવે છે. તેમાં 5: 86 ઇંચનું પૂર્ણ-સ્ક્રીન ડિસ્પ્લે 19: 9 પાસા રેશિયો ધરાવે છે અને તેમાં સ્ક્રીનની ટોચ પર આઇફોન X-ની જેમ નોચ પણ આપવા માં આવેલ છે.

સૂચિ અનુસાર, ઉપકરણને મીડિયાટેકથી ઓક્ટા-કોર પ્રોસેસર દ્વારા સમર્થિત રાખવાની અપેક્ષા છે. આ પણ દર્શાવે છે કે સ્માર્ટફોન 3 જીબી, 4 જીબી અને 6 જીબી રેમ સાથે 32 જીબી અથવા 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ પર આધારિત છે.

પંતજલિ બોલો મેસેન્જર એપ તરીકે કિમ્બહો ઍપના પુનરાગમનને નકારે છેપંતજલિ બોલો મેસેન્જર એપ તરીકે કિમ્બહો ઍપના પુનરાગમનને નકારે છે

પાછળ ની બાજુ પર, બે કેમેરા હોવાનું માનવામાં આવે છે, જેમાંથી 13 એમપી સેન્સર ધરાવે છે. ફ્રન્ટ-ફેસિંગ કેમેરામાં 8 એમપી સેન્સર હોઈ શકે છે. એવું કહેવામાં આવે છે કે 3000 એમએએચની બેટરી સાથે આ ફોન ને પાવર આપવા માં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
Nokia can launch Nokia X5 today

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X