Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Nokiaનો ધમાકો, 10 હજારથી ઓછી કિંમતમાં જબરજસ્ત ફોન લોન્ચ
Nokiaએ પોતાનો નવો બજેટ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરી દીધો છે. Nokia C32 સ્ટાન્ડર્ડ ડિઝાઈન ધરાવતો સ્માર્ટફોન છે, જેમાં સેફ્ટી, સ્ટોક જેવી સુવિધાઓ છે. આ ફોન એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તેની ખાસ વાત છે, 5000 mAhની દમદાર બેટરી. Nokia C32ની કિંમતની વાત કરીએ તો આ ફોનની કિંમત 10,000ની અંદર રાખવામાં આવી છે.

Nokia C32ની ભારતમાં કિંમત
Nokia C32ને 4 જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ તેમજ 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ એમ બે વેરિયંટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 64 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત ભારતમાં 8,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જ્યારે 128 જીબી સ્ટોરેજ ધરાવતા વેરિયંટની કિંમત 9,499 રૂપિયા રાખવામાં આવી છે. આ ઉપરાંત લોન્ચ સમયે તમે જીયો એક્સ્લુઝિવ ઓફરનો પણ લાભ લઈ શકો છો.
ત્રણ કલર ઓપ્શન મળશે.
Nokia C32 ત્રણ જુદા જુદા કલર ઓપ્શનમાં મળશે. આ સ્માર્ટપોન મિન્ટ, ચારકોલ અને બીચ પિંક એમ ત્રણ કલરમાં અવેલેબલ થશે. યુઝર્સ તેને કંપનીની સત્તાવાર વેબસાઈટ અને રિટેઈલ આઉટલેટ્સ પરથી ખરીદી શક્શે.
Nokia C32ના સ્પેસિફિકેશન્સ
Nokia C32ની ડિઝાઈન ખૂબ જ સ્ટાન્ડર્ડ છે. આ ડિવાઈસમાં 720*1600 પિક્સલની HD+ રિઝોલ્યુશન ધરાવતી 6.5 ઈંચની વોટર ડ્રોપ નોચ ડિસ્પ્લે મળે છે. સ્ક્રીનની કિનાર પર આકર્ષક બેઝલ મળે છે, સાથે જ તેનો એસ્પેક્ટ રેશિયો 20:9 છે. આ ડિવાઈસનું વજન 199.4 ગ્રામ છે.
કેમેરા ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરા મળે છે. જેમાં મુખ્ય કેમેરા સેન્સર 50 મેગાપિક્સલનો છે, જ્યારે સેકન્ડરી કેમેરા 2 મેગાપિક્સલનો છે. ઓછી લાઈટ કે રાત્રે ફોટોગ્રાફી કરવા માટે કેમેરા સેન્સરની નીચે LED ફ્લેશ પણ આપવામાં આવી છે.
તો ફ્રંટ સાઈડ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. નોંધપાત્ર છે કે રિયર કેમેરા 30 fps પર 1080p વીડિયો શૂટ કરી શકે છે. આ કેમેરામાં પોટ્રેઈટ, HDR, અને નાઈટ મોડ મળે છે.
આ સ્માર્ટફોન ઓક્ટાકોર ચિપસેટ પર બેઝ્ડ છે. જેમાં IMG8322 ગ્રાફિક્સની સાથે સાથે Unisoc SC9863A1 અવેલેબલ છે. 64 જીબી અને 128 જીબી સ્ટોરેજ સાથે મળતા આ સ્માર્ટફોનમાં સ્ટોરેજને વધારી પણ શકાય છે. સાથે જ રેમને પણ 3 જીબી વર્ચ્યુઅલ રેમ વધારીને 7 જીબી રેમ કરી શકાય છે. એક્ટેન્ડેડ સ્ટોરેજને 256 જીબી સુધીના માઈક્રો એસડી કાર્ડથી વધારી શકાય છે.
Nokia C32માં FM રેડિયો, 3.5 mm હેડફોન જેક અને ચાર્જિંગ તેમજ ડેટા ટ્રાન્સફર માટે USB Type C પોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોનમાં મોનો સ્પીકર સેટઅપ પણ છે.
જો કે આ Nokia C32 4જી સ્માર્ટફોન છે. જે એન્ડ્રોઈડ 13 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. નોકિયા આ સ્માર્ટફોનમાં 2 વર્ષની સિક્યોરિટી અપડેટ્સ આપી રહી છે. સાથે જ આ સ્માર્ટફોન સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર તેમજ ફેશિયલ અનલૉક સપોર્ટથી સજ્જ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications