હવે Smart Watchથી કરી શકાશે પેમેન્ટ, એરટેલે લોન્ચ કરી નવી સુવિધા

By Gizbot Bureau
|

વિયરેબલ બ્રાન્ડ Noise એ પોતાના ગ્રાહકો માટે એક નવી સ્માર્ટ વૉચ લોન્ચ કરી છે. આ સ્માર્ટ વૉચની ખાસિયત સાંભળીને તમને મજા પડી જશે. આગળ હેડલાઈનમાં તમે વાંચ્યુ તે પ્રમામે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે હવે તમારે પર્સ કે મોબાઈલ કે કાર્ડની જરૂર નથી. હવે તમે નોઈઝની આ સ્માર્ટ વૉચથી જ પેમેન્ટ કરી શક્શો.

હવે Smart Watchથી કરી શકાશે પેમેન્ટ, એરટેલે લોન્ચ કરી નવી સુવિધા

કોન્ટેક્ટ લેસ પેમેન્ટની સુવિધા

નોઈઝની આ લેટેસ્ટ સ્માર્ટ વૉચ ખાસ Airtel Payments Bank અને Master Card સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. આ નવી સ્માર્ટ વૉચ માર્કેટમાં Airtel Payments Bank smartwatchના નામથી ઓળખાશે. આ વૉચમાં ગ્રાહકોને કોન્ટેક્ટ લેસ પેમેન્ટ કરવાનું ઓપ્શન મળી રહ્યું છે. એટલે કે સીધું જ સ્માર્ટ વૉચ દ્વારા પેમેન્ટ કરી શકાશે.

ખાસ ચીપથી સજ્જ છે આ વૉચ

આ વૉચમાં માસ્ટરકાર્ડ નેટવર્ક સપોર્ટેડ NFC ચિપ આપવામાં આવી છે. ચાલો જાણીએ કે આ લેટેસ્ટ ફીચર ધરાવતી વૉચની કિંમત કેટલી છે, તે ક્યારે અવેલેબલ થશે અને તેના સ્પેસિફિકેશન્સ શું છે? Noise અને એરટેલ પેમેન્ટ્સ બેન્ક દ્વારા ભાગીદારીમાં તૈયાર કરવામાં આવેલી વોચ યુઝર્સે જ્યારે પહેરી હશે, ત્યારે જ પેમેન્ટ કરી શકાશે.

પરંતુ પેમેન્ટ કરવા માટે છે લિમિટ

તમને જણાવી દઈએ કે આ વૉચ દ્વારા એક દિવસમાં માત્ર 25 હજાર રૂપિયાનું જ પેમેન્ટ કરી શકાશે. પેમેન્ટ માટે આ લિમિટ સેટ કરવામાં આવી છે. આ વૉચને યુઝર્સ એરટેલ થેન્ક્સ એપ દ્વારા સેવિંગ અકાઉન્ટ સાથે કનેક્ટ પણ કરી શક્શે. કિંમતની વાત કરીએ તો આ સ્માર્ટ વૉચની કિંમત કંપનીએ બારતમાં 2,999 રૂપિયા નક્કી કરી છે. આ વૉચ બ્લેક, ગ્રે અને બ્લૂ એમ ત્રણ કલર ઓપ્શનમાં મળશે. ગ્રાહકો આ એપને એરટેલ થેન્ક્સ એપ દ્વારા ખરીદી શકે છે.

જાણો વૉચના ફીચર્સ

આ વૉચમાં 1.85 ઈંચની સ્ક્વેર ડિસ્પ્લે મળે છે. જે 550 નીટ્સની પીક બ્રાઈટનેસને સપોર્ટ કરે છે. આ વૉચમાં તમને 150 ક્લાઉડ બેઝ્ડ કસ્ટમાઈઝેશન વોચ ફેસિસ મળશે. આ સ્માર્ટ વૉચના હેલ્થ ફીચર્સની વાત કરીએ તો તેમાં તમને SpO2 Sensor, સ્લીપ સ્ટ્રેસ ટ્રેકર, હાર્ટ રેટ મોનિટર, મેન્સ્ટ્રુઅલ સાઈકલ મોનિટર અને 130 સ્પોર્ટ્સ મોડ જેવા ફીચર્સ મળે છે. આ ઉપરાંત તેમાં બ્લૂટૂથ કોલિંગ સુવિધા પણ મળે છે. આ વોચમાં તમને IP68 રેટિંગ પણ મળે છે, જે સ્માર્ટવૉચને પાણી અને ધૂળથી બચાવે છે. આ વૉચમાં યુઝર્સ પોતાના સ્ટ્રેસના લેવલને પણ ટ્રેક કરી શકે છે.

બેટરીની વાત કરીએ તો આ વૉટમાં 10 દિવસનો બેટરી બેકઅપ મળે છે. સિંગલ ચાર્જમાં આ બેટરી 10 દિવસ સુધી ચાલે છે.

Best Mobiles in India

English summary
Noise launch a new smartwatch with Airtel payments bank have payment feature

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X