Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ઓછી કિંમત અને પ્રીમિયમ ફીચર્સ, આ સ્માર્ટવૉચ બુક કરાવી લો મળી રહી છે ઓફર્સ
જો તમે પણ ઓછી કિંમતે પ્રીમિયમ ફીચર્સ ધરાવતી સ્માર્ટવૉચ ખરીદવા ઈચ્છી રહ્યા છો, તો તમે એકદમ બરાબર જગ્યાએ આવી ગયા છો. માર્કેટમાં એક નવી સ્માર્ટવૉચ લોન્ચ થવા જઈ રહી છે, જે ખૂબ ઓછી કિંમતે જબરજસ્ત પ્રીમિયમ ફીચર્સ આપી રહી છે. ભારતમાં Noise ColorFit Macro સ્માર્ટવૉચનું પ્રિ બુકિંગ શરૂ થઈ ચૂક્યુ છે.

તાજેતરમાં જ કંપનીએ પોતાના ભારતીય યુઝર્સ માટે આ વૉચ લોન્ચ કરી છે, જેની કિંમત માત્ર 1,499 રૂપિયા રાખવામાં આવી છે. આ નવી સ્માર્ટવૉચ ઘણા પ્રીમિયમ સ્પેસિફિકેશન્સ ધરાવે છે. નોઈઝે પોતાની આ લેટેસ્ટ વૉચને સ્પેસ બ્લૂ લેધર સ્ટ્રેપ, મિસ્ટ ગ્રે જેટ બ્લેક, ક્લાસિક બ્રાઉન, મેટાલિક સ્ટ્રેપ વેરિયંટ બ્લેક લિંક અને સિલ્વર લિંક સાથે લોન્ચ કરી છે. તો ચાલો જાણી લઈએ કે આ સ્માર્ટ વૉચના પ્રીમિયમ ફીચર્સ કયા કયા છે.
Noise ColorFit Macro 1,499 રૂપિયાની કિંમતમાં મળી રહી છે. જો તમે આ વૉચ ખરીદવા ઈચ્છો છો તો આજથી જ એમેઝોન ઈન્ડિયાની વેબસાઈટ પરથી તેનું પ્રિ બુકિંગ કરી શકો છો. આ વૉચના બધા જ વેરિયંટ પ્રિ બુકિંગ માટે અવેલેબલ છે. તમને જણાવી દઈએ કે જે ગ્રાહકો આ વૉચને પ્રિ બુક કરી રહ્યા છે, તેમને 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. આ સ્માર્ટ વૉચમાં સ્પેસ બ્લૂ લેધર સ્ટ્રેપ, મિસ્ટ ગ્રે જેટ બ્લેક, ક્લાસિક બ્રાઉન, મેટાલિક સ્ટ્રેપ વેરિયંટ બ્લેક લિંક અને સિલ્વર લિંક સામેલ છે.
નોઈઝની કલરફિટ મેક્રોના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ વૉચમાં તમને 2 ઈંચની HD TFT LCD પેનલ મળી રહી છે, જેના પર 2.5ડી કર્વ્ડ ગ્લાસ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં 200થી વધુ વૉચ ફેસ અને 115થી વધુ સ્પોર્ટ્સ મો઼ડ પણ આપવામાં આવ્યા છે. બ્લૂટૂથ કોલિંગની સાથે મળતી આ વૉચમાં બિલ્ટ ઈન માઈક્રોફોન અને સ્પીકર પણ મળે છે.
તો હેલ્થ મોનિટરિંગ માટે આ ડિવાઈસમાં હાર્ટ રેટ મોનિટરિંગ, બ્લડ ઓક્સિજન મેપિંગ, સ્ટ્રેસ લેવલ ટ્રેકિંગ, સ્લીપ મોનિટરિંગ સહિત બીજા ઘણા બધા સેન્સર સપોર્ટ આપવામાં આવ્યા છે. સાથે જ મહિલાઓની મેન્સ્ટ્રુઅલ સાઈકલ ટ્રેકિંગ ફીચર પણ આ વૉચમાં આપવામાં આવ્યું છે. આ વૉચમાં યુઝર્સને 115થી વધુ સ્પોર્ટ્સ મોડ મળે છે.
એક વખત સિંગલ ચાર્જમાં આ વૉચ 7 દિવસ સુધી સળંગ ચાલી શકે છે. પાણી અને ધૂળ માટે આ વૉચને IP 67 રેટિંગ મળ્યું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications