Just In
Don't Miss
વોટ્સએપ ના આ 5 નવા ફીચર્સ વિષે તમને નહીં ખબર હોઈ
આજે પણ વોટ્સએપ એ સૌથી વધુ પસન્દ કરવા માં આવતી મેસેજિંગ એપ બની રહ્યું છે. અને ખાસ કરી ને અને ખાસ કરી ને તેની ઉઝર ફ્રેન્દ્લીનેસ ને કારણે અને તેના સરળ ઇન્ટરફેસ ને કારણે તે મિલેનિયલ્સ ની અંદર પણ ખુબ જ પ્રખ્યાત છે અને મિલેનિઅલ્સ દ્વારા પણ તેને ખુબ જ પસન્દ કરવા માં આવે છે. અને લોકો તેની સાથે જોડાયેલા રહે તેના માટે વોટ્સએપ દ્વારા પણ સમય અંતરે નવા નવા ફીચર્સ ને પોતાના પ્લેટફોર્મ ની અંદર જોડવા માં આવતા રહેતા હોઈ છે, જેની અંદર સૌથી પેહલા ગ્રુપ ચેટ ના ફીચર ને જોડવા માં આવ્યું હતું ત્યાર બાદ તેની અંદર વોટ્સએપ કોલ્સ અને વિડિઓ કોન્ફ્રન્સિંગ ના ફીચર ને પણ જોડવા માં આવ્યું હતું.

જયારે આપણા માંથી મોટા ભાગ ના લોકો ને કોઈ પણ નવું ફીચર વોટ્સએપ ની અંદર જોડવા માં આવે છે ત્યારે ખબર પડી જતી હોઈ છે પરંતુ ઘણા બધા લોકો ટેક સેવી નથી હોતા, અને સાથે સાથે વોટ્સએપ ની અંદર ઘણી બધી વખત એવા પણ ફીચર્સ જોડવા માં આવતા હોઈ છે કે જે એટલા મોટા નથી હોતા અથવા હિડન રાખવા માં આવ્યા હોઈ છે જેથી તેના વિષે ખુબ જ ઓછા લોકો ને જાણ થતી હોઈ છે તેથી એ પ્રકાર ના ફીચર્સ વિષે તમારે જરૂર થી જાણવું જોઈએ જેથી આપણે વોટ્સએપ નો ઉપીયોગ વધુ સારી રીતે કરી શકીયે. તેથી આ સૂચિ ની અંદર અમે એવા 5 વોટ્સએપ ના તાજેતર ના ફીચર્સ ની સૂચિ તૈયાર કરી છે કે જેના વિષે ઘણા બધા લોકો ને જાણ નથી.

ડાર્ક મોડ
છેલ્લા લગભગ એક વર્ષ થી વોટ્સએપ ના ડાર્ક મોડ વિષે ચર્ચા થઇ રહી છે. અને વબેટાઈનફો ના જણાવ્યા અનુસાર વોટ્સએપ દ્વારા તેના બંને પ્લેટફોર્મ ની અંદર ફેબ્રુઆરી મહિના ની અંદર આ ફીચર ને લોન્ચ કરવા માં આવ્યું હતું. અને હવે વોટ્સએપ યુઝર્સ આ ડાર્ક મોડ નો ઉપીયોગ કરી શકે છે અને માત્ર તેટલું જ નહીં પરંતુ વોટ્સએપ બિઝનેસ ની અંદર આ ફીચર ને લાગુ કરવા માં આવ્યું છે.

વોટ્સએપ પે
ભારત ની અંદર વોટ્સએપ પે ફીચર ને વોટ્સએપ બીટા પ્રોગ્રામ ની અંદર ઉપલબ્ધ કરવા માં આવ્યું છે. 1 મિલિયન કરતા પણ વધુ બીટા યુઝર્સ દ્વારા આપણા દેશ ની અંદર આ ફીચર નો ઉપીયોગ ઘણા સમય થી કરવા માં આવી રહ્યો છે પરંતુ આ ફીચર ને હજુ સુધી વોટ્સએપ ની મુખ્ય એપ ની અંદર લોન્ચ કરવા માં આવ્યું નથી.

ફિંગરપ્રિન્ટ લોક
વોટ્સએપ દ્વારા છેલ્લા થોડા સમય પેહલા એક ખુબ જ મોટા ફીચર ને લઇ આવ્યા માં આવ્યું હતું જેનું નામ ફિંગરપ્રિન્ટ લોક છે. આ ફીચર ને સૌથી પેહલા આઈફોન યુઝર્સ માટે લઇ આવવા માં આવ્યું હતું કે જે લોકો ફેસ આઈડી અથવા ટચ આઈડી નો ઉપીયોગ ફોન ને લોક અથવા અનલોક કરવા માટે કરતા હતા તેમના માટે આ ફીચર સૌથી પહેલા લોન્ચ કરવા માં આવ્યું હતું. ત્યાર બાદ આ ફીચર ને એન્ડ્રોઇડ યુઝર્સ માટે પણ લોન્ચ કરવા માં આવ્યું હતું. તેની પહેલા યુઝર્સ દ્વારા વોટ્સએપ ને સુરક્ષિત રાખવા માટે થર્ડ પાર્ટી એપ નો ઉપીયોગ કરવા માં આવતો હતો.

ટાઈપરાઈટર ફોન્ટ
આપણા માંથી મોટા ભાગ ના લોકો ને ખબર છે કે વોટ્સએપ ની અંદર કઈ રીતે તમે બોલ્ડ ઇટાલિક અથવા સ્ટ્રાઇક કરી શકો છો અને તેના માટે ક્યાં કમાન્ડ કરવા તેના વિષે પણ ઘણા બધા લોકો ને ખબર છે. પરંતુ ટાઈપરાઈટર ફોન્ટ એ એક એવી વસ્તુ છે કે જેના વિષે આજે પણ ખુબ જ ઓછા લોકો ને ખબર છે. અને આ ફીચર ને વોટ્સએપ ની અંદર શોધવું પણ ખુબ જ અઘરું છે તેવું જણાવવા માં આવે છે. અને તેને શોધવું અને તેને એપ્લાય કરવું એ થોડું ટ્રિકી છે પરંતુ જો તમને આ ફોન્ટ પસન્દ હોઈ તો તે ખુબ જ સારું ફીચર સાબિત થઇ શકે છે. તો જો તમે તમારા મિત્રો ને સરપ્રાઈઝ આપવા માંગતા હોવ તો તમારો મેસેજ `````` મેસેજ``` ટાઈપ કરી અને મોકલી દો.

પિન પોઈન્ટ ચેટ
આ પણ વોટ્સએપ ની અંદર એક એવું ફીચર છે કે જે ખુબ જ અગત્ય નું સાબિત થઇ શકે છે પરંતુ ઘણા બધા લોકો ને તેના વિષે જાણ હોતી નથી. તમને પણ ઘણી બધી વખત એવું લાગતું હશે કે બધા જ મેસેજીસ માંથી અમુક મેસેજીસ ખુબ જ અગત્ય ના હોઈ છે. તો હવે તેમારે તેના વિષે ચિંતા કરવા ની જરૂર નથી વોટ્સએપ દ્વારા આ ફીચર લોન્ચ કરવા માં આવ્યું છે કે જેના કારણે તમે જે મેસાજીસ ને પિન કરી રાખશો તે ચેટ ની અંદર ટોચ માં બતાવવા માં આવશે. અને કોઈ પણ મેસેજ ને પિન કરવા માટે એન્ડ્રોઇડ યુઝર્સે માત્ર જેતે મેસેજ પર લોન્ગ પ્રેસ કરી અને તે મેસેજ ને પિન કરવા નું રહેશે. અને આઇઓએસ યુઝર્સ ને મેસેજ ની જમણી તરફ સવેપ કરવા નું રહેશે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190