વોટ્સએપના આ નવા ફીચરને કારણે કોઈ પણ વ્યક્તિ તમને કોઈપણ ગ્રુપની અંદર એડ નહીં કરી શકે

By Gizbot Bureau
|

આ વર્ષે પ્રખ્યાત ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ દ્વારા ઘણા બધા નવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યા હતા. જેની અંદર સૌથી વધુ ઉપયોગી ફીચર એ હતું કે વોટ્સએપ નું નવું ગ્રુપ પ્રાઇવસી ફીચર, જેની અંદર હવે યુઝર્સ નક્કી કરી શકશે કે તેઓને કયા ગ્રુપમાં જોડાવું છે અને કેમાં જોડાવું નથી.

વોટ્સએપના આ નવા ફીચરને કારણે કોઈ પણ વ્યક્તિ તમને કોઈપણ ગ્રુપની અંદર

અત્યાર સુધી એવું હતું કે કોઈ પણ વ્યક્તિ તમને કોઈપણ ગ્રુપની અંદર એડ કરી શકતું હતું અને તેની અંદર તમારી પાસે માત્ર એક જ વિકલ્પ વધતો હતો કે જો તમે તે ગ્રુપમાં રહેવા માંગતા ન હો તો તમારે તે ગ્રુપ ને છોડી દેવું પડે છે. પરંતુ થોડા સમય પહેલાં જ વોટ્સએપ દ્વારા એક નવા ફીચરને લોન્ચ કરવામાં આવ્યું હતું જેની અંદર તેઓએ યુઝર્સને વોટ્સએપ ગ્રૂપ પર વધુ કંટ્રોલ આપ્યો હતો.

આ ફીચરનો લાભ લેવા માટે યુઝર્સે વોટ્સએપ નું લેટેસ્ટ પીચર ડાઉનલોડ કરવું પડશે કે જે એન્ડ્રોઈડ માટે વર્ઝન 2.19.308 છે અને આઇફોન માટે તે 2.19.112 છે. અને આ બંને અપડેટ બંને ગુગલ પ્લે સ્ટોર અને આઇફોન યૂઝર્સ માટે એપ સ્ટોર ની અંદર ઉપલબ્ધ કરી દેવામાં આવ્યા છે.

તેનો ઉપયોગ કઈ રીતે કરવો

જો તમે કોઈ નવી સુવિધાને સક્રિય કરવા માંગો છો, તો તમારે તે વિકલ્પ સક્ષમ કરવાની જરૂર છે જે તમને વોટ્સએપ પર તમારી જૂથ ગોપનીયતા સેટિંગ્સને નિયંત્રિત કરવા દે છે. પ્રથમ, "સેટિંગ્સ" વિકલ્પ પર જાઓ અને પછી 'એકાઉન્ટ' પર ટેપ કરો. તે પછી, "ગોપનીયતા" પર ક્લિક કરો અને "જૂથો" વિકલ્પ પસંદ કરો. ત્યાં પસંદ કરવા માટે ત્રણ વિકલ્પો હશે: "દરેક જણ", "મારો સંપર્કો" અથવા "મારા સંપર્કો સિવાય". તમે તમારી પસંદગી પ્રમાણે વિકલ્પ પસંદ કરી શકો છો.

માય કોન્ટેક ની અંદર એક વિકલ્પ આપવામાં આવશે જેની અંદર જણાવવામાં આવ્યું હશે કે જે કોન્ટેક ને તમારા ફોનની અંદર સેવ કરવામાં આવ્યા છે માત્ર તે જ લોકો તમને કોઈપણ ગ્રુપની અંદર એડ કરી શકે છે. બીજો વિકલ્પ એવું આપવામાં આવશે કે માય કોન્ટેક્ટ એક્સપ્ત જેની અંદર હે કોન્ટેક ને તમારા ફોનની અંદર સેવ કરવામાં આવ્યા છે તે લોકો પણ જ્યારે તમને કોઈ પણ ગ્રુપની અંદર એડ કરવા માગતા હશે તેની પહેલાં તમારું એપ્રુવલ લેવું પડશે.

જો તમે 'મારો સંપર્કો સિવાય' પસંદ કરો છો, તો એડમિન તમને વોટ્સએપ પર ઉપલબ્ધ કોઈપણ રેન્ડમ જૂથમાં ઉમેરી શકશે નહીં. એડમિનિરે તમને જૂથમાં જોડાવાની પસંદગી આપીને, વ્યક્તિગત ચેટ દ્વારા તમને ખાનગી આમંત્રણ મોકલવાની જરૂર છે. આમંત્રણ સમાપ્ત થાય તે પહેલાં તમારી પાસે આમંત્રણ સ્વીકારવા માટે ત્રણ દિવસનો સમય હશે, વોટ્સએપ એક અખબારી યાદીમાં કહે છે.

માય કોન્ટેક્ટ એક્સસેપ્ત ની અંદર એક વાત ની ખાસ નોંધ લેવી જરૂરી છે કે તેની અંદર પણ યુઝર્સ ને બે વિકલ્પ આપવા માં આવે છે કે તેની અંદર તે કોઈ એક ચોક્કસ કોન્ટેક્ટ ને એક્સક્લૂડ કરવા ની અનુમતિ આપે અથવા સિલેક્ટ ઓલ નો પણ વિકલ્પ આપવા માં આવે છે.

Best Mobiles in India

English summary
New WhatsApp Feature Will Stop You Adding To An Unknown Group

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X