Tecno Phantom X2, X2 Pro ફોન થયા લોન્ચ, જાણો કિંમત

|

Tecno Phantom X2 સિરીઝના સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થઈ ચૂક્યા છે. આ સિરીઝમાં કંપનીએ બે સ્માર્ટ ફોન Tecno Phantom X2 અને Tecno Phantom X2 Pro સામેલ છે. સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ બંને ફોન 120 હર્ટ્ઝની AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. આ ઉપરાં, બંને ફોનમાં MediaTek Dimensity 9000 5G પ્રોસેસર મળી રહ્યું છે. આ બંને ફોનમાં ફરક રેમ અને કેમેરા ડિપાર્ટમેન્ટનો છે. કેમેરા અને રેમ બંને મોડેલમાં જુદા જુદા છે.

Tecno Phantom X2, X2 Pro ફોન થયા લોન્ચ, જાણો કિંમત

Tecno Phantom X2 અને Tecno Phantom X2 Proની કિંમત

કંપનીએ Tecno Phantom X2ની કિંમત SAR 2699 રાખી છે, જે ભારતીય રૂપિયામાં લગભગ 59,200 થવા જાય છે. આ કિંમત ફોનના 8 જીબી રેમ અને 256 સ્ટોરેજ વેરિયંટની છે. જ્યારે Tecno Phantom X2 proની વાત કરીએ તો આ ફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત SAR 3,499 એટલે કે ભારતીય રૂપિયામાં 76,700 રૂપિયા થવા જાય છે. Tecno Phantom X2 ભારતમાં આ જ મહિનાના અંતમાં લોન્ચ થઈ શકે છે. જ્યારે Tecno Phantom X2 pro આગામી વર્ષે લોન્ચ થશે.

જાણો કેમ આ બંને સ્માર્ટ ફોન છે ખાસ

આગળ જણાવ્યા પ્રમાણે બંને સ્માર્ટફોનના ઘણા ફીચર્સ એક સરખા છે. આ ફોન Android 12 બેઝ્ડ His 12.0 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. બંને ફોનની ડિસ્પ્લે પેનલ એક જેવી છે. આ બંને સ્માર્ટ ફોન 6.8 ઈંચની Full HD+ કર્વ્ડ AMOLED ડિસ્પ્લે ધરાવે છે. આ બંને સ્માર્ટફોનમાં કોર્નિંગ ગોરિલ્લા વિક્ટસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.

જાણો રેમ અને સ્ટોરેજ કેપેસિટી

આ ઉપરાંત બંને સ્માર્ટફોનમાં MediaTek Dimensity 9000 5G પ્રોસેસર આપવામાં આવ્યું છે. રેમ મામલે બંને ફોન એકબીજા કરતા જુદા પડે છે. Tecno Phantom X2 ફોનમાં 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ આપવામાં આવ્યુ છે, જ્યારે Tecno Phantom X2 pro વર્ઝનમાં 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મળશે. આ બંને ફોનની રેમ 5 જીબી વર્ચ્યુઅલી વધારી શકાય છે.

ફોટોગ્રાફી માટે Tecno Phantom X2માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે. આ કેમેરા સેટઅપમાં મુખ્ય કેમેરા 64 મેગાપિક્સલનો છે, જેમાં OIS સપોર્ટ મળે છે. આ ઉપરાંત બીજો એક કેમેરા 13 મેગાપિક્સલનો અને ત્રીજો કેમેરા 2 મેગાપિક્સલનો મળશે.

પહેલો પોટ્રેઈટ લેન્સ કેમેરા

જ્યારે પ્રો મોડેલમાં પ્રાઈમરી કેમેરા 50 મેગાપિક્સલનો છે. આ ઉપરાંત તેમાં બાકીના બે કેમેરા અનુક્રમે 13 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલના છે. આ ફોનમાં મોબાઈલ વર્લ્ડમાં પહેલીવાર 50 મેગાપિક્સલનો પોપ અપ પોટ્રેઈટ લેન્સ આપવામાં આવ્યો છે. જ્યારે ફ્રન્ટ સાઈડ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32 મેગાપિક્સલનો કેમેરા મળે છે. બંને સ્માર્ટફોન 5160 mAhની બેટરી કેપેસિટી ધરાવે છે, જે 45 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Best Mobiles in India

Read more about:
English summary
New Smartphone Tecno Phantom x2 Launched Know Price Features

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X