Just In
રેલવે દ્વારા યાત્રીઓ ને રાત્રી ના સમય પર ઇલેક્ટ્રોનિક ડીવાઈસ ચાર્જ કરવા ની અનુમતિ આપવા માં આવશે નહિ
સાવચેતી માટે ના પગલાંઓ ની અંદર ભારતીય રેલવેઝ દ્વારા એક ડાઇરેકટીવ સાથે આવી શકે છે જેની અંદર યાત્રીઓ ને રાત્રી ના સમય પર મોબાઈલ ફોન, લેપટોપ વગેરે જેવી વસ્તુઓ ને ચાર્જ કરવા ની અનુમતિ આપવા માં નહિ આવે. અને અમુક રિપોર્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે જે પોર્ટ ની અંદર આ પ્રકાર ના ડીવાઈસ ને ચાર્જ કરવા માં આવે છે તેને રાત્રી ના 11 થી સવાર ના 5 વાગ્યા સુધી બંધ કરી દેવા માં આવશે. ઘણા બધા ટ્રેન ની અંદર આગ લાગવા ના કિસ્સા બાદ આ નિર્ણય ને લેવા માં આવેલ છે.

દહેરાદુન બાઉન્ડ ના શતાબ્દી એક્સપ્રેસ ની અંદર થોડા સમય પહેલા આગ લાગી હતી, કે જેનું કારણ 13 માર્ચ ના રોજ થયેલા શોર્ટ સર્કિટ ને જણાવવા માં આવે છે. અને તેના લગભગ 6 દિવસ પછી રાંચી સ્ટેશન પર ઉભી રહેલી ગુડ્સ ટ્રેન ના એન્જીન ની અંદર આગ લાગી હતી.
વેસ્ટર્ન રેલવેઝ દ્વારા આ નવા નિર્યણ પર કામ શરૂ કરી દેવા માં આવેલ છે અને 16 માર્ચ થી તેઓ એ આ રાત્રી ના સમય દરમ્યાન તે બધા જ પોર્ટ્સ ની અંદર પાવર સપ્લાય બંધ કરી દીધેલ છે. જેના વિષે વેસ્ટર્ન રેલવેઝ ના સીપીઆરઓ સુમિત ઠાકુર દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, બધા જ રેલવેઝ ને રેલવે બોર્ડ દ્વારા ઇન્સ્ટ્રક્શન આપવા માં આવેલ છે, અને અમે તેનો અમલ કરવા નું 16 મી માર્ચ ના રોજ થી શરૂ કરી દીધેલ છે.
અને સાથે સાથે રેલવેઝ દ્વારા સ્મોકિંગ અને બળતરા પદાર્થ સાથે રાખવા માં આવે છે તેના પર પણ અમુક પગલાં લેવા નું નક્કી કર્યું છે જેના કારણે તાજેતર ની અંદર અમુક આગ લાગવા કિસ્સા સામે આવ્યા હતા.
અને ભારતીય રેલવેઝ દ્વારા ઝોનલ રેલવેઝ ને ઇન્સ્ટ્રક્શન આપવા માં આવેલ છે કે દરેક સ્ટેક હોલ્ડર્સ, ને 7 દિવસ માટે એક ખુબ જ ઇન્ટેસિવ અવેરનેસ ડ્રાઈવ નું આયોજન કરવા માં આવે જેની અંદર રેલવેઝ યુઝર્સ અને કર્મચારીઓ નો પણ સમાવેશ થાય છે. જેની અંદર આગ ન લાગે તેના માટે ક્યાં ક્યાં પગલાં લેવા જોઈએ તેના વિષે માહિતગાર કરવા માં આવશે.
રેલવેઝ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે ટ્રેન ની અંદર જ્વલનશીલ પદાર્થ ને સાથે રાખવા પર સકેશન 164 રેલવેઝ એક્ટ ની અંદર ગુનો નોંધવા માં આવશે અને ગુનેહગાર ને 3 વર્ષ સુધી ની જેલ અથવા રૂ. 1000 નું ફાઈન અથવા બંને થઇ શકે છે અને સાથે સાથે સેક્શન 165 ની અંદર રૂ. 500 નું ફાઈન પણ લગાવવા માં આવશે.
બંગ્લોર હઝુર સાહેબ નાંદેડ એક્સપ્રેસ ની અંદર જયારે વર્ષ 2014 ની અંદર આગ લાગી હતી ત્યાર પછી તુરંત જ રેલવે સેફટી ના કમિશનર દ્વારા જણાવવા માં આવ્યું હતું કે રાત્રે 11 વાગ્યા થી સવારે 5 વાગ્યા સુધી આ ચાર્જિંગ પોર્ટ્સ ને બંધ કરી દેવા જોઈએ. અને રેલવે દ્વારા દરેક રેલવે ઝોન ને આ સૂચના મોકલી દેવા માં આવેલ છે. અને ઇલેક્ટ્રોનિક ડીવાઈસ ના ઓવર ચાર્જિંગ ના કારણે ઘણી બધી વખત આગ લાગવા ના કિસ્સા ટ્રેન ની અંદર પણ આવતા રહેતા હોઈ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470