Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Netflix Profile Transfers Featureનો આ રીતે કરો ઉપયોગ
નેટફ્લિક્સે પોતાના પ્લેટફોર્મ પર એક નવા ફીચરની જાહેરાત કરી છે. આ ફીચર પ્રોફાઈલ ટ્રાન્સફર ફીચર તરીકે ઓળખવામાં આવશે. આ નવા ફીચર દ્વારા યુઝર્સ પોતાના નેટફ્લિક્સ પ્રોફાઈલની કેટલીક માહિતી જેમ કે પર્સનલાઈઝ્ડ રેકમેન્ડેશન્સ, વૉચ હિસ્ટ્રી, માય લિસ્ટ, સેવ્ડ ગેમ્સ સહિતના સેટિંગ્સ એક નવા અકાઉન્ટમાં શૅર કરી શક્શે.

ભારતમાં ઘણા યુઝર્સ એક જ પાસવર્ડથી એક જ નેટફ્લિક્સ અકાઉન્ટ જુદા જુદા ડિવાઈસમાં યુઝ કરે છે. યુઝર્સ પોતાના મિત્રો, ફેમિલી મેમ્બર્સ, કલિગ્સ સાથે પોતાના નેટફ્લિક્સ અકાઉન્ટનો પાસવર્ડ શૅર કરે છે. જેને કારણે એક જ વ્યક્તિના ખર્ચે એક જ અકાઉન્ટના પૈસા આપીને વધારે લોકો નેટફ્લિક્સનું કન્ટેન્ટ જોઈને મનોરંજન મેળવી શકે છે. યુઝર્સ જ્યારે આવું એક જ અકાઉન્ટ વાપરે છે, ત્યારે તેઓ પોતાનું વૉચ લિસ્ટ, અને પર્સનલાઈઝ્ડ રેકમેન્ડશેન્સ પોતાની પસંદગી-નાપસંદગીને આધારે નક્કી કરી શકે, તે માટે નેટફ્લિક્સ દ્વારા નવું ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચર બધા જ યુઝર્સ માટે કોમન હશે, એટલે કે જો કોઈ યુઝર પોતાનો પાસવર્ડ બીજા સાથે શૅર કરે છે, તો તેવા યુઝર્સ માટે થોડી મુશ્કેલી સર્જાઈ શકે છે. કોઈ પણ યુઝર નહીં ઈચ્છે કે તેમના નેટફ્લિક્સ અકાઉન્ટમાં તેમના એવા ફ્રેન્ડ્ઝનું નામ હોય, જેમની સાથે તેઓ હવે મિત્રો નથી રહ્યા.
આવી સ્થિતિ માટે જ કંપની દ્વારા નવું પ્રોફાઈલ ટ્રાન્સફર ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે, જેને કારણે જે યુઝર્સ પૈસા નથી ભરતા તેઓ પોતાનો પર્સનલાઈઝ્ડ ડેટા નવું અકાઉન્ટ બનાવીને તેમાં ટ્રાન્સફર કરી શક્શે. એટલે કે તેઓ બીજા કોઈના અકાઉન્ટમાં જે કન્ટેન્ટ જોતા હતા, તે જ વૉચ લિસ્ટ તેમને નવા અકાઉન્ટમાં પણ મળશે.
નેટફ્લિક્સે આ ફીચરને આખા વિશ્વમાં એક સાથે રોલઆઉટ કર્યું છે. કંપનીનું કહેવું છે કે જ્યારે યુઝર્સના અકાઉન્ટમાં આ ફીચર મળશે, ત્યારે તે યુઝરને આ માટેની નોટિફિકેશન પણ આપવામાં આવશે.
જો તમારે પણ નેટફ્લિક્સના આ નવા ફીચરનો ઉપયોગ કરો છે, તો બસ તમારે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.
1. તમારા વેબબ્રાઉઝરમાં નેટફ્લિક્સ ઓપન કરો, અને તમારે જે પ્રોફાઈલમાંથી ડેટા લેવો છે, તે પ્રોફાઈલમાં લોગ ઈન કરો.
2. નેટફ્લિક્સમાં અકાઉન્ટ પેજ પર જાવ. અકાઉન્ટનુ ઓપ્શન તમને હોમ પેજ પર પ્રોફાઈલના ડ્રોપડાઉન મેન્યુમાં મળશે.
3. હવે પ્રોફાઈલ્સ એન્ડ પેરેન્ટલ કંટ્રોલ સેક્શન પર ક્લિક કરો.
4. તમારે જે પ્રોફાઈલનું નવું અકાઉન્ટ બનાવવું છે તેના પર ક્લિક કરો.
5. હવે ટ્રાન્સફર પ્રોફાઈલ સેક્શનમાં ટ્રાન્સફર લિંક પર ક્લિક કરો.
6. તમારે નવા અકાઉન્ટ માટે જે ઈમેઈલ આઈડી અને પાસવર્ડ વાપરવાના છે, તે ઈનપુટ કરો.
7. હવે સ્ક્રીન પર તમને જે સૂચના આપવામાં આવે છે, તે મુજબ આગળ વધતા જાવ, તમારું નવું અકાઉન્ટ તૈયાર થઈ જશે.
બસ, આટલું કરતા જ તમે જૂના જે શોઝ જોતા હતા, અદ્દલ એ તમામ શોઝ તમને તમારા નવા અકાઉન્ટમાં મળી જશે. જો કે આ સાથે એ પણ ચર્ચાઈ રહ્યું છે કે એવા અકાઉન્ટ જે પોતાના પાસવર્ડ બીજા સાથે શૅર કરે છે, તેમના માટે નેટફ્લિક્સ વધારે ચાર્જ લઈ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications