આ સરળ રીતે મેળવો Netflix, Amazon Primeની મેમ્બરશિપ ફ્રી

By Gizbot Bureau
|

વિશ્વ સતત મોટાપાયે બદલાઈ રહ્યું છે. જુદા જુદા ક્ષેત્રે આવી રહેલા પરિવર્તનની સાથે સાથે મનોરંજનના વિકલ્પો પણ બદલાઈ રહ્યા છે. ક્યારે લોકો ટીવીથી લઈને ઓટીટી પર પહોંચી ગયા તે ખબર જ નથી પડી. હાલ કરોડો લોકો ટીવી છોડીને પોતાના મોબાઈલ, લેપટોપ કે ટેબલેટમાં પોતાને ગમતી ફિલ્મો, વેબસિરીઝ કે રિયાલિટી શો જોવાનો આનંદ માણી રહ્યા છે.

આ સરળ રીતે મેળવો Netflix, Amazon Primeની મેમ્બરશિપ ફ્રી

આજે અમે તમારા માટે કેટલીક એવી રસપ્રદ રીતો લઈને આવ્યા છીએ, જેનાથી તમને નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, વૂટ, ઝીફાઈવ, ડિઝની+ હોટસ્ટાર જેવી ઓટીટી એપ્સનું સબસ્ક્રીપ્શન સાવ ફ્રીમાં મેળવી શકો છો.

Vodafone (Vi) Free OTT Subscription

વોડાફોન પોતાના મોબાઈલ યુઝર્સને નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ ઓટીટી સબસ્ક્રીપ્શન ફ્રીમાં આપી રહી છે. 1099 રૂપિયા પ્રતિ મહિનાની કિંમતે મળતો વોડાફોન રેડએક્સ પોસ્ટ પેઈડ સેક્યુલર પ્લાન ફ્રી વોઈસ કોલ અને ઈન્ટરનેટની સાથે સાથે એક વર્ષ માટે ફ્રી નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, ઝીફાઈવ અને વોડાફોન પ્લે એપ મેમ્બરશિપ આપે છે.

તો વોડાફોન પ્રીપેઈડના 355 રૂપિયા, 405 રૂપિયા, 595 રૂપિયા અને 795 રૂપિયાવાળા પ્લાનમાં ઝીફાઈવનું સબસ્ક્રીપ્શન ફ્રી મળી રહ્યું છે.

Jio Free OTT Subscription

જીયો રૂપિયા 399, 599, 799ની કિંમતના જુદા જુદા પ્રીમિયમ પ્લાન્સ આપી રહી છે. જેમાં યુઝર્સને નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વીડિયો અને ડિઝની+હોટસ્ટારની મેમ્બરશિપ ફ્રી મળે છે.

ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જીયોના તમામ પોસ્ટપેઈડ પ્લાન સાથે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વીડિયો અને ડિઝની હોટસ્ટાર વીઆઈપી સબસ્ક્રિપ્શન ફ્રી મળી રહ્યું છે. આ પ્લાન્સની કિંમત 399, 599, 799, 999 અને 1,499 રૂપિયા છે.

તો રિલાયન્સ જીયોના કેટલાક પ્રિપેઈડ પ્લાન્સની સાથે ડિઝની હોટસ્ટારનું સબસ્ક્રીપ્શન ફ્રી મળે છે. જો તમારે નેટફ્લિક્સ અને પ્રાઈમ વીડિયોનું સબસ્ક્રીપ્શન પણ જોઈએ છે, તો તમારે જીયો પોસ્ટપેઈડ લેવું પડશે. 401 રૂપિયાના જીયો પ્રીપેઈડ પ્લાનમાં દરરોજ 3 જીબી, વધારાનું 6 જીબી અને અનલિમિટેડ વોઈસ કોલ, રોજે રોજ 100 મેસેજની સાથે ડિઝની હોટસ્ટારનું સબસ્ક્રીપ્શન મળે છે.

એરટેલ

એરટેલના 499 રૂપિયાના પોસ્ટપેઈડ પ્લાનમાં રોલ ઓવરની સુવિધા છે. સાથે જ તેમાં 75 જીબીનો FUP ડેટા પણ મળે છે. જો કે આ પ્લાનની બેસ્ટવાત એ છે કે તેમાં અનલિમિટેડ કોલિંગ, રોજના 100 મેસેજ, એરટેલ થેન્ક્સ રિવોર્ડ્ઝની સાથએ સાથે એમેઝોન પ્રાઈમ વીડિયો અને ડિઝની હોટસ્ટાર વીઆઈપીનું એક વર્ષનું એક્સેસ નિઃશુલ્ક મળી રહે છે. જીયોના પોસ્ટપેઈડ પ્લાનની જેમ એરટેલ પોસ્ટ પેઈડ પ્લાનમાં નેટફ્લિક્સની સુવિધા નથી આપતું.

BSNL

BSNL પોતાના FTTH ઈન્ટરનેટ અને પ્રીપેઈડ મોબાઈલ ગ્રાહકોને ડિઝની હોટસ્ટારની ફ્રી મેમ્બરશિપ આપી રહ્યું છે. જ્યારે તમે BSNL સુપરસ્ટાર 300 ઈન્ટરનેટ પ્લાન ખરીદો છો, ત્યારે તમને ડિઝની હોટસ્ટારની વીઆઈપી મેમ્બરશિપ ફ્રી મળે છે. આ સબસ્ક્રીપ્શનમાં તમને 50 MBPSની ટોપ સ્પીડની સાથે સાથે અનલિમિટેડ રોમિંગ, 300 જીબી ડેટા મળે છે. આ સુપરસ્ટાર 300 પેકેજની વાર્ષિક કિંમત 8,239 રૂપિયા છે.

Best Mobiles in India

Read more about:
English summary
Netflix amazon prime Disney hotstar subscription get free know how

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X