ભારતમાં Netflixના પ્લાન હજી પણ થઈ શકે છે સસ્તા, Netflix લૉન્ચ કરશે આ ખાસ સબસ્ક્રીપ્શન

By Gizbot Bureau
|

આમ તો વિશ્વભરની સરખામણીએ ભારતમાં Netflixના મેમ્બરશિપ પ્લાન ખૂબ જ સસ્તા છે. પરંતુ ભારતમાં અવેલેબલ અન્ય OTT પ્લેટફોર્મની સરખામણીએ તે વધારે છે. હાલ ભારતમાં તમામ ડિજિટલ પ્લેટફોર્મ વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે, અને નેટફ્લીક્સ આ રેસમાં આગળ રહેવા માટે ખાસ પ્લાન પર કામ કરી રહ્યું છે. થોડા સમય પહેલા ચર્ચા હતી કે નેટફ્લિક્સ એડ બેઝ્ડ પ્લાન લોન્ચ કરવા જઈ રહ્યું છે. હવે ખુદ નેટફ્લિક્સે આ વાત પર સત્તાવાર મહોર મારી છે.

ભારતમાં Netflixના પ્લાન હજી પણ થઈ શકે છે સસ્તા

આવી રહ્યા છે નેટફ્લિક્સના એડ-બેઝ્ડ પ્લાન

ભારતમાં નેટફ્લિક્સ માટે ટોપ પર રહેવું ખૂબ જ પડકારજનક સાબિત થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં પહેલીવાર નેટફ્લિક્સે લગભગ 2 લાખ જેટલા સબસ્ક્રાઈબર્સ ગુમાવ્યા હતા. હવે તેમની નવી સ્ટ્રેટેજી ઓટીટી પ્લેટફોર્મના ડાઈનેમિક્સ જ બદલી શકે છે. અત્યાર સુધી નેટફ્લિક્સ તેના પ્લેટફોર્મ પર જાહેરાત દર્શાવવાના સખત વિરોધમાં હતું. પરંતુ એમેઝોન પ્રાઈમ, ડિઝની હોટસ્ટાર, સોની લીવ સહિતના પ્લેટફોર્મ્સ સામે ટકી રહેવા નેટફ્લિક્સ આ પગલું ભરવા જઈ રહ્યું છે.

એન્ગેજેટન આપેલા એક ઈન્ટરવ્યુમાં નેટફ્લિક્સના પ્રવક્તાએ કહ્યું છે કે,'અમે હજી પણ સસ્તા પ્લાન કેવી રીતે લોન્ચ કરવા, એડ બેઝ્ડ વર્ઝન લોન્ચ કરવું તેના પર વિચાર કરી રહ્યા છીએ. હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. એટલે હાલ તો બધું જ અંદાજા પર છે.'

આ નિવેદન મુજબ નેટફ્લિક્સ તેના પ્લેટફોર્મ પર એડ-બેઝ્ડ પ્લાન લોન્ચ કરવા પર વિચાર તો કરી જ રહ્યું છે. અન્ય એક રિપોર્ટમાં કો-સીઈઓ ટેડ સારાન્ડોઝને ટાંકીને પણ કહેવામાં આવ્યું છે કે કેન્સ લાઈન્સ એડવર્ટાઈઝિંગ ફેસ્ટિવલમાં આ જ બાબતે વિચાર થઈ રહ્યો છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે ભારતમાં એવા કરોડો પોટેન્શિયલ ગ્રાહકો છે, જે માને છે કે OTT ખૂબ જ ખર્ચાળ છે, અને નેટફ્લિક્સ આ ગ્રાહકોથી વંચિત છે.

પોતાના પ્લેટફોર્મ પર જાહેરાત દર્શાવવાથી નેટફ્લિક્સ તેના પ્લાન થોડા સસ્તા કરી શક્શે. સારાન્ડોસનું માનવું છે કે, જો પ્લાન સસ્તા હશે, તો વધારે લોકો સબસ્ક્રાઈબ કરશે, લોકોને થોડી કજાહેરાત જોવામાં કશો વાંધો નથી. આ ઉપરાંત નેટફ્લિક્સ જાહેરાતો પરથી વધુ રેવન્યુ પણ જનરેટ કરી શક્શે.

શું ભારતમાં પ્લાન થશે સસ્તા?

રિપોર્ટ્સ મુજબ નેટફ્લિક્સ હાલ ગૂગલ સહિત અન્ય પ્લેટફોર્મ સાથે એડ ઉમેરવા અંગે વાતચીત કરી રહ્યું છે. નેટફ્લિક્સ Roku સાથે પણ ચર્ચા કરીને સબસ્ક્રાઈબર્સને ઓછી કિંમતે એડ બેઝ્ડ પ્લાન આપવા વિચારણા કરી રહ્યું છે. હાલ ભારતમાં નેટફ્લિક્સનો સૌથી સસ્તો પ્લાન મોબાઈલ માટે છે, જે માસિક રૂ.149ની કિંમતથી શરૂ થાય છે. જો નેટફ્લિક્સ પોતાના પ્લેટફોર્મ પર જાહેરાત દર્શાવવાનું શરૂ કરશે, તો ભારતમાં ડિજિટલ પ્લેટફોર્મની દુનિયામાં મોટું પરિવર્તન આવશે.

ભારતમાં નેટફ્લિક્સને ડિઝની હોટસ્ટાર, સોની લીવ, એમેઝોન પ્રાઈમ, વૂટ સહિતના પ્લેટફોર્મ તગડી હરિફાઈ આપી રહ્યા છે. પરિણામે નેટફ્લિક્સ પોતાની સ્ટ્રેટેજી બદલવા મજબૂર બન્યું છે. જો કે હજી સુધી નક્કી નથી કે નેટફ્સિક્સ સસ્તા પ્લાન લોન્ચ કરશે કે પછી એડ બેઝ્ડ ફ્રી વર્ઝન લોન્ચ કરશે. ઓરિજિનલ અને યુનિક કન્ટેન્ટ જોવાના શોખીન લોકો આ સસ્તા પ્લાનને સબસ્ક્રાઈબ કરશે, તો નેટફ્લિકના યુઝર્સની સંખ્યા મોટાપાયે વધી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Netflix Ad-Based Subscription Confirmed; Will Netflix Plans Get Cheaper In India?

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X