Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Reels બનાવશો તો સરકાર આપશે એવોર્ડ, આ રીતે કરો અપ્લાય
ભારત સરકાર તરફથી નવી પેઢીના ક્રિએટર્સ અને ઈન્ફ્લુએન્સર્સને નેશનલ ક્રિએટર્સ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારના કહેવા પ્રમાણે આ એવોર્ડ આપવાનો ઉદ્દેશ્ય ક્રિએટર્સને ઓળખ આપવાનો તેમજ દેશની ડિજિટલ ક્રિએટર ઈકોનોમીનું સન્માન કરવાનો છે. આ એવોર્ડ અલગ અલગ 20 કેટેગરીમાં આપવામાં આવશે. આ એવોર્ડ માટેના નોમિનેશન્સ શરૂ થઈ ચૂક્યા છે.

મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટીએ આ એવોર્ડની જાહેરાત કરી છે. આ જાહેરાત કરવા દરમિયાન સરકારનું કહેવું છે કે નેશનલ ક્રિએટર્સ એવોર્ડનો ઉદ્દેશ્ય એવી અલગ અલગ ટેલેન્ટ અને વિચારોનું સન્માન કરવાનું છે, જે ભારતના વિકાસ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહ્યા છે. જે ક્રિએટર્સ ડિજિટલ દુનિયામાં સકારાત્મક સામાજિક પરિવર્તન ઉપરાંત ઈનોવેશન અને ક્રિએટિવિટીને પ્રોત્સાહન આપી રહ્યા છે, આ એવોર્ડ તેવા ક્રિએટર્સ માટે છે.
MyGov India તરફથી મળશે એવોર્ડ
કેન્દ્ર સરકારે આપેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ક્રિએટર ઈકોનોમીની અસર અને સામાજિક પરિવર્તનમાં તેમના સહયોગનો ઉલ્લેખ કરતા રહે છે. આ દિશામાં આગળ વધતા, MyGov India તરફથી નેશનલ ક્રિએટર્સ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ એવોર્ડ ડિજિટલ ઈનોવેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સને ઓળખ આપશે.
ક્રિએટર્સ એવોર્ડ માટે આ રીતે અપ્લાય કરો.
નેશનલ ક્રિએટર્સ એવોર્ડઝ માટે ઈન્ફ્લુએન્સર્સ અથવા ક્રિએટર્સ MyGov વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે. આ માટે તમારે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.
સ્ટેપ 1. સૌથી પહેલા https://innovateindia.mygov.in/national-creators-award-2024/વેબસાઈટ પર જાવ.
સ્ટેપ 2. અહીં તને વાદળી રંગનું Nominate Now બટન જોવા મળશે.
સ્ટેપ 3. જ્યાં તમારે નામ અને રાષ્ટ્રીયતા જણાવવાની છે, જે બાદ ઓટીપીની મદદથી લોગઈન કરી શક્શો.
સ્ટેપ 4. હવે તમારે એક યોગ્ય કેટેગરી સિલેક્ટ કરવાની છે, જે બાદ તમારે જરૂરી માહિતી ઈનપુટ કરવાની છે અને સોશિયલ મીડિયા અકાઉન્ટ્સની લિંક શૅર કરવાની છે.
સ્ટેપ 5. હવે છેલ્લે તમારે Apply બટન પર ક્લિક કરવાનું છે.
આ કેટેગરીઝમાં મળશે એવોર્ડ્ઝ
સરકાર જે કેટેગરીમાં એવોર્ડ આપવાની છે, તે યાદીમાં બેસ્ટ સ્ટોરીટેલર એવોર્ડ, ધ ડિસરપ્ટર ઓફ ધી યર, સેલેબ્રિટી ક્રિએટર ઓફ ધી યર, ગ્રીન ચેમ્પિયન એવોર્ડ, બેસ્ટ ક્રિએટર ફોર સોશિયલ ચેન્જ અને મોસ્ટ ઈમ્પેક્ટફુલ એગ્રી ક્રિએટરની કેટેગરી સામેલ છે. આ લિસ્ટ તમે MyGov વેબસાઈટ પર જોઈ શકો છો. આ એવોર્ડ માટે અપ્લાય કરવાની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications