એમડબ્લ્યુસી 2017: વર્ષ 2017, પોકેમોન ગો 3 નવા અપડેટ લોન્ચ કરશે

Posted By: anuj prajapati

આ વર્ષે પોકેમોન ગો વધુ મોટું અને સારું બનવા જઈ રહ્યું છે. જોન હંકે, જેઓ નિએન્ટિક લેબમાં સીઈઓ છે. તેમને જાહેરાત કરી છે કે આવનારા મહિનામાં ત્રણ ખુબ જ મેજર અપડેટ કરવામાં આવશે. આ જાહેરાત હાલમાં બાર્સેલોના, સ્પેનમાં ચાલી રહેલી એમડબ્લ્યુસી 2017 ટેક્નોલોજી ઇવેન્ટમાં કરવામાં આવી છે.

એમડબ્લ્યુસી 2017: વર્ષ 2017, પોકેમોન ગો 3 નવા અપડેટ લોન્ચ કરશે

પરંતુ જોન હંકે ઘ્વારા પુરેપુરી માહિતી આપવામાં નથી આવી કે તેઓ કેવા પ્રકારના નવા અપડેટ લઈને આવી રહ્યા છે. તેમના ઘ્વારા આવનારા ત્રણ નવા ફીચર વિશે હિન્ટ ચોક્કસ આપવામાં આવી છે. જેમાં પ્લેયર Vs પ્લેયર સેશન, પોકેમોન ટ્રેડિંગ અને રીવૉર્કિંગ જમ્સનો સમાવેશ થાય છે.

ધ્યાન આપવા જેવી બાબત છે કે નિએન્ટિક ઘ્વારા હાલમાં એક મેજર અપડેટ કરવામાં આવ્યું છે. જેને જનરેશન 2 નામ આપવામાં આવ્યું છે. જેમાં તેમને યુઝર માટે 80 નવા પોકેમોન હન્ટ કરવા માટે લોન્ચ કર્યા છે. પોકેમોન ગેમ આવતાની સાથે જ ઘણી ફેમસ બની ચુકી છે. તેને 650 મિલિયન કરતા પણ વધુ સ્માર્ટફોન ડિવાઈઝમાં ડાઉનલોડ કરવામાં આવી છે.

આધારકાર્ડ ની મદદથી સરકારી હોસ્પિટલમાં ઓનલાઇન અપોઇમેન્ટ બુક કરો

પોકેમોન ગો છેલ્લા કેટલાક સમયમાં ખુબ જ લોકપ્રિય બની ચુકી છે. લોકોમાં અને ખાસ કરીને બાળકોમાં આ ગેમ પ્રત્યે ખુબ જ ક્રેઝ છે.

જોન હંકે ઘ્વારા માહિતી આપવામાં આવી છે કે તેમની ટીમ હાલમાં એક નવા વર્ઝન પર કામ કરી રહી છે. તેમને જણાવ્યું કે તેમની ટીમ મોબાઈલ ગેમ ઇનગ્રાસ પર કામ કરી રહી છે. હવે જોવાનું છે કે તેમની આ નવી ગેમ પોકેમોન ગો જેવા રેકોર્ડ બનાવી શકે છે કે નહીં.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Pokemon Go game is all set to receive three major updates this year. The news was announced by the creator- John Hanke, CEO of Niantic Labs in the ongoing MWC 2017 in Spain

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot