Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Smartphoneમાં આ 5 એપ્સ ખાસ રાખો, મુશ્કેલ કામ બની જશે સરળ
સ્માર્ટફોન આપણી લાઈફનનો એક જરૂરી હિસ્સો બની ચૂક્યો છે. મોટા ભાગના કામ હવે સ્માર્ટફોનમાં જ થઈ જતા હોય છે. પરંતુ ઘણા એવા યુઝર્સ પણ છે, જે કેટલીક જરૂરી એપ્સ વિશે નથી જાણતા. આજે અમે તમને એવી 5 એપ્સ વિશે વાત કરીશું, જે તમારા રોજબરોજના કામોને ખૂબ જ સરળતાથી ફોન પર જ પતાવી દેશે. આ કામ કરવામાં તમારો થોડોક પણ સમય નહીં બગડે.

મેડિસીન ડિલીવરી એપ
સ્માર્ટફોનમાં આપણે જુદી જુદી ઘણી એપ્સ રાખીએ છીએ, પરંતુ તેમાંથી ઘણી એપ્સ કામની નથી હોતી. પરંતુ ઈમરજન્સી માટે મેડિસીન ડિલીવરી એપ ફોનમાં ઈન્સ્ટોલ્ડ હોવી જરૂરી છે. આવી એપ્સ દ્વારા જરૂરિયાતના સમયે તાત્કાલિક ઘરે દવા મંગાવી શકાય છે.
ડિજીલૉકર એપ
ડિજીલૉકર એપ સરકારી એપ છે. જેની મદદથી તમે ઈ દસ્તાવેજોનું આદાન પ્રદાન કરી શકો છો. આ એપ્સમાં રહેલા ઓનલાઈન દસ્તાવેજો બધી જ જગ્યાએ માન્ય ગણવામાં આવે છે. એવી જ રીતે આ એપ પર તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ સેવ કરી શકાય છે. આમ કરવાથી હાર્ડ કૉપી ડોક્યુમેન્ટ્સની જરૂર નથી પડતી.
ટ્રુ કૉલર એપ
જ્યારે આપણને કોઈ નવા નંબરથી કૉલ આવે છે, ત્યારે તેની ડિટેઈલ્સ જાણવી મુશ્કેલ બની જાય છે. પરંતુ આ કામ ટ્રુ કૉલર એપ દ્વારા સરળતાથી થઈ જાય છે. આ એપ તમને નંબરની સાથે નામ પણ બતાવે છે, જેથી તમે જાણી શકો છો કે કોણ તમને કૉલ કરી રહ્યું છે.
પેમેન્ટ્સ એપ
તમારા ફોનમાં ઓનલાઈન પેમેન્ટ્સ એપ પણ હોવી જરૂરી છે, કારણ કે ઘણીવાર એવું બને છે કે કેટલીક જગ્યાએ તમારી પાસે કૅશ ખૂટી જાય છે. જેને કારણે આપણે વસ્તુ ખરીદવામાં કે સર્વિસ મેળવવામાં મુસ્કેલીમાં મૂકાઈ જઈએ છીએ. આવી સ્થિતિમાં જો તમારા ફોનમાં પેમેન્ટ્સ એપ ઈન્સ્ટોલ્ડ હોય તો તમે કોઈ પણ જગ્યાએ પેમેન્ટ સરળતાથી કરી શકો છો.
યુટ્યુબ
એવી માન્યતા છે કે યુટ્યુબ એપ એન્ટરટેઈનમેન્ટ મેળવવા માટે છે. પરંતુ હકીકતમાં યુટ્યુબનો ઉપયોગ તમે ઘણી અગત્યની જાણકારી મેળવવા માટે પણ કરી શકો છો. યુટ્યુબ પર બધા જ પ્રકારનું કન્ટેન્ટ અવેલેબલ છે. જો તમને કોઈ ટોપિક વિશે ખ્યાલ નથી કે તમારે કોઈ નવું કામ કરવું છે, કોઈ ટાસ્ક કરવા છે, જેના વિશે તમને આઈડિયા નથી, તો તમે યુટ્યુબ પર તેને લગતા વીડિયો સર્ચ કરીને જરૂરી માહિતી મેળવી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications