Twitterનો બદલાઈ ગયો લોગો, પરિવર્તન પાછળ આ છે કારણ

By Gizbot Bureau
|

જ્યારથી એલન મસ્કે ટ્વિટરની માલિકી સંભાળી છે, ત્યારથી ટ્વિટરમાં રોજેરોજ કંઈક નવા ફેરફાર થઈ રહ્યા છે. હાલ ટ્વિટર ફરી એકવાર ચર્ચામાં છે અને આ વખતે કારણ છે ટ્વિટરનો લોગો. એલન મસ્કે ટ્વિટરનું નામ અને લોગો બદલી નાખ્યા છે. હવે ટ્વિટર અકાઉન્ટનો પ્રોફાઈલ ફોટો પણ બદલાઈ ચૂક્યો છે. હવે આપણને ટ્વિટર પર વાદળી ચકલીના બદલે X લોગો જોવા મળશે. એલન મસ્કની આ જાહેરાતની સાથે સાથે મસ્કની પોતાની અને ટ્વિટરના સીઓ લિંડા યાકારિનોના ટ્વિટર પ્રોફાઈલનો બેજ પણ બદલાઈ ગયો છે. અહીં હવે X જોવા મળી રહ્યો છે. પરંતુ શું તમને એ ખબર છે કે એલન મસ્કે ટ્વિટરનો લોગો કેમ બદલ્યો છે? ચાલો જાણીએ લોગો બદલવા પાછળ મસ્કનું ગણિત.

Twitterનો બદલાઈ ગયો લોગો, પરિવર્તન પાછળ આ છે કારણ

ટ્વિટરના માલિક એલન મસ્કે રવિવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે,’સાચું કહું તો મને આ પ્લેટફોર્મ પર નેગેટિવ ફીડબેગ પસંદ છે. કેટલાક સેન્સરશિપ બ્યુરોની સરખામણીએ આ ઘણું સારુ છે. અને ટૂંક સમયમાં જ અમે ટ્વિટર બ્રાન્ડ તેમ જ બધા જ બર્ડ્ઝને બાય બાય કરી દઈશું.’

જો કે આ પહેલા જ ટ્વિટરના સીઈઓ લિંડા યાકારિનોએ માઈક્રો બ્લોગિંગ સાઈટને X થી સંબોધવાની વાતને સમર્થન આપ્યું હતું. લિંડા આકારિનોના કહેવા પ્રમાણે આ એક AI પાવર્ડ પ્લેટફોર્મ હશે. જેમાં મેસેજિંગ, ઓડિયો, વીડિયો અને પેમેન્ટ્સ પર ફોકસ કરવામાં આવશે.

Twitter HQ પર દેખાયો Xનો લોગો

ટ્વિટરના સાન ફ્રાન્સિસ્કો સ્થિત હેડ ક્વાર્ટર પર પણ હવે નવો Xનો લોગો દેખાઈ રહ્યો છે. કંપનીના સીઈઓ લિંડા યાકારિનોએ પોતાના ટ્વિટર હેન્ડલ પર હેડક્વાર્ટરનો ફોટો શૅર કર્યો છે. જેમાં હેડ ક્વાર્ટરની બિલ્ડિંગ પર X લોગો દેખાઈ રહ્યો છે.

X થી બદલાશે કમ્યુનિકેશનની રીત

લિંડા યાકારિનોએ ટ્વિટ કરીને કહ્યું છે કે જિંદગી અને બિઝનેસમાં દુર્લભ વાત એ છે કે તમને ફરી એકવાર તમારી છાપ છોડવાની તક મળશે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ટ્વિટરે ફરી એકવાર પોતાની છાપ છોડી અને આપણા વાતચીતના પ્રકારને બદલી નાખ્યો છે. હવે આગળ X વિશ્વમાં પરિવર્તન લાવશે.

ટ્વિટરનો લોગો બદલવા પાછળનું કારણ

ટ્વિટરનો લોગો બદલવા પાછળ એલન મસ્કનું બિઝનેસ માઈન્ડ છે. હકીકતમાં ટ્વિટર લાંબા સમયથી નુક્સાનમાં ચાલી રહી છે. આ નુક્સાનને નફામાં બદલવા માટે એલન મસ્કે ટ્વિટરનું નામ અને લોગો બદલવાનો નિર્ણય કર્યો છે.

મસ્કે 2022માં 44 અરબ ડૉલરમાં ખરીદ્યું હતું ટ્વિટર

ઉલ્લેખનીય છે કે એલન મસ્કે ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં ટ્વિટર લગભગ 44 અરબ ડૉલરમાં ખરીદ્યું હતું. જે બાદ તેમણે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને કંપનીમાંથી અલવિદા કહી દીધું હતું. અને બાદમાં કંપનીની કમાન પોતાના હાથમાં લીધી હતી. જો કે કેટલાક મહિના પહેલા તેમણે લિંડા યાકારિનોને ટ્વિટરના સીઈઓ બનાવ્યા છે.

Best Mobiles in India

English summary
Musk Changed Twitter logo here is why

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X