દિલ્હી અને મુંબઈ સર્કલ ની અંદર એમટીએનએલ દ્વારા ડબલ ડેટા આપવા માં આવી રહ્યા છે

By Gizbot Bureau
|

આ ક્રોરોના વાઇરસ ને કારણે આજે જયારે મોટા ભાગ ના લોકો ને પોતાના ઘર ની અંદર રહેવું પડી રહ્યું છે ત્યારે એમટીએનએલ દ્વારા એક રિલીફ આપવા માં આવી રહી છે. કેમ કે આ બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા તેમના બધા જ મુંબઈ અને દિલ્હી સર્કલ ની અંદર રહેતા યુઝર્સ ને ડબલ ડેટા આપવા માટે જાહેરાત કરવા માં આવી છે. જેથી લોકો ને ઘર ની અંદર પૂરતું ઇન્ટરનેટ મળી રહે અને લોકો ને ઇન્ટરનેટ માટે ઓફિસ પર જવા ની જરૂર ના પડે. અને જે લોકો ને ઘરે વધુ રહેવા નું થાય છે તેમના માટે આ એક ઈન્સેન્ટિવ ના રૂપ ની અંદર પણ કામ કરી શકે છે.

દિલ્હી અને મુંબઈ સર્કલ ની અંદર એમટીએનએલ દ્વારા ડબલ ડેટા આપવા માં આવી

એમટીએનએલ દ્વારા કોપર આધારિત કનેક્શન ની અંદર ફ્રી ઈન્સ્ટોલેશન આપવા માં આવશે પરંતુ યુઝર્સે રાઉટર માટે કિંમત ચૂકવવી પડશે. અને વેબસાઈટ ની અંદર જાનઇવલ બધા જ પ્લાન ની અંદર ડબલ ડેટા આપવા માં આવશે. અને બીએસએનએલ દ્વારા પોતાના ભાગ ની અંદર નવા પ્લાન ને લોન્ચ કરવા માં આવ્યો છે. જેનું નામ વર્ક એટ હોમ રાખવા માં આવ્યું છે જેની અંદર ગ્રાહકો ને દરરોજ ના 5જીબી ડેટા આપવા માં આવે છે અને તેની અંદર કંપની દ્વારા 10એમબીપીએસ ની સ્પીડ આપવા માં આવે છે.

અને ત્યાર પછી તેને ફ્રી માં ઉપલબ્ધ કરવા માં આવશે. અને બીએસએનએલ નો આ નવો પ્લાન આખા ભારત ની અંદર ઉપલબ્ધ કરવા માં આવશે. જેની અંદર આંદામાન અને નિકોબાર રીજીઅન નો પણ સમાવેશ કરવા માં આવે છે.

પરંતુ બીએસએનએલ દ્વારા આ પ્લાન ને માત્ર તે ગ્રાહકો માટે ઉપલબ્ધ કરવા માં આવી રહ્યો છે કે જેમની પાસે લેન્ડલાઈન કનેક્શન હશે. જેની અંદર ગ્રાહકો ને દરરોજ ના 5જીબી ડેટા ઓફર કરવા માં આવી રહ્યા છે, અને તેની અંદર ગ્રાહકો ને 10એમબીપીએસ ની સ્પીડ આપવા માં આવશે અને તે લિમિટ ને ક્રોસ કર્યા પછી પણ ગ્રાહકો ને 1એમબીપીએસ ની સ્પીડ પર ઈન્ટરનેટ આપવા માં આવશે.

બીએસએનએલ અને એમટીએનએલ ના આ પગલાં ના કારણે વધુ ને વધુ લોકો ઘરે થી કામ કરવા માટે પ્રેરાશે આવી આશા રાખવા માં આવી રહી છે. અને તેના કારણે આ વાઇરસ ની અસર ની અંદર પણ ઘટાડો કરી શકાશે કેમ કે જેટલા ઓછા લોકો ઘર ની બહાર નીકળશે તેટલું આ વાઈરસ ઓછો ફેલાશે.

ભારત ની અંદર કોરોના વાઇરસ

આજ ના સમય ની અંદર કોરોના વાઇરસ ને કારણે આખા વિશ્વ ના 110 દેશો તેની અંદર આવી ચુક્યા છે, જેના કારણે આખા વિશ્વ ની અંદર અત્યાર સુધી માં કોરોના વાઇરસ ના ડબ્લ્યુએચઓ ના જણાવ્યા અનુસાર 2,50,600 કેસ નોંધાય ચુક્યા છે, અને તેના કારણે 10,250 લોકો મૃત્યુ પામ્યા છે, ભારત ની અંદર અત્યાર સુધી માં 5 લોકો ના મૃત્યુ થઇ ચુક્યા છે અને 195 કેસ નોંધવા માં આવ્યા છે. જેમાં થી 52 કેસ માત્ર મહારાષ્ટ્ર માંથી જોવા માં આવ્યા છે. અને આ વાઇરસ વધુ ના ફેલાય તેના માટે મુંબઈ અને પુના જેવા મોટા શહેરો ને સંપૂર્ણ રીતે લોકડાઉંન કરી નાખવા માં આવ્યા છે.

Best Mobiles in India

Read more about:
English summary
MTNL Now Offers Double Data For Broadband Users

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X