એક તરફ ફોલ્ડેબલ ફોન માર્કેટમાં ધીરે ધીરે પોતાની જગ્યા બનાવી રહ્યા છે. બીજી તરફ ટેક કંપનીઝ હવે રોલેબલ ફોન્સ પર કામ કરી રહી છે. આ બધાની વચ્ચે મોટોરોલા એક હાઈ કોન્સેપ્ટ ફોન ડિસ્પ્લે પર રિસર્ચ કરી રહી છે, જે તમારા હાથા કાંડા પર ગોળ બાંધી શકાય છે. Lenovoની સહાયક કંપનીએ મંગળવારે એન્યુઅલ લીનોવો ટેક વર્લ્ડ 2023માં ફ્લેક્સિબલ pOLED ડિસ્પ્લે કોન્સેપ્ટ ફોન દર્શાવ્યો છે. આ નવા સ્માર્ટફોન ફોર્મ ફેક્ટરમાં ફૂલ એચડી પ્લસ પોલેડ સ્ક્રીન આપવામાં આવી છે, જેને પાછળની તરફથી વાળીને કાંડા પર રિસ્ટ બેન્ડ કે પછી સ્માર્ટ વૉચની જેમ લપેટી શકાય છે.Motorolaએ લીનોવો ટેક વર્લ્ડ 2023માં આ નવા એડેપ્ટિવ ડિસ્પ્લે કોન્સેપ્ટને લોન્ચ કર્યો છે. આગળ જણાવ્યું તે પ્રમાણે નવા કોન્સ્પ્ચ્યુઅલ ડિવાઈસમાં ફૂલ એચડી પ્લસ પોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે યુઝર્સની જરૂરિયાત મુજબ અલગ અલગ આકારમાં વાળી શકાય છે. આ એડોપ્ટિવ ડિસ્પ્લે કોન્સેપ્ટને એક બેન્ચમાર્ક એન્ડ્રોઈડ ફોનની જેમ જ નોર્મલ પરિસ્થિતિમાં પણ ફેરવી શકાય છે. સાથે જ તેને કાંડા પર ગોળ વીંટાળી શકાય છે, અથવા તો જુદા જુદા આકારમાં વાળી શકાય છે. આ ડિવાઈસ એક બાઈપોડ તરીકે જાતે જ ઉભો પણ રહી શકે છે, જે યુઝર્સને હેન્ડ્સ ફ્રી એક્સપીરિયન્સ આપે છે.જ્યારે આ ફોનને સપાટ કરીને યુઝ કરવામાં આવે છે, ત્યારે તેને 6.9 ઈંચની સ્ક્રીન મળે છે. જે એક નોર્મલ એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો એક્સપીરિયન્સ આપે છે. આ ફોનને જ્યારે સેલ્ફ સ્ટેન્ડિંગ સ્થિતિમાં રાખવામાં આવે છે, ત્યારે તેમાં 4.6 ઈંચની ડિસ્પ્લે મળે છે. આ ઉપરાંત મોટોરોલાના દાવા પ્રમાણે યુઝર્સ મોટોરોલા રેઝર પ્લસની કવર સ્ક્રીન જેવો એક્સપીરિયન્સ મેળવવા માટે આ ફોનને તમે સ્માર્ટ બેન્ડ અથવા તો સ્માર્ટ વૉચની જેમ કાંડા પર બાંધી શકો છો. જો કે, મોટોરોલાનો આ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્માર્ટફોન માર્કેટમાં ક્યારે આવશે, તે અંગે હજી સુધી કોઈ જાહેરાત કરવામાં નથી આવી.મોટોરોલાએ આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં રોલેબલ રિઝર કોન્સેપ્ટની ઝલક દર્શાવી હતી. મોટોરોલા ઉપરાંત વીવો, ટ્રાન્સન હોલ્ડિંગ્સ અને ટીસીએલ જેવી બ્રાંડ્ઝ પણ 2024માં રોલેબલ ડિસ્પ્લે ફોર્મ ફેક્ટર લોન્ચ કરવાની તૈયારીમાં છે. જો કે હાલ તો ફોલ્ડેબલ ફોન સેગમેન્ટમાં સેમસંગ લીડ કરી રહી છે.આ ઉપરાંત મોટોરેલાએ કેટલાક જનરેટિવ એઆઈ ફીચર્સ પણ દર્શાવ્યા છે, જે યુઝર્સના ફોન એક્સપીરિયન્સને વધુ સારો બનાવે છે. યુઝર્સ જુદી જુદી એઆઈ ઈમેજ બનાવવા માટે કપડાના ફોટોઝ અપલોડ અથવા કેપ્ચર કરી શકો છો. આ ઉપરાંત મોટોરોલા કમ્પ્યુટર અને સ્માર્ટફોન બંને માટે મોટોએઆઈ નામનું એક પર્સનલ આસિસ્ટન્ટ ડેવલપ કરી રહી છે. આ સાથે જ મોટોરેલાએ એક એઆઈ કન્સેપ્ટ મોડેલ પણ લોન્ચ કર્યું ચે, જે હાલમાં મોટોરોલા કેમેરે સિસ્ટમ પર રહેલા ડૉક સ્કેનર સપોર્ટ, એઆઈ ટેક્સ્ટ સમરી ટૂલ અને મટીરિયલ ઓબફસ્કેશન કન્સેપ્ટને પ્રમોટ કરે છે, જે યુઝર્સના ડેટાને વધુ સુરક્ષિત રાખે છે.