Just In
- 539 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 540 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 541 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Helio G85 Chipsetથી સજ્જ Moto G13 લોન્ચ, જાણો કિંમત
મોટોરોલાએ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Moto G13 ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન કંપનીએ 2022માં યુરોપમાં લોન્ચ કર્યો હતો. Moto G13 એક શાનદાર બજેટ સ્માર્ટફોન છે, જેની કિંમત ભારતમાં માત્ર 9,499 રૂપિયા રાખવામાં આવી છે. આ હેન્ડસેટમાં મીડિયેટેક હેલિયો જી85 પ્રોસેસર આપવામાં આવ્યું છે, સાથે જ તેમાં 6.5 ઈંચની એલસીડી પેનલ પણ મળે છે.

Moto G13ના જુદા જુદા વેરિયંટની ભારતમાં કિંમત
Moto G13ના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ ધરાવતા વેરિયંટની ભારતમાં કિંમત 9,499 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ધરાવતા વેરિયંટની કિંમત 9,999 રૂપિયા છે. Moto G13ને ગ્રાહકો ફ્લિપકાર્ટની સાથે સાથે મોટા રિટેઈલ સ્ટોર્સ પરથી પણ ખરીદી શક્શે. જો કે આ સ્માર્ટફોન વેચાણ માટે 5 એપ્રિલથી ઉપલબ્ધ થવાનો છે. કંપનીએ Moto G13ને લવંડર બ્લૂ અને મેટ ચારકોલ કલર ઓપ્શનમાં લોન્ચ કર્યો છે.
Moto G13ના સ્પેસિફિકેશન્સ
Moto G13માં કંપનીએ 6.5 ઈંચની IPS LCD પેનલ આપી છે, જે સેલ્ફી કેમેરા માટે પંચ હોલ કટઆઉટ ધરાવે છે. આ ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 90Hz છે. HD+ ડિસ્પ્લે 1600*720 પિક્સલ્સનું રિઝોલ્યુશન ધરાવે છે, જેનો ટચ સેમ્પલિંગ રેટ 576Hz છે. સાથે જ આ ડિસ્પ્લેનો એક્સપેક્ટ રેશિયો 20:9 છે.
Moto G13 મીડિયાટેક હેલિયો જી85 SoCથી સજ્જ છે, જે Mali-G52 GPUને સપોર્ટ કરે છે. આ સાથે જ આ સ્માર્ટફોનમાં 4 જીબી રેમ અને 128 જીબી એક્સટર્સનલ સ્ટોરેજ મળે છે. આ એક્સટર્નલ સ્ટોરેજને યુઝર્સ માઈક્રો એસડી કાર્ડ દ્વારા એક્સપાન્ડ પણ કરી શકે છે.
Moto G13ની ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ, તો આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 13 આઉટ ઓફ ધી બોક્સ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. મોટોરાલા કંપનીનો દાવો છે કે આ સ્માર્ટફોનમાં ટૂંક સમયમાં જ એન્ડ્રોઈડ 14ના ફીચર્સનો સપોર્ટ મળવાનો છે. સાથે જ કંપની 3 વર્ષની સિક્યોરિટી અપડેટ્સનો પણ વાયદો કરી રહી છે.
Moto G13ની કિંમતની સરખામણીએ તેનો કેમેરા ડિપાર્ટમેન્ટ પણ શાનદાર છે. આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર એટલે કે ટ્રિપલ કેમેરા સેટઅપ મળે છે. સાથે જ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે કંપનીએ 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મૂક્યો છે.
Moto G13માં કંપની 5,000 mAh બેટરી આપી રહી છે, જે 10Wના ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટપોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળી રહ્યું છે. તો કનેક્ટિવિટી માટે 4G VoLTE, Wi-Fi 802.11 ac, Bluetooth 5.1, GPS અને NFCનો સપોર્ટ મળી રહ્યો છે. સાથે જ આ સ્માર્ટફોન USB Type C પોર્ટ ધરાવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications