Moto G73 આવતીકાલે થશે લોન્ચ, જાણો સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

By Gizbot Bureau
|

ટેક માર્કેટમાં ચાલી રહેલી ગળાકાપ હરિફાઈમાં હવે મોટોરોલા પણ નવા નવા મોબાઈલ ફોન લોન્ચ કરવામાં પાછળ નથી. મોટોરોલા હવે પોતાની સૌથી જાણીતી G સિરીઝમાં નવા સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. લીનોવોની માલિકીની આ કંપની Moto G73 10મી માર્ચે લોન્ચ થવાનો છે. આ સ્માર્ટફોન અમેરિકા અને બીજા ઈન્ટરનેશનલ માર્કેટમાં 2 મહિના પહેલા જ લોન્ચ થઈ ચૂક્યો છે.

Moto G73 આવતીકાલે થશે લોન્ચ, જાણો સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

Moto G73ના લોન્ચ થતા પહેલા મોટોરોલાએ આ અપકમિંગ સ્માર્ટફોનનો ટીઝર વીડિયો લોન્ચ કર્યો છે, જેમાં અપકમિંગ સ્માર્ટફોનના ફીચર્સની માહિતી આપવામાં આવી છે. મોટોરોલાની સત્તાવાર વેબસાઈટ પર પણ Moto G73 લિસ્ટ થઈ ચૂક્યો છે, જેમાં ભારતમાં લોન્ચ થનારા વેરિયંટની ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ દર્શાવાયા છે. જેના પરથી સ્પષ્ટ છે કે, ગ્લોબલ વેરિયંટ અને ભારતીય વેરિયંટની ડિઝાઈનમાં જરાય ફેરફાર નથી.

Moto G73ની લોન્ચ ડેટ અને કી સ્પેસિફિકેશન્સ

મોટોરોલાએ અપકમિંગ સ્માર્ટફોન Moto G73 10મી માર્ચના રોજ લોન્ચ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. કંપનીએ આ લોન્ચ ડેટ અનાઉન્સ કરતું એક વીડિયો ટીઝર પણ ટ્વિટર પર રિલીઝ કર્યું છે. સ્માર્ટફોન લોન્ચ થવાના હવે ગણતરીના કલાકો બાકી છે, એ પહેલા મોટોરોલાએ સ્માર્ટફોનના કી સ્પેસિફિકેશન્સ પણ જાહેર કર્યા છે. મોટોરોલા Moto G73ની RAM અને સ્ટોરેજ વેરિયંટ સહિત કલર ઓપ્શન અંગે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી છે.

Moto G73 માં ફૂલ HD+ રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે 6.5-ઇંચની LCD ડિસ્પ્લે હશે. આ સ્માર્ટફોન ઓક્ટા-કોર MediaTek Dimensity 930 SoC દ્વારા 5G સપોર્ટ સાથે સજ્જ હશે, અમેરિકામાં લોન્ચ થયેલા વેરિયંટમાં પણ આ જ સ્પેસિફિકેશન્સ છે. આ સ્માર્ટફોન 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે સાથે લોન્ચ થશે.

Moto G73ની બોડી પ્લાસ્ટિકમાંથી તૈયાર કરવામાં આવી છે, તેમ છતાંય આ સ્માર્ટફોનમાં ગ્લાસ જેવું જ ગ્લોસી ફીનિશ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન આઉટ ઓફ ધી બોક્સ એન્ડ્રોઈડ 13 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

કેમેરા ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો Moto G73માં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા હશે, તેની સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા પણ મળશે. જ્યારે ફ્રંટ સાઈડ સેલ્ફી અને વીડિયોકોલિંગ માટે કંપની 16 મેગાપિક્સલનો કેમેરા આપી રહી છે. Moto G73 વોટર રેઝિસ્ટન્ટ છે, અને આ સ્માર્ટફોનમાં કંપની 5000 mAhની બેટરી આપી રહી છે, જે 30 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. આ ઉપરાંત Moto G73માં 3.5mmનો હેડફોન જેક અને સ્ટીરિયો સ્પીકર્સ છે.

મોટોરોલાએ અપકમિંગ સ્માર્ટફોન Moto G73ના સ્પેસિફિકેશન્સ, ફીચર્સ અને લોન્ચ ડેટ જાહેર કરી છે, જો કે કંપનીએ હજી સુધી આ સ્માર્ટફોનની કિંમત અંગે કોઈ ખુલાસો નથી કર્યો. પરંતુ ફીચર્સ જોતા લાગી રહ્યું છે કે મોટોરોલા આ સ્માર્ટફોનને ખૂબ જ રિઝનેબલ પ્રાઈઝ કેટેગરીમાં લોન્ચ કરશે. નિષ્ણાતોનું માનવું છે કે કંપની આ સ્માર્ટફોનની કિંમત 20,000ની આજુબાજુ રાખી શકે છે.

Best Mobiles in India

English summary
Moto G73 will launch on 10th march know specifications

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X