Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Mother’s Day 2023: ઓછા બજેટમાં આ 5 ગેજેટ ગિફ્ટ મમ્મી માટે છે પરફેક્ટ
મે મહિનાના બીજા રવિવારને મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે મધર્સ ડે 14મી મેના રોજ છે. જો તમે પણ આ મધર્સ ડે નિમિત્તે તમારા મમ્મીને કોઈ ગિફ્ટ આપવા ઈચ્છો છો, પરંતુ શું ગિફ્ટ આપવી તેનું કન્ફ્યુઝન છે, તો તમને અહીં બધા જ સવાલોના જવાબ મળી જશે. ગિફ્ટ લેતી વખતે સૌથી મોટા બે પ્રશ્નો હોય છે, બજેટ અને ગિફ્ટ સામેના વ્યક્તિને કામ લાગશે કે નહીં?

મધર્સ ડેના દિસવે મમ્મીને સ્પેશિયલ ફીલ કરાવવા માટે તમે તેમને આધુનિક શાનદાર ગેજેટ ગિફ્ટ આપી શકો છો. આજે અમે તમને એવા ગેજેટ્સનું લિસ્ટ અને તેની ખાસિયતો જણાવીશું, જેમાંથી તમે કોઈ પણ એક પસંદ કરીને તમારા મમ્મીને ગિફ્ટ કરી શકો છો.
વાયરલેસ ઈયરબડ્ઝ
વાયર લેસ ઈયરબડ્ઝ એવા વ્યક્તિઓ માટે એક સારી ગિફ્ટ છે, જેમને મ્યુઝિક પસંદ છે. જો તમારા મમ્મીને પણ ગીતો સાંભળવા પસંદ છે, અથવા તો તેઓ સતત ટ્રાવેલ કરે છે, તો ઈયરબડ્ઝ તેમને ઉપયોગી થશે. વાયરલેસ ઈયરબડ્ઝ પોર્ટેબલ છે, આરામદાયક છે, અને તેના વાયર ક્યાંય ફસાઈ જવાની ઝંઝટ રહેતી નથી. માર્કેટમાં હાલ ઈયરબડ્ઝના અઢળક વિકલ્પો છે, જેમાંથી કોઈ એક પસંદ કરીને તમે ગિફ્ટ કરી શકો છો.
સ્માર્ટ સ્પીકર
સ્માર્ટ સ્પીકર પણ એવી મહિલાઓ માટે સારો વિકલ્પ છે, જેમને પોતાનું રોજિંદુ કામ કરતા કરતા મ્યુઝિક સાંભળવું પસંદ છે. જો તમારા મમ્મીને હિંચકે ઝૂલતા ઝૂલતા ગીતો સાંભળવા પસંદ છે, તમારા મમ્મી ગેજેટ્સનો ઉપયોગ કરે છે, તો આ સ્પીકર ઉપયોગી છે. કારણ કે આ સ્પીકર તમારા ઘરના અપ્લાયન્સીસને પણ કંટ્રોલ કરી શકે છે. વોઈસ કમાન્ડને આધારે આ સ્પીકર તમારા મમ્મીના નાના કામને ઓટોમેટિક બનાવી શકે છે. તમે એલેક્સાને આમાં બેસ્ટ વિકલ્પ ગણી શકો છો.
વીડિયો ડોરબેલ
વીડિયો ડોરબેલ એવી ગિફ્ટ છે, જે તમારા મમ્મીને સુરક્ષા અને સુવિધા આપી શકે છે. આ વીડિયો ડોરબેલ મોશન ડિટેક્શન, ટુ વે ઓડિયો અને એચડી વીડિયો રેકોર્ડિંગ જેવા ફીચર સાથે આવે છે. આ વીડિયો ડોરબેલ સ્માર્ટફોન એપ સાથે કનેક્ટ થઈ શકે છે, જેને કારણએ તમારા મમ્મી ઘરે આવતા કોઈપણ વ્યક્તિ માટે દરવાજો ખોલતા પહેલા જ વીડિયો જોતા જોતા વાત કરી શકે છે. એટલે કે અજાણ્યા વ્યક્તિના ઘરમાં ઘૂસી જવાના ભયથી આ વીડિયો ડોરબેલ રાહત અપાવે છે.
એમેઝોન કિંડલ પેપર વ્હાઈટ
જો તમારા મમ્મીને વાંચવાનો શોખ છે, તો કિંડલ પેપરવ્હાઈટ પણ ઉપયોગી ગેજેટ છે. આ ઈ રીડર હજારો પુસ્તકોને સ્ટોર કરી શકે છે. અહીં તમે કોઈ પણ બૂકને સરળતાથી વાંચી શકો છો. ખાસ વાત એ છે કે આ કિંડલ વોટરપ્રૂફ છે. જો તમે તેનો ઉપયોગ તડકામાં પણ કરશો, તો તેની બ્રાઈટનેસ ઓટોમેટિક એડજસ્ટ થાય છે. સાથે જ તેની બેટરી આખું અઠવાડિયું આરામથી ચાલે છે.
પાવરબેન્ક
જો તમારા મમ્મી સ્માર્ટફોન ચાર્જ કરવાનું ભૂલી જાય છે, અને તેમના સ્માર્ટફોનની બેટરી લો જ રહે છે, જ તો પાવર બેન્ક પણ તેમને ઉપયોગી રહેશે. તમે એવી પાવરબેન્ક ગિપ્ટ કરી શકો છો, જે 2થી 3 વખત ફોનને ફૂલ ચાર્જ કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications