Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ફોન-લેપટોપની સાથે, આ ગેજેટ્સનું પણ વરસાદમાં રાખો ધ્યાન, જાણો ટિપ્સ
ચોમાસાની સિઝનમાં તમારા ઈલેક્ટ્રોનિક ડિવાઈસને પલળતા બચાવવા એક સૌથી મોટો પડકાર હોય છે. મોટા ભાગના લોકો પોતાના ફોન અને લેપટોપનું તો ધ્યાન રાખી લે છે, પરંતુ એસી, ટીવી, ફ્રિજ અને વોશિંગ મશીનનું ધ્યાન રાખવાનો વારો આવે, ત્યારે મોટા ભાગના લોકોને ખબર જ નથી હોતી, કે તેમને પણ ચોમાસામાં બચાવવા જરૂરી છે.
ચોમાસામાં એસી, ટીવી, ફ્રિજ અને વોશિંગ મશીનનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની જાય છે. ચોમાસા દરમિયાન કરેલી એક નાનકડી ભૂલ પણ તમને ભારે પડી શકે છે, કારણ કે જો આ ગેજેટ્સ બગડ્યા તો તમારું કામ તો અટકશે જ સાથે સાથે તમારો ખર્ચો પણ વધશે.

એસીનું ધ્યાન રાખો
ચોમાસામાં એસીનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. ચોમાસા દરમિયાન ભેજ અને બફારો વધી જાય છે. આ દરમિયાન જો તમે એસીને ઉનાળાની જેમ જ ચલાવશો, તો તે બેસ્ટ કૂલિંગ નહીં આપે. એટલે ચોમાસા દરમિયાન એસી હંમેશા ડ્રાય મોડમાં વાપરવું જોઈએ અને ટેમ્પરેચર 24થી 26ની વચ્ચે રાખવું જોઈએ. સાથે જ એસીને પલળતું બચાવવું પણ જરૂરી છે. ધ્યાન રાખો કે એસી જરાય પલળે નહીં, નહીં તો જલ્દી બગડી શકે છે.
ટીવીને ભેજથી બચાવો
સ્માર્ટ ટીવીને ચોમાસામાં ભેજથી બચાવવું જરૂરી છે. થોડોક પણ ભેજ તમારા ટીવીને બગાડી શકે છે. ટીવીને હંમેશા દિવાલથી થોડું દૂર રાખવું જોઈએ. જેથી ચોમાસા દરમિયાન જો તમારા ઘરની દીવાલ પર ભેજ આવે છે, તો તેની અસર ટીવી પર ન પડે.
ફ્રિજ અને વોશિંગ મશીન
ફ્રિજ અને વોશિંગ મશીનનું પણ ચોમાસા દરમિયાન ખાસ ધ્યાન રાખવું જોઈએ. થોડી પણ બેજવાબદારીને કારણે થયેલી ભૂલો તમારા ફ્રિજ અને વોશિંગ મશીનને બગાડી શકે છે. ચોમાસા દરમિયાન ફ્રિજને કવર કરીને રાખો અને સતત લાંબા સમય સુધી ફ્રિજ ચાલુ ન રાખો. સાથે જ વોશિંગ મશીન પણ એવી જગ્યાએ ન રાખો જ્યાં તે વરસાદથી પલળી શકે તેમ હોય. વોશિંગ મશીન પલળે નહીં તેવી જગ્યાએ રાખો.
જો આવી નાની મોટી બાબતોનું ધ્યાન રાખશો, તો તમારા ગેજેટ્સ લાંબા સમય સુધી ચાલશે અને તમારું કામ પણ નહીં અટકે. આ છોટી છોટી પણ મહત્વની વાતો તમારો હજ્જારો રૂપિયાનો ખર્ચ બચાવી શકે તેમ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications