Just In
મોબાઈલ યુઝર્સને મળશે ઝટકો, મોંઘા થશે રિચાર્જ પ્લાન
2023ના નવા વર્ષમાં મોબાઈલ યુઝર્સના ખિસ્સાનો ભાર હળવો થઈ શકે છે. ટેલિકોમ કંપનીઓ ટૂંક સમયમાં જ 4જી સર્વિસના ભાવ વધારવાની છે, એટલે કે ડેટા પ્લાનથી લઈને કોલિંગ સુધીના પ્લાનના ભાવ ટૂંક સમયમાં જ વધવાના છે. તાજેતરમાં જ સામે આવેલી માહિતી મુજબ બધી જ પ્રાઈવેટ કંપનીઓ પોતાના ARPU એટલે કે એવરેજ રેવન્યુ પર યુઝર વધારવાની છે. 5જી યુઝર્સને વધારે ડેટા ઓફર કરવા માટે ટેલિકોમ કંપનીઓ આ નિર્ણય લઈ શકે છે, કારણ કે 4જીની સરખામણીએ 5જીમાં ડેટા વધારે ઝડપથી વપરાય છે. ડેટાનો ક્વોટા વધારવા માટે ટેલિકોમ કંપનીઓ પ્રતિ જીબી ડેટાનો ભાવ ઘટાડી શકે છે.

4જી સર્વિસ માટે કોલિંગ થશે વધારે મોંઘુ
IANSના રિપોર્ટ મુજબ BNP Paribas સિક્યોરિટીઝે અંદાજ લગાવ્યો છે કે ટેલિકોમ કંપનીઓ થોડાક જ દિવસમાં 4જી સર્વિસ માટે કોલનો ભાવ વધારવા જઈ રહી છે. BNP Paribasએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે 2023માં ટેલિકોમ ઈન્ડસ્ટ્રી પોતાનો રેવન્યુ ગ્રોથ ડબલ ડિજિટ પહોંચાડવાની તૈયારીમાં છે. જે માટે કંપનીઓ છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા ARPU વધારવાનો ટ્રેન્ડ આ વર્ષે પણ આગળ વધારી શકે છે. આ ઉપરાંત એજન્સીએ એવું પણ અનુમાન લગાવ્યું છે કે 5જી હેન્ડસેટની કિંમત 4જી મબાઈલની કિંમત કરતા વધારે રહેશે. આગામી દિવસોમાં જીયો સસ્તો 5જી હેન્ડસેટ લોન્ચ કરે તેવી શક્યતા છે.
એજન્સીએ જાહેર કરેલા રિપોર્ટ મુજબ વોડાફોન-આઈડિયા પોતાની બંને પ્રતિસ્પર્ધી કંપની એરટેલ અને જીયો કરતા 5જી મામલે પાછળ છે. ટેલિકોમ કંપની એરટેલને આ વાતનો મોટો ફાયદો થઈ રહ્યો છે.
5જી સર્વિસ થશે એક્સપાન્ડ
આ વર્ષે એરટેલ અને જીયો બંને પોતાની 5જી સર્વિસને વધારે એક્સપાન્ડ કરવા પર ધ્યાન આપી રહી છે. અત્યાર સુધીમાં બંને ટેલિકોમ કંપનીઓએ 100થી વધુ શહેરમાં 5જી સર્વિસ શરૂ કરી દીધી છે. જિયો પોતાની 5જી સર્વિસ 101 શહેરમાં પહોંચાડી ચૂક્યુ છે, જ્યારે એરટેલ પણ 30થી વધુ શહેરોમાં પોતાની 5જી સર્વિસ શરૂ કરી ચૂક્યુ છે.
યુઝર્સને પણ થશે ફાયદો
5જી લોન્ચ પહેલા પણ ટેલિકોમ કંપનીઓએ ARPU વધારવાના સંકેત આપ્યા હતા. ARPU વધારવાથી ટેલિકોમ કંપનીઓને પોતાની 5જી સર્વિસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે વધારે ફંડ મળી રહેશે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ટચ વધવાથી યુઝર્સને વધારે સારી નેટવર્ક કનેક્ટિવિટીનો પણ લાભ મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470