Smart Umbrella આપશે આકરી ગરમીમાં રાહત, મળશે એસી જેવી હવા

By Gizbot Bureau
|

ઉનાળો કાળો કેર વર્તાવી રહ્યો છે, આકાશમાંથી અગનગોળા વર્ષી રહ્યા છે. તાપમાનનો પારો 50 ડિગ્રીને અડું અડું થઈ રહ્યો છે. આવી તપાવતી ગરમી અને દઝાડતી લૂએ જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. કામ માટે બહાર જનારા લોકો માટે તડકો અને ગરમી કોઈ આફત કરતા ઓછી નથી. આવી સ્થિતિમાં આકરા તડકા અને જબરજસ્ત ગરમીથી રાહત મેળવવા માટે માર્કેટમાં સ્માર્ટ છતરી આવી ગઈ છે.

દેશના મોટા ભાગના વિસ્તારોમાં ભયંકર ગરમી પડી રહી છે, અને કેટલાક રાજ્યોમાં તાપમાનનો પારો 45નો પારો આંક પાર કરી ચૂક્યો છે. આવી સ્થિતિમાં આ સ્માર્ટ છત્રી તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. આ છત્રી તમને તડકાથી તો રાહત આપશે જ, પરંતુ સાથે જ એસી જેવી ઠંડી હવા પણ આપશે.

Smart Umbrella આપશે આકરી ગરમીમાં રાહત, મળશે એસી જેવી હવા

અમે વાત કરી રહ્યા છીએ, Misterbreeze Sun Umbrella સ્માર્ટ છત્રીની, જે માર્કેટમાં મળતી નોર્મલ છત્રી કરતા ઘણી મોંઘી છે. આ છત્રીની કિંમત 11,500 રૂપિયા છે. પણ જો તમે આ છત્રી બેન્ક ઓફર સાથે ખરીદો છો, તો તમને તેના પર ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. સિટી બેન્ક ક્રેડિટ કાર્ડ દ્વારા આ છત્રી ખરીદવા પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. જો તમે આ છત્રી હપતાથી ખરીદો છો તો 6 મહિના સુધી દર મહિને તમારે 1,930 રૂપિયા ચૂકવવા પડશે.

આ સ્માર્ટ છત્રી પાવરફૂલ ફેન સાથે આવે છે. જેનો ફેન એક બટનની મદદતી ચાલુ બંધ થઈ શકે છે. આ સ્માર્ટ છત્રી તમારે ચાર્જ કરવી પડે છે, એટલે તેમાં ચાર્જિંગની સુવિધા પણ આપવામાં આવી છે. આ સ્માર્ટ છત્રીમાં પાણીની બોટલ પણ લગાવવાની સુવિધા છે. જો તમે આ બોટલ લગાવી દો છો તો પંખો ઓન કરવાની સાથે જ છત્રીમાંથી વરસાદની જેમ પાણી આવે છે, જે ઠંડું ઠંડુ ફીલ કરાવે છે. આ પાણીની બોટલની મદદથી વાતાવરણ ઠંડુ થઈ જાય છે.

કંપનીએ આ છત્રીમાં જુદા જુદા કલર ઓપ્શન પણ આપેલા છે, જો કે દરેક કલરની કિંમત અલગ અલગ છે. Misterbreeze Sun Umbrella તમને UVA & UVB Rays થી પણ બચાવે છે. જેમાં તમે 3.25 ઈંચનો પંખો અને પાવરફૂલ બેટરી પણ મળે છે.

Best Mobiles in India

English summary
Misterbreeze Sun Umbrella will give you relief from summer

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X