Just In
Samsungના સ્માર્ટ ફોનના ભાવમાં થયો ઘટાડો, જાણો નવી કિંમત અને ફીચર્સ
Samsung કંપની દ્વારા ભારતમાં પોતાના કેટલાક સ્માર્ટ ફોનની કિંમતમાં ઘટાડો કરાયો છે. આ નિર્ણય મુજબ Samsung Galaxy A53 5G વધુ સસ્તો બન્યો છે. થોડાક સમય પહેલા જ લોન્ચ કરેલા આ સ્માર્ટ ફોનના ભાવમાં કંપનીએ ઘટાડો કર્યો છે. સેમસંકનો આ સ્માર્ટ ફોન બે વેરિયંટમાં અવેલેબલ છે. અને બંને વેરિયંટના ભાવમાં ઘટાડો થયો છે. Samsung Galaxy A53 5Gમાં સેમસંગનો પોતાનો જ ચીપ સેટ અને સ્પોર્ટ્સ 64MP કેમેરા છે.

Samsung Galaxy A53 5Gની લેટેસ્ટ કિંમત
Samsung Galaxy A53 5G સ્માર્ટફોન 6GB+128GB અને 8GB+128GB એમ બે વેરિયંટમાં અવેલેબલ છે. જેમાંથી પહેલા વેરિયંટની કિંમત રૂ.34,499 અને બીજાની કિંમત રૂ.35,999 છે. આ બંને વર્ઝનના ભાવમાં સેમસંગે ઘટાડો કર્યો છે. બંનેની કિંમતમાં રૂ.3000નો ઘટાડો થયો છે. હાલ 6GB વેરિયંટવાળો ફોન માર્કેટમાં રૂ.31,499ની કિંમતે અને 8GB વાળો સ્માર્ટ ફોન રૂ.32,999ની કિંમતે મળી રહ્યો છે. આ મિડ રેન્જ સ્માર્ટ ફોન તમે બ્લેક, વ્હાઈટ, બ્લૂ અને પીચ કલરમાં ખરીદી શકો છો.
આ સ્માર્ટ ફોન એક્સેચેન્જ ઓફરમાં પણ ખરીદી શકાય છે. જેમાં કંપની વધઉમાં વધુ રૂ.15,000ની છૂટ આપી રહી છે.
Samsung Galaxy A53 5Gના ફીચર્સ અને સ્પેસિફિકેશન
Samsung Galaxy A53 5Gમાં 6.5 ઈંચની FHD+ સુપર AMOLED ડિસ્પ્લે અવેલેબલ છે, જેનું રિઝોલ્યુશન 1080*2400 પિક્સલ છે. આ ડિસ્પ્લેમાં 120Hz રિફ્રેશ રેટ છે, સાથે જ સ્ક્રીન કોર્નિંગ ગોરિલા ગ્લાસનું કોટિંગ પણ છે.
સેમસંગના આ મિડ રેન્જ સ્માર્ટ ફોનમાં ઓક્ટાકોર Exynos 1280 પ્રોસેસર છે, 6જીબી અને 8જીબી બંને વેરિયંટમાં આ જ પ્રોસેસર છે. તો આ સ્માર્ટ ફોનમાં 128 જીબીની ઈનબિલ્ટ સ્ટોરેજ કેપેસિટી છે, જેને તમે માઈક્રોએસડી કાર્ડ એડ કરીને 1ટીબી સુધી વધારી શકો છો.
Samsung Galaxy A53 5G એન્ડ્રોઈડ 12ની ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત કંપનીની પોતાની Samsung One UI 4.1 ધરાવે છે. આ સ્માર્ટ ફોનમાં સ્પોર્ટ્સ ક્વોડ રીયલ કેમેરા છે, જેની કેપેસિટી 64MP છે. આ મેઈન કેમેરામાં F/1.8 અપાર્ચર છે. આ ઉપરાંત તેમાં 12MP અલ્ટ્રા વાઈડ કેમેરા, F/2.2 અપાર્ચર સાથે અને 5MP ડેપ્થ સેન્સર કેમેરા તેમ જ 5MP મેક્રો કેમેરા F/2.4 અપાર્ચર અને LED ફ્લેશ સાથે આપવામાં આયો છે. તો ફ્રંટ સાઈડ 32 MPનો સેલ્ફી કેમેરા અવેલેબલ છે.
Samsung Galaxy A53 5Gમાં ઈન ડિસ્પ્લે ફિંગર સેન્સર પણ આપવામાં આવ્યું છે. તો આ ફોન ડોલ્બી એટ્મોસ સ્ટીરિયો સાઉન્ડ સ્પીકરથી સજ્જ છે. વોટર રેઝિસ્ટન્સ મામલે આ સ્માર્ટ ફોનનું રેટિંગ IP67 છે.
બેટરીની વાત કરીએ Samsung Galaxy A53 5Gમાં 5000 mAh બેટરી આપવામાં આ છે જેમાં 25W ફાસ્ટ ચાર્જિંગ સોપર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે આ ફોન માત્ર 30 મિનિટમાં જ 50 ટકા ચાર્જ થઈ જાય છે. પ્રાઈવસી માટે Samsung Galaxy A53 5Gમાં Samsung Knox ડેશબોરડ આપવામાં આયું છે. જેનાથી કઈ એપ તમારી કેટલી ઈન્ફોર્મેશન યુઝ કરી શક્શે, તેનું એક્સેસ તમે નક્કી કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470