Microsoft એ 1994 બાદ પહેલીવાર કીબોર્ડમાં કર્યો ફેરફાર, હવે મળશે AIની કી

By Gizbot Bureau
|

માઈક્રોસોફ્ટે 1994 બાદ પહેલીવાર પોતાના કીબોર્ડમાં ફેરફાર કર્યો છે. માઈક્રોસોફ્ટમાં અત્યાર સુધી જોવા મળતી વિન્ડઝ કી હટાવીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે કી વિન્ડોઝ કીબોર્ડમાં મૂકી છે. જેની મદદથી યુઝર્સ સીધા જ માઈક્રોસોફ્ટ કો પાઈલટને એક્સેસ કરી શક્શે.

Microsoft એ 1994 બાદ પહેલીવાર કીબોર્ડમાં કર્યો ફેરફાર, હવે મળશે AIની

વિન્ડોઝ કી અથવા તો સ્ટાર્ટ કી સૌથી પહેલીવાર 1994માં કી બોર્ડમાં મૂકવામાં આવી હતી. ત્યાર બાદ આજે પહેલીવાર કી બોર્ડમાં નવી કી ઉમેરવામાં આવી છે. માઈક્રોસોફ્ટ હવે જનરેટિવ એઆઈ પર ફોકસ કરી રહ્યું છે, ત્યારે એઆઈને એક્ટિવેટ કરવા માટે એક નવી કી કી બોર્ડમાં સામેલ કરવામાં આવી છે.

આ નવી માઈક્રોસોફ્ટ કો પાઈલટ કી સ્પેસબારની જમણી તરફ જોવા મળશે, જ્યાં અત્યાર સુધી વિન્ડોઝ અથવા તો સ્ટાર્ટ કી જોવા મળતી હતી. આ કીને કારણે હવે યુઝર્સ માટે પણ એઆઈનો ઉપોયગ સરળ બનશે. યુઝર્સ માત્ર એક કી દબાવીને એઆઈને એક્સેસ કરી શક્શે. માઈક્રોસોફ્ટના આ પગલાં પરથી સ્પષ્ટ છે કે એઆઈ હવે આપણા જીવનનો ભાગ બની ચૂકી છે, અને ભવિષ્યમાં ડગલેને પગલે એઆઈનો ઉપયોગ થવાનો છે. યુઝર્સ માટે ઈન્ટરનેટ, કમ્પ્યુટર અને એઆઈને જુદા પાડવા હવે અશક્ય બની રહ્યા છે. માઈક્રોસોફ્ટ આગામી વર્ષને એઆઈ કમ્પ્યુટિંગનું વર્ષ ગણાવી રહ્યું છે.

હવે જ્યારે માઈક્રોસોફ્ટ જનરેટિવ એઆઈ પર ફોકસ કરી રહી છે, ત્યારે કંપનીએ પોતાના એઆઈ ચેટબોટ કોપાઈલટને પૂરજોશમાં પ્રમોટ કરવાની શરૂઆત કરી દીધી છે. જેનો પુરાવો કી બોર્ડમાં મળનારી આ એઆઈ કી છે. સીઈએસ ટેક્નોલોજી કોન્ફરન્સમાં માઈક્રોસોફ્ટે કી બોર્ડમાં એઆઈ કી આપવાની જાહેરાત કરી છે. માઈક્રોસોફ્ટનું આ પગલું ટેક ઈન્ડસ્ટ્રીમાં વધી રહેલા એઆઈના ઉપયોગને દર્શાવે છે. શક્ય છે કે ટૂંક સમયમાં આપણને એઆઈ ફોન્સ અથવા તો અન્ય એઆઈ ડિવાઈસીઝ પણ જોવા મળે.

કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે માઈક્રોસોફ્ટનું કી બોર્ડમાં એઆઈ કી આપવું એ કોઈ માર્કેટિંગ ગિમીક નથી. કંપની એઆઈ, વિન્ડોઝ, માઈક્રોસોફ્ટ ઓફિસ, સિક્યોરિટી સોફ્ટવેર અને કસ્ટમર તેમજ ફાઈનાન્સ પ્રોડક્ટ્સમાં મોટાપાયે રોકાણ કરીને બધામાં જ એઆઈનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, તેના પર ફોકસ કરી રહ્યા છે. આ માટે માઈક્રોસોફ્ટ ઓપનએઆઈના જીપીટી 4ની મદદ લઈ રહ્યું છે. માઈક્રોસોફ્ટે આ આખી પ્રોસેસ પાછળ 13 બિલિયન ડૉલરનું રોકાણ કર્યું છે, જે દર્શાવે છે કે કંપની એઆઈમાં કેટલી ઈન્વોલ્વ્ડ છે.

કી બોર્ડમાં મળનારી કો પાઈલટ કી એઆઈ ચેટબોટનો ઉપયોગ કવરા માટેનો શોર્ટકટ હોવાની સાથે સાથે તમારી ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટી વધારવાનો એક મહત્વનો રસ્તો છે. આ નવા ટૂલની મદદથી યુઝર્સ સરળતાથી મેઈલ લખી શક્શે, આર્ટિકલને ટૂંકા કરી શક્શે, ઈમેજ ક્રિએટ કરી શક્શે. અને આ બધા ટાસ્ક માટે તેમણે માત્ર કમાન્ડ આપવાના રહેશે.

Best Mobiles in India

English summary
Microsoft will change windows key with copilot key for the first time after 1994

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X