Just In
- 583 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 584 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 585 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 585 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Microsoft VASA -1, હવે દરેક ફોટો પણ બોલશે, જાણો કેવી રીતે કરે છે કામ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આજના સમયમાં એક એવું ટૂલ બની ચૂક્યુ છે, જેનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં થઈ રહ્યો છે. એઆઈને લઈને હવે નવા નવા સ્ટાર્ટઅપ પણ શરૂ થઈ ચૂક્યા છે, જે માત્રને માત્ર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ બનાવવા પર કામ કરી રહ્યા છે. તાજેતરમાં જ ટેક વર્લ્ડની દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટે VASA - 1 નામનું એક ટૂલ લોન્ચ કર્યું છે, જે તમારી વીડિયો બનાવવાની સમસ્યાનો ઉપાય છે. આ ટૂલ કોઈ પણ ફોટોને રિયલ વીડિયોમાં પરિવર્તિત કરી શકે છે.
VASA - 1 દ્વારા બનાવવામાં આવેલો વીડિયો જોઈને એ સમજવું મુશ્કેલ છે કે આ વીડિયો એઆઈ ટૂલ દ્વારા બનાવવામાં આવ્યો છે કે પછી કેમેરાથી રેકોર્ડ કરાયો છે. સરળ શબ્દોમાં કહીએ તો આ એક પ્રકારનો નકલી વીડિયો છે, પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા તેમાં એવા હાવ ભાવ ગોઠવવામાં આવ્યા છે કે જેથી તે એકદમ અસલી જ લાગે છે.

VASA - 1ના નુક્સાન અને ફાયદા
VASA - 1 ખરાબ છે કે સારું એ તો દરેકના પોતાના વિશ્લેષણ પર આધાર રાખે છે, સાથે જ તમે તેનો કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છો, તેના પર આધાર રાખે છે. જો તમે આ ટૂલનો ઉપયોગ પોતાના વીડિયોને વધુ ક્રિએટિવ બનાવવા ાટે યુઝ કરી રહ્યા છો તો આ ટૂલ તમારા કામનું છે. પરંતુ જો તમે તેની મદદથી ફેક વીડિયો બનાવો છો, તો તે કોઈની પ્રાઈવસીને નુક્સાન પણ પહોંચાડી શકે છે. કારણ કે આ ટૂલ કોઈના પણ ફોટોને વીડિયોમાં સરળતાથી કન્વર્ટ કરી શકે છે. સાથે જ વીડિયોમાં તમે કેવા શબ્દોનો ઉપયોગ કરો છો, તેના પર આ ટૂલનું પરિણામ નક્કી થાય છે.
કેવી રીતે કામ કરે છે VASA - 1 ?
VASA - 1 નું આખું નામ Visual Affective Skills Audio - 1 છે, જે સૌથી પહેલા ફોટોના હાવ ભાવ વાંચે છે, અને તેના આધારે સિસ્ટમ નક્કી કરે છે કે કયા વર્ડ પર કેવો ચહેરો કરવાનો છે. આ રીતે ભાવને શબ્દો સાથે સિન્ક્રોનાઈઝ કરવામાં આવે છે. જો તમે VASA - 1 દ્વારા બનેલા વીડિયો જોશો, તો તેમાં તમને ચહેરના દરેક ભાગમાં હાવભાવ જોવા મળસે. VASA - 1 દ્વારા વીડિયો બનાવવામાં એક મિનિટ કરતા પણ ઓછો સમય લાગે છે, સાથે જ તેમાં 40 ફ્રેમ પર સેકન્ડની સ્પીડથી 512*512 પિક્સલવાળા વીડિયો બનાવી શકો છો. ટૂંક સમયમાં જ તેમાં HD અને 4kમાં વીડિયો બનાવી શકાશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications