Microsoft Copilotનો ફ્રીમાં કરો ઉપયોગ, પ્લે સ્ટોર પર આવી ગઈ એપ

By Gizbot Bureau
|

Microsoft દ્વારા પોતાના એઆઈ જનરેટિવ ટૂલ Copilotની એન્ડ્રોઈડ એપ લોન્ચ કરી દેવામાં આવી છે. Microsoft Copilot અદ્યતન GPT-4 અને DALL-E 3 પર બેઝ્ડ છે. આ માઈક્રોસોપ્ટનું બિંગ ચેટ એઆઈ ચેટબોટ છે, જેમાં અન્ય એઆઈ ફીચર્સને જનરેટિવ એઆઈ આસિસ્ટન્ટ તરીકે રિબ્રાન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ જૂના ચેટબોટના ફીચર્સને પણ આ નવા ચેટબોટમાંસ માવી લેવામાં આવ્યા છે. હાલ Microsoft Copilotની એપ ગૂગલ પ્લે સ્ટોર પર લિસ્ટેડ છે, જે બધા જ એન્ડ્રોઈડ યુઝર્સ સાવ ફ્રીમાં ડાઉનલોડ કરી શકે છે.

Microsoft Copilotનો ફ્રીમાં કરો ઉપયોગ, પ્લે સ્ટોર પર આવી ગઈ એપ

કેવું છે ફ્રી યુઝ ટૂલ?

Microsoft Copilotની પ્લે સ્ટોર લિસ્ટિંગમાં એપને ફ્રી ટુ યુઝ તરીકે લિસ્ટ કરવામાં આવ્યું છે. જેના પરથી ખ્યાલ વે છે કે આ આ એપમાં ઈન એપ પરચેઝ થઈ શકે છે. પ્લે સ્ટોર પર થયેલા લિસ્ટિંગ મુજબ આ એપને 19 ડિસેમ્બરના રોજ અપડેટ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે માઈક્રોસોફ્ટ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં જ પોતાના બિંગ ચેટ આએઈને કોપાઈલટમાં રિબ્રાન્ડ કરવામાં આવ્યું છે. જો કે કો પાઈલટ બિંગ ચેટ કરતા જુદી રીતે માઈક્રોસોફ્ટના એઆઈ ચેટબોટને યુઝ કરવા માટે સપોર્ટ કરે છે. આ એપનો યુઝ કરવા પર યુઝર્સને કેટલીકવાર એડવર્ટાઈઝ જોવા મળી શકે છે.

લિસ્ટિંગ પરથી ખ્યાલ આવે છે કે Microsoft Copilot ઓપનએઆઈના GPT 4 અને DALL E 3 જેવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મોડલનો યુઝ કરવાની પરમિશન આપે છે. કંપનીના દાવા પ્રમાણે આ બધા જ એઆઈ મોડેલ ફાસ્ટ છે, અને તમારા સવાલનો એકદમ પરફેક્ટ જવાબ આપે છે.

GPT 4નું એક્સેસ

એન્ડ્રોઈડ માટે Microsoft Copilot એપ માટે યુઝર્સ પાસે માઈક્રોસોફ્ટ અકાઉન્ટ હોવું કે તેમાં સાઈન ઈન કરવું જરૂરી નથી. જો કે, કંપનીના કહેવા પ્રમાણે માઈક્રોસોફ્ટના ઈમેઈલ આઈડીનો યુઝ કરીને સાઈન ઈન કરવાથી યુઝર્સ કોપાઈલટ ચેટબોટ સાથે વધુ લાંબી વાતચીત કરી શક્શે. એટલે કે વધુ સમય સુધી તેનો ઉપયોગ કરી શક્શે. Microsoft Copilot એપ્લિકેશનની અંદર એક ટોગલ મેનુ મળે છે જે યુઝર્સને GPT 4નો એક્સેસ ચાલુ કરવા માટે સક્ષમ બનાવે છે. જો કે આ સાથે જ એક વોર્નિંગ પણ લખેલી આવે છે કે આ ફીચર ક્રિએટિવ છે, પરંતુ તે સ્લો પણ છે.

વિન્ડોઝના લેટેસ્ટ રિપોર્ટ મુજબ માઈક્રોસોફ્ટ કો પાઈલટના આઈઓએસ વર્ઝન પર પણ કામ કરી રહ્યું છે. આઈઓએસ ડિવાઈસ માટે પણ આવી એપ ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે. જો કે આ એપ ક્યારે લોન્ચ થશે, તે અંગે કોઈ માહિતી આપવામાં નથી આવી. હાલ iOS યુઝર્સ બિંગ ચેટ એપ દ્વારા Microsoft Copilotનો ઉપયોગ કરી શકે છે.

Best Mobiles in India

English summary
Microsoft Unveils Copilot Android App, Now Available on Play Store for Seamless Collaboration and Productivity

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X