Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
OpenAIના બોર્ડમાં Microsoftની એન્ટ્રી, સેમ ઓલ્ટમેનના CEO બનતા જ નિર્ણય
OpenAIના CEO તરીકે સેમ ઓલ્ટમેનની સત્તાવાર રીતે ઘરવાપસી થઈ ચૂકી છે. આખા મહિનાના નાટકીય વળાંક બાદ સેમ ઓલ્ટમેન ફરી ઓપનએઆઈના સીઈઓ બની ચૂક્યા છે, ત્યારે તેમની વાપસીની સાથે સાથે માઈક્રોસોફ્ટનો પણ ઓપનએઆઈના બોર્ડમાં સમાવેશ થયો છે. જો કે, માઈક્રોસોફ્ટને નોન વોટિંગ ઓબ્ઝર્વર સીટ આપવામાં આવી છે.

OpenAIના નવા બોર્ડ મેમ્બર્સમાં બ્રેટ ટેલર, લેરી સમર્સ અને એડમ ડી એન્ગેલોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે એન્ગેલો એક માત્ર બોર્ડ મેમ્બર છે, જે ઓપનએઆઈના જૂના બોર્ડમાં પણ સામેલ હતા. ધ વર્જના રિપોર્ટ મુજબ માઈક્રોસોફ્ટ ઓપનએઆઈમાં 49 ટકાનું રોકાણ ધરાવે છે, જે તેને આ કંપનીમાં સૌથી મોટા ઈન્વેસ્ટર બનાવે છે.
કંપનીના કર્મચારીઓને આપવામાં આવેલી એક માહિતીમાં સેમ ઓલ્ટમેને કહ્યું છે કે ઓપનએઆઈના કો ફાઉન્ડર અને મુખ્ય વૈજ્ઞાનિક ઈલ્યા સત્સકવર પ્રત્યે ઓલ્ટમેનને કોઈ ફરિયાદ નથી. તમને જણાવી દઈએ કે ચેટજીપીટીમાંથી ઓલ્ટમેનને કાઢી મૂકવા પાછળ ઈલ્યા સત્વકવરનો જ હાથ હોવાન જોરશોરથી ચર્ચા હતી.
સેમ ઓલ્ટમેને કર્મચારીઓને આપેલી માહિતીમાં કહ્યું છે કે,’ઈલ્યા સત્સકવર હવે ઓપનએઆઈના બોર્ડનો ભાગ નથી. પરંતુ અમે પ્રોફેશનલ સંબંધો યથાવત્ રખવાના છીએ. સાથે જ તેઓ ઓપનએઆઈને પોતાની સેવા કેવી રીતે આપી શકે તે અંગે પણ વિચાર કરી રહ્યા છીએ. સારી વાત એ છે કે આ બધી ઘટનાઓની વચ્ચે આપણા યુઝર્સ જરા પણ ઘટ્યા નથી, જેને કારણે આપણને વધારે મહેનત કરવાની પ્રેરણા મળે છે.’
વધુમાં સેમ ઓલ્ટમેને કહ્યું કે ઓપનએઆઈ પોતાની રિસર્ચ યોજનાઓને આગળ વધારશે, અને સેફ્ટી એફર્ટ્સમાં પૂરેપુરું ધ્યાન કેન્દ્રિત કરશે. “આપણો રિસર્ચ રોડમેપ એકદમ ક્લિયર છે. વીતેલો સમય કોન્સનટ્રેટ કરવાનો પરફેક્ટ સમય હતો. તમારા બધામાં જે ઉત્સાહ છે, તેનો જ હું પડઘો પાડી રહ્યો છું. આપણે આ મુસીબતના સમયમંથી નીકળી જઈશું. આ માટે હું મીરા મૂર્તિ સાથે કામ કરીશ.”
તો ઓપનએઆઈના બોર્ડના અધ્યક્ષ ટેલરે પોતાના એમ્પ્લોયીઝને કહ્યું છે કે તેઓ એ વાતથી રોમાંચિત છે કે સેમ અને મીરા તેમજ ઓપનએઆઈ અધ્યક્ષ અને કો ફાઉન્ડર ગ્રેગ બ્રેકમેને એક સાથે ફરીવાર કંપનીનું નેતૃત્ત્વ કરવાનો નિર્ણય લીધો છે, તેને આગળ વધારવાનો નિર્ણય લીધો છે.
તેમના નિવેદનમાં કહેવાયું છે કે,’આપણે વિચક્ષણ વ્યક્તિઓનુ એક યોગ્ય બોર્ડ બનાવીશું, જેમનો અનુભવ ઓપનએઆઈને વધુ વિક્સાવવા માટે કામ કરશે. જેમાં ટેક્નોલોજીથી યોગ્ય નીતી બધું જ સામેલ હશે. માઈક્રોસોફ્ટ પણ હવે આપણા બોર્ડનો ભાગ છે, જે પણ આપણા માટે આનંદદાયક વાત છે.’
ઉલ્લેખનીય છે કે સેમ ઓલ્ટમેન ઓપનઆઈના સીઈઓ હતા, જેમણે ચેટજીપીટીની શોધ કરી હતી. પરંતુ કેટલાક દિવસો પહેલા જ કંપનીએ તેમની સીઈઓ પદેથી હકાલ પટ્ટી કરી હતી. જો કે બાદમાં માઈક્રોફ્ટના ચેરમેન અને સીઈઓ સત્યા નાડેલાએ ઓલ્ટમેન અને બ્રેકમેનને હાયર કરવાની જાહેરાત કરી હતી અને બાદમાં કંપનીના એડવાન્સ એઆઈ સંશોધન વર્ટિકલમાં તેમને જોડવાની જાહેરાત કરી હતી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
