Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Microsoft Copilotનો ઉપયોગ કરીને બનાવો મ્યુઝિક, ફોલો કરો સ્ટેપ્સ
Microsoft Copilot ચેટ એપમાં એક નવું ફીચર આપવામાં આવ્યું છે, જેની મદદથી યુઝર્સ હવે મ્યુઝિક પણ તૈયાર કરી શક્શે. આ એક AI મ્યુઝિક જનરેશન પ્લગ ઈન છે, જેના દ્વારા યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ ઈનપુટ આપીને લિરિક્સ, વોકલ્સ બેકગ્રાઉન્ડ ટ્રેક્સ બનાવી શક્શે. આ ફીચરનું નામ Suno રાખવામાં આવ્યું છે. Suno AI સપોર્ટેડ ફીચર છે, જે વિશ્વભરમાં ઈન્ટરનેટ પર રહેલા કરોડો ગીતો, તેના શબ્દો પરથી શીખીને ઓરિજિનલ અને જુદી જુદી પ્રકારનું મ્યુઝિક તૈયાર કરી આપે છે.
આ ફીચર દ્વારા ગીત તૈયાર કરીને તમે તેને સાંભળી શકો છો, ડાઉનલોડ કરી શકો છો, બીજા યુઝર્સ સાથે શૅર કરી શકો છો, અને તેમાં જરૂર મુજબ ફેરફાર પણ કરી શકો છો. આ ઉપરાંત તમે તમારા વીડિયોઝ, પોડકાસ્ટ, ગેમ્સ સહિતના પ્રોજેક્ટ્સ માટે મ્યુઝિક તૈયાર કરવા પણ આ ફીચરનો ઉપયોગ કરી શકો છો.

માઈક્રોસોફ્ટે આ ફીચરને લઈને કરેલી બ્લોગ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે,’અમને એ જણાવતા અત્યંત ખુશી થઈ રહી છે કે અમે માઈક્રોસોફ્ટ કો પાઈલટની ક્ષમતા વધારવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત મ્યુઝિક ક્રિએટર કંપની Suno સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી દ્વારા યુઝ્સ હવે સંગીતની જાણકારી વિના માત્ર કેટલાક સરળ ઈનપુટ્સ આપીને રસપ્રદ અને વૈવિધ્યપૂર્ણ મ્યુઝિક તૈયાર કરી શક્શે. Suno AI મ્યુઝિક ટેક્નોલોજી ક્ષેત્રે અગ્રણી રહી છે, જે એક વાક્યમાંથી આખું ગીત, ઈન્સ્ટ્રુમેન્ટ્સનો અવાજ તૈયાર કરી શકે છે.’
જો તમને પણ માઈક્રોસોફ્ટ કોપાઈલટનું આ ફીચર રસપ્રદ લાગે છે અને તમારે તેનો ઉપયોગ કરવો છો, તો અમે અહીં એક ગાઈડ આપી રહ્યા છીએ. જેના સ્ટેપ્સ ફોલો કરીને તમે સરળતાથી મ્યુઝિક બનાવી શકો છો.
કોપાઈલટનો ઉપયોગ કરીને મ્યુઝિક બનાવવા આ સ્ટેપ્સ ફોલો કરો.
1. સૌથી પહેલા તમારા લેપટોપમાં ગૂગલ ક્રોમ અથવા તો માઈક્રોસોફ્ટ એજ બ્રાઉઝર ઓપન કરો અને તમારા માઈક્રોસોફ્ટ અકાઉન્ટનો ઉપયોગ કરીને માઈક્રોસોફ્ટ કોપાઈલટ ઓપન કરો.
2. હવે જમણી બાજુ ઉપરની તરફ દેખાતા ખૂણામાંથી પ્લગઈન્સમાં જાવ. અહીંથી Suno પ્લગઈન અનેબલ કરો. તમે Make Music With Suno નામના આઈકન પર પણ ક્લિક કરી શકો છો.
3. હવે તમારે જે પ્રકારનું મ્યુઝિક કે સોંગ ક્રિએટ કરવું છે, તે માટે કોપાઈલટને સૂચના આપો. દાખલા તરીકે તમારે જો એક રોમેન્ટિક સોંગ બનાવવું છે તો ત્યાં એ પ્રકારની સૂચના આપો.
4. હવે થોડીવાર માટે રાહ જુઓ. ત્યાં સુધીમાં કોપાઈલટ તમારી સૂચના અનુસાર સોંગ બનાવી નાખશે. તમે આ સોંગને સાંભળી શકો છો, તેના લિરિક્સ પણ વાંચી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications