Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Metaએ 71 લાખ Whasapp અને 2.3 કરોડ FB, Insta અકાઉન્ટ-પોસ્ટ હટાવ્યા, જાણો કારણ
સોશિયલ મીડિયા કંપની મેટાએ નવેમ્બર મહિનામાં જબરજસ્ત મોટી સંખ્યામાં અકાઉન્ટ બંધ કર્યા છે. મેટાના રિપોર્ટ મુજબ કંપનીએ વ્હોટ્સ એપમાં માત્ર ભારતમાં નવેમ્બર મહિનામાં 71 લાખ અકાઉન્ટ પ્રતિબંધિત કર્યા છે. આ અકાઉન્ટ્સ પરથી ખોટી પ્રવૃત્તિઓ થઈ રહી હતી. કંપનીએ આ નિર્ણય આઈટી અધિનિયમ 2021 અંતર્ગત લીધો છે. તો માર્ક ઝુકરબર્ગની કંપનીએ નવેમ્બર મહિનામં જ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પરથી 2.3 કરોડ જેટલી પોસ્ટને હટાવી દીધી છે. જાણો, કંપનીએ કેમ આવો નિર્ણય કરવો પડ્યો છે.

વ્હોટ્સ એપના માસિક રિપોર્ટ મુજબ કંપનીએ ભારતમાં 71,96,000 વ્હોટ્સ એપ અકાઉન્ટ પ્રતિબંધિત કર્યા છે. આમાંથી 19,54,000 અકાઉન્ટસ એવા હતા જે પહેલા પણ યુઝર્સની ફરિયાદને આધારે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. વ્હોટ્સ એપના રિપોર્ટ મુજબ નવેમ્બર મહિનામાં કંપનીને 8,841 ફરિયાદો મળી હતી. જેમાંથી 4,613 ફરિયાદ બેન અપીલને લગતી હતી, જ્યારે 20.68 ફરિયાદો અકાઉન્ટ સપોર્ટ માટે હતી. 1,412 ફરિયાદો અન્ય મામલાની હતી.
વ્હોટ્સ એપના રિપોર્ટમાં જણીવ્યા પ્રમાણે,’વ્હોટ્સ એપ દ્વારા ગ્રિવાન્સ પર આવેલી ફરિયાદોને તો સાંભળવામાં આવે જ છે. આ ઉપરાંત યુઝર્સને પરેશાન કરે તેવા અકાઉન્ટ્સ પર ધ્યાન રાખવામાટે કંપની ટૂલ્સ સહિતના રિસોર્સિઝનો ઉપયોગ પણ કરે છે. જે એવા અકાઉન્ટને આઈડેન્ટિફાય કરે છે, જે ખોટી પ્રવૃત્તિ કરી રહ્યા છે.’
તો અન્ય એક રિપોર્ટ મુજબ મેટાએ ફેસબુક પરથી 13 પોલિસી અંતર્ગત 18.3 મિલિયન પોસ્ટ હટાવી છે, જ્યારે ફોટો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામ પરથી 12 પોલિસી અંતર્ગત 4.7 મિલિયન કોન્ટેન્ટ હટાવી દીધું છે. આટલું કોન્ટેન્ટ તો મેટાએ માત્ર નવેમ્બર 2023 દરમિયાન એટલે કે એક જ મહિનામાં હટાવી દીધું છે. ભારતીય ગ્રિવાન્સ સિટ્મ દ્વારા ફેસબુકને 21,149 ફરિયાદો મળી હતી, જેના આધારે આ પગલાં લેવામાં આવ્યા છે. આ ફરિયાદોમાં પોલિસીના વાયોલેશન, હેકિંગ વગેરે કિસ્સાઓની હતી.
મેટાના માસિક રિપોર્ટ મુજબ,’કંપનીને 10,739 એવી ફરિયાદો મળી હતી, જેના પર વિશેષ ધ્યાન આપવું જરૂરી હતું. આ તમામ ફરિયાદોને કોન્ટેન્ટ પોલિસીના આધારે ચેક કરવામાં આવી છે અને 4538 ફરિયાદોને આધારે જરૂરી પગલાં પણ લેવામાં આવ્યા છે. જ્યારે બાકીની 6,201 ફરિયાદોનું પણ એનાલિસીસ કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં કોઈ પગલાં લેવાની જરૂરિયાત નથી જણાઈ.’ જ્યારે ઈન્સ્ટાગ્રામ પર કંપનીને કુલ 11,138 ફરિયાદો મળી હતી. સાથે જ એપના ટૂલ્સ દ્વારા 4,209 ફરિયાદોનો ઉકેલ લાવી દેવામાં આવ્યો છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications