Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 588 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Facebookની કંપની લાવશે પોતાની પહેલી સ્માર્ટવૉચ, આ પ્રોજેક્ટ થયો શરૂ
Facebookની પેરેન્ટ કંપની Meta હવે પોતાની પહેલી સ્માર્ટ વૉચ બજારમાં મૂકવાની તૈયારી કરી રહી છે. જી હાં, આ એ જ સ્માર્ટ વૉચ પ્રોજેક્ટનું રિલોન્ચિંગ છે, જે પ્રોજેક્ટને કંપનીએ ગત વર્ષે બંધ કર્યો હતો. હવે કહેવાઈ રહ્યું છે કે મેટાએ પોતાની ટીમને ફરી આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા માટે સૂચના અપી દીધી છે. એક ટિપસ્ટરના ટ્વિટ પરથી ટેક માર્કેટમાં આ આખી ચર્ચા શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ કંપની ગત વર્ષે પોતાની પહેલી સ્માર્ટ વૉચની જે ડિઝાઈન પર કામ કરી રહી હતી, આ નવી સ્માર્ટ વોચ પણ એ જ ડિઝાઈન પર આધારિત હશે. ચાલો જાણીએ આ પ્રોજેક્ટ અને અપકમિંગ સ્માર્ટ વૉચ વિશેની બધી જ ડિટેઈલ્સ.

Kuba Wojciechowski નામના ટ્વિટર યુઝરે માહિતી આપી છે કે Meta એ પોતાના સ્માર્ટ વૉચ પ્રોજેક્ટને રિલોન્ચ કર્યો છે. આ ટિપસ્ટરે પોતાના ટ્વિટમાં કેટલાક રેન્ડર્સ પણ શૅર કર્યા છે, જેમાં મેટાની આ કથિત અપકમિંગ સ્માર્ટ વૉચનો લૂક જોવા ળી રહ્યો છે. જો કે, હાલ આ બધા જ ડેવલપમેન્ટ એકદમ પ્રાઈમરી લેવલ પર છે, શક્ય છે કે જ્યારે આ સ્માર્ટ વૉચ ખરેખર લોન્ચ થાય ત્યારે તેની ડિઝાઈન સાવ અલગ જ હોય.
જો કે આ ટિપસ્ટરે એ વાતનો ખુલાસો નથી કર્યો કે મેટા પોતાની પહેલી સ્માર્ટ વૉચ ક્યારે લોન્ચ કરશે. PhoneArenaના રિપોર્ટ પર ભરોસો કરીએ તો મેટાની આ સ્માર્ટ વૉચની ડિઝાઈન એવી જ હશે, જેને ગત વર્ષે રદ કરી દેવાઈ હતી. કહેવાઈ રહ્યું છે કે આ વોચમાં કંપની 2 કેમેરા સેન્સર્સ આપશે. આ ઉપરાંત આ વોચ ક્વાલકોમ પર આધારિત હશે.
તમને જણાવી દઈએ કે મેટાએ કથિત રીતે ઓક્ટોબર, 2021માં પોતાની પહેલી સ્માર્ટ વૉચ પર કામ શરૂ કર્યું હતુ. જો કે નવેમ્બર, 2022માં આ પ્રોજેક્ટને કેન્સલ કરી નાખ્યો હતો. ત્યારે કંપની માત્ર પોતાના મેટાવર્સ પ્રોજેક્ટ પર ધ્યાન આપી રહી હતી.
જ્યારે કંપની પોતાના સ્માર્ટફોન પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી, ત્યારના મીડિયો રિપોર્ટ મુજબ આ સ્માર્ટ વૉચ સફેદ, કાળા અને સોનેરી કલરમાં લોન્ચ થવાની ચર્ચા હતી. કંપનીએ તેની કિંમત પણ 400 ડૉલર નક્કી કરી હતી.
સેન્ટ્રલાઈઝ અકાઉન્ટ સેન્ટર ફીચર
દિગ્ગજ ટેક જાયન્ટ કંપની Metaએ પોતાના યુઝર્સની સુવિધાને ધ્યાનમાં રાખીને નવા અકાઉન્ટ સેન્ટરને રોલઆઉટ કરવાની પણ જાહેરાત કરી છે. આ કંટ્રોલ સેન્ટરના લોન્ચ થવાથી યુઝર એક જ જગ્યાએથી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને મેસેન્જરને કંટ્રોલ કરી શક્શે. કંપનીનું કહેવું છે કે આ સુવિધા લાગુ થયા બાદ યુઝર્સને અલગ અલગ એપમાં ટોગલ નહીં થવું પડે. મેટાએ સેન્ટ્રલાઈઝ અકાઉન્ટ ફીચર રોલઆઉટ કરવાની પણ જાહેરાત કરી દીધી છે. કેટલાક યુઝર્સને આ નવું ફીચર મળી પણ ચૂક્યુ છે, બાકીના યુઝર્સને આગામી મહિનાઓમાં સેન્ટ્રલાઈઝ ફીચરનો લાભ મળવાનો શરૂ થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications