Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Meta લાવશે અનોખા સ્માર્ટ ચશ્મા, Instagram પર થશે લાઈવ સ્ટ્રીમ
Meta દિગ્ગજ સનગ્લાસ મેકર કંપની Ray-ban સાથએ મળીને છેલ્લા ઘણા મહિનાથી પોતાના સેકન્ડ જનરેશન સ્માર્ટ ગ્લાસ પર કામ કરી રહી છે. આ અપકમિંગ સ્માર્ટ ગ્લાસને લઈને અત્યાર સુધી ઘણી અફવાઓ સામે આવી ચૂકી છે. દરેક અફવામાં સ્માર્ટ ગ્લાસના કોઈક નવા ફીચર કે સ્પેસિફિકેશન વિશે વાત હોય છે. હવે ટેક માર્કેટમાં એક નવી ચર્ચા શરૂ થઈ છે. સામે આવેલા લેટેસ્ટ રિપોર્ટ મુજબ મેટાના આ સ્માર્ટગ્લાસમાં એક જબરજસ્ત સ્પેસિફિકેશન કે ફીચર હશે. જો કે, આ રિપોર્ટમાં પણ આ સ્માર્ટ ગ્લાસની કિંમત અંગે જાણકારી નથી. તમને જણાવી દઈએ કે મેટાએ 2021માં પહેલી જનરેશનના Meta Ray-ban Stories સ્માર્ટ ગ્લાસ લોન્ચ કર્યા હતા.

યુઝર્સ કરી શક્શે લાઈવ સ્ટ્રીમ
Lowpassના લેટેસ્ટ રિપોર્ટ મુજબ મેટા અને રે બન દ્વારા બનાવવામાં આવી રહેલા આ સ્માર્ટ ગ્લાસમાં લાઈવ વીડિયો ફંક્શન મળશે. આ ફીચર દ્વારા યુઝર્સ હાલતા ચાલતા ગમે ત્યારે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રીમ કરી શક્શે. ચશ્માથી જ સીધું લાઈવ સ્ટ્રીમ થવાને કારણે યુઝર્સને બિલકુલ સ્ટ્રીમર જેવો જ વ્યુ જોવા મળશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યા મુજબ આ સ્માર્ટ ગ્લાસમાં માઈક અને સ્પીકર પણ હશે, જેના દ્વારા ક્રિએટર્સ લાઈવ સ્ટ્રીમ દરમિયાન પોતાના યુઝર્સ સાથે કમ્યુનિકેટ પણ કરી શક્શે. આ ઉપરાંત આ સ્માર્ટ ગ્લાસમાં AI ટેક્નોલોજીનો સપોર્ટ પણ મળી શકે છે.
પાછલા કેટલાક અહેવાલો મુજબ આ અપમકિંગ સ્માર્ટ ગ્લાસમાં લેટેસ્ટ ટેક્નોલોજીવાળા સેન્સરથી લઈને દમદાર બેટરી પણ મળવાની છે. સાથે જ આ ચશ્મા ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરશે.
મેટાના ફર્સ્ટ જનરેશન સ્માર્ટ ગ્લાસની વાત કરીએ તો તે ખૂબ જ હેવી છે. તેમાં LED ઈન્ડિકેટરથી લઈને દમદાર બેટરી આપવામાં આવી છે. આ ગ્લાસ ફોન કોલને સપોર્ટ કરે છે. પરંતુ તેની કિંમત ખૂબ જ પ્રીમિયમ રેન્જમાં રાખવામાં આવી છે.
આ વર્ષે લોન્ચ થાય તેવી શક્યતા
મેટાએ હજી સુધી સેકન્ડ જનરેશન સ્માર્ટ ગ્લાસના લોન્ચ અંગે કોઈ માહિતી જાહેર નથી કરી. પરંતુ અત્યાર સુધીના મીડિયા રિપોર્ટ્સ મુજબ આ સ્માર્ટ ગ્લાસ 2023ના જ ઓક્ટોબર મહિનામાં લોન્ચ થઈ શકે છે. ઓક્ટોબર મહિનામાં લોન્ચ થનારા Quest 3 મિક્સ્ડ રિયાલિટી હેડસેટ સાથે આ સ્માર્ટ ગ્લાસ લોન્ચ થવાની શક્યતા છે. આ સેકન્ડ જનરેશન સ્માર્ટ ગ્લાસની કિંમત પણ પ્રીમિયમ સેગમેન્ટમાં રહેવાની શક્યતા વધારે છે.
Meta Quest Pro
મેટાએ ગત વર્ષે 2022માં Quest Pro હેડસેટ લોન્ચ કર્યા હતા. આ હેડસેટ સ્નેપડ્રેગન XR2+ પ્રોસેસર ધરાવે છે. જેમાં 12 જીબી રેમ અ 256 જીબી સ્ટોરેજ મળે છે. આ હેડસેટમાં બે જુદી જુદી સ્ક્રીન લગાવવામાં આવી છે, જેનાથી વ્યુઈંગ એક્સપીરિયન્સ શાનદાર મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
