WhatsApp, Facebook, Instagram યુઝર્સે ચૂકવવો પડી શકે છે ચાર્જ, કંપની કરી રહી છે વિચાર

By Gizbot Bureau
|

હાલના દિવસોમાં વ્હોટ્સ એપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પણ રોટી, કપડા અને મકાનની જેમ જીવનજરૂરી બની ચૂક્યા છે. વ્હોટ્સ એપ વગર તો હવે નાના-મોટાં કોઈ પણ કામ થતા નથી. તો ભાગ્યે જ વિશ્વમાં એવા વ્યક્તિઓ હશે, જે ફેસબુક ન વાપરતા હોય. તેમાંય રીલ્સ આવ્યા પછી ઈન્સ્ટાગ્રામની લોકપ્રિયતા જબરજસ્ત વધી છે. ખાસ કરીને જેન ઝી ઈન્સ્ટાગ્રામ પર જબરજસ્ત એક્ટિવ છે. કદાચ હવે આ જ લોકપ્રિયતાનો લાભ લેવાનું કંપની વિચારી રહી છે. Meta વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મની માલિકી ધરાવે છે. જો તમે પણ આ ત્રણેય કે ત્રણમાંથી એકાદું પ્લેટફોર્મ વાપરો છો, તો આગામી સયમમાં તમારે તેનો ઉપયોગ કરવા માટે પૈસા ચૂકવવા પડી શકે છે. કંપની આગામી સમયગાળામાં આ સર્વિસ પેઈડ કરવા પર વિચાર કરી રહી છે.

WhatsApp, Facebook, Instagram યુઝર્સે ચૂકવવો પડી શકે છે ચાર્જ

પેઈડ યુઝર્સ માટે એડિશનલ ફીચર્સ

એક રિપોર્ટ મુજબ મેટા ટૂંક સમયમાં પેઈડ યુઝર્સ માટે એડિશનલ ફીચર્સ લોન્ચ કરી શકે છે. સોશિયલ મીડિયાના કથિત દિગ્ગજ વ્હોટ્સ એપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ માટે પોસિબલ પેઈડ ફીચર્સ પર કામ કરવા માટે કંપની એક નવું પ્રોડક્ટ ઓર્ગેનાઈઝેશન પણ રચી રહી છે. આ ઓર્ગેનાઈઝેશન એવા ફીચર્સ લોન્ચ કરશે, જેનો ઉપયોગ કરવા માટે યુઝર્સે મોટી રકમ ચૂકવવી પડશે. આ ત્રણેય સોશિયલ મીડિયા સાઈટ્સની પેરેન્ટ કંપની મેટા આગામી સમયમા એવા યુનિક ફીચર્સ લોન્ચ કરી શકે છે.

જાહેરાતોથી નહીં મળે રાહત

એવી પણ ચર્ચા છે કે આ પેઈડ ફીચર્સ પણ યુઝર્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવતી જાહેરાતોથી તો રાહત નહીં જ આપે. મોટા ભાગે આ એડવર્ટાઈઝનો મારો સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ક્રોલ કરતા સમયે અથવા તો વીડિયો જોતા સમયે થતી હોય છે. જો આ વાતમાં જરા પણ તથ્ય હોય, તો આપણા બધા માટે આ સમાચાર નિરાશાજનક છે. પેઈડ સબસ્ક્રીપ્શન ત્યારે જ ઉપયોગી લાગે છે, જ્યારે તે આપણને જાહેરાતોથી રાહત આપે.

નિષ્ણાતોનો દાવો છે કે પેઈડ ફીચર્સ આપીને મેટા ટ્વિટર, સ્નેપચેટ અને ટેલિગ્રામ જેવી કોમ્પિટિટિવ એપ્સને પાછળ છોડી દેવા માટે તૈયાર છે. આ પેઈડ ફીચર્સ એન્ડ્રોઈડ, આઈઓએસ અને ડેસ્કટોપ વર્ઝન એમ ત્રણેય માટે સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

અન્ય પ્લેટફોર્મ આપી રહ્યા છે પેઈડ ફીચર્સ

અન્ય કંપનીઓના પેઈડ ફીચર્સની વાત કરીએ તો યઝર્સને ટ્વિટર બ્લૂ અને સ્નેપચેટ પ્લસ જેવી પેઈડ સર્વિસ પહેલેથી જ મળે છે. આ સર્વિસ અંતર્ગત કંપની કેટલાક એક્સક્લુઝિવ ફીચર્સ યુઝ કરવા માટે આપે છે. આ ફીચર્સથી પ્લેટફોર્મ યુઝ કરવાનો અનુભવ જ બદલાઈ જાય છે. હવે મનાઈ રહ્યું છે કે આવા જ ફીચર્સ મેટા પણ પોતાના જુદા જુદા પ્લેટફોર્મ પર આપવાની છે, જેના માટે તે યુઝર્સ પાસેથી ફી વસુલશે.

જો કે ભારત જેવા દેશમાં જ્યાં લોકો પૈસા વિના જ સર્વિસ કેવી રીતે મેળવી શકાય, તેના ઉપાયો શોધતા હોય છે, ત્યારે ભારતીય માર્કેટમાં કંપનીની આ સ્ટ્રેટેજી કેટલી ફળદાયી નીવડશે તેની સામે મોટું પ્રશ્રાર્થ ચિહ્ન છે. સાથે જ જોવાનું એ પણ રહેશે કે કંપની એવા કયા યુનિક ફીચર્સ આપવાની છે, જેના માટે લોકો ખરેખ પૈસા ચૂકવવા તૈયાર થશે.

Best Mobiles in India

Read more about:
English summary
Meta is going to launch paid service for WhatsApp Instagram and Facebook

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X