Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Facebook, Instagram પર બ્લૂ ટિક માટે ચૂકવવી પડશે આટલી રકમ

Metaએ પણ ટ્વિટરના પગલે ચાલીને હવે પોતાની પેઈડ વેરિફિકેશન સર્વિસ લોન્ચ કરી દીધી છે. આ પેઈડ સર્વિસ લેનરા યુઝર્સને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પેઈડ વેરિફાઈડ બ્લૂ ટિકની સાથે સાથે કેટલાક એક્સક્લુઝિવ ફીચર્સ મળશે. કંપની આ સર્વિસને અમેરિકામાં ઓલરેડી લોન્ચ કરી ચૂકી છે. સાથે જ હવે કંપનીએ ભારતમાં પોતાની આ સર્વિસની કિંમતો જાહેર કરી દીધી છે. જો કે હાલ તો આ સર્વિસ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને અમેરિકામાં જ ઉપલબ્ધ છે. પરંતુ ટૂંક સમયમાં જ આ સર્વિસ ભારતમાં પણ ચાલુ થઈ જશે. ચાલો જાણી લઈએ આ સર્વિસ માટે ભારતીયોએ કેટલી રકમ ચૂકવવી પડશે.
આટલી રકમ ચૂકવો, બ્લૂ ટિક મેળવો
ભારતીય યુઝર્સ માટે મેટાએ પોતાના સબસ્ક્રીપ્શન પ્લાનની કિંમત પ્રતિ મહિને 1,450 રૂપિયા રાખી છે. આ કિંમત મોબાઈલ એપ માટે છે. ડેસ્કટોપ વર્ઝન માટે યુઝર્સે મહિને 1,099 રૂપિયા ચૂકવવા પડશે.
મેટાનું આ પેઈડ સબસ્ક્રીપ્શન લેના યુઝર્સને વેરિફાઈડ બેજ અથવા તો બ્લૂ ટિક મળશે. આ ઉપરાંત આ પ્લાનમાં કેટલાક એક્સક્લુઝિવ ફીચર્સ પણ સામેલ છે. કંપનીનું કહેવું છે કે મેટા વેરિફાઈડ યુઝર્સને પ્રોએક્ટિવ પ્રોટેક્શન આપશે. કંપનીનો વાયદો છે કે, આ સર્વિસ લેનાર યુઝર્સને જો પોતાના અકાઉન્ટને લગતી કોઈ પણ મુશ્કેલી આવશે, તો મેટા રિયલ પર્સન ડિરેક્ટ સપોર્ટ આપશે. આ વેરિફાઈડ પ્લાનની સાથે યુઝર્સ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ, ફેસબુક રિલ્સમાં કેટલાક એક્સ્લુઝિવ સ્ટીકર્સનો પણ ઉપયોગ કરી શક્શે.
મેટા વેરિફાઈડ આ સ્બસ્ક્રીપ્શન લેતા પહેલા યુઝર્સે પોતાની આઈડેન્ટિટી પ્રૂવ કરવી જરૂરી છે. આ માટે સબસ્ક્રીપ્શનની ફી જમા કરતા પહેલા યુઝર્સે સરકારી આઈડી પ્રૂફ જમા કરાવવું પડશે. આ ઉપરાંત ટ્રુ ફેક્ટર ઓથેન્ટિકેશન પણ જરૂરી છે. એટલે કે પેઈડ વેરિફિકેશન સર્વિસ માટે યુઝર્સે પૈસાની સાથે સાથે પોતાની ઓળખ પણ સાબિત કરવી પડશે.
ટ્વિટરે કરી હતી પેઈડ વેરિફિકેશન સર્વિસની શરૂઆત
ઉલ્લેખનીય છે કે એલન મસ્કે ટ્વિટરની કમાન સંભાળ્યા બાદ ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં Twitter Blue સર્વિસ શરૂ કરી હતી. ટ્વિટર બ્લૂ સબસ્ક્રીપ્શનની સાથે યુઝર્સને માઈક્રોબ્લોગિંગ સાઈટ પર બીજા પણ ફાયદા મળે છે. ટ્વિટર બ્લૂનું સબસ્ક્રીપ્શન લેનાર યુઝર્સને પેઈડ બ્લૂ વેરિફાઈડ ટિક મળે છે. આ ઉપરાંત ટ્વિટર બ્લૂ સબસ્ક્રાઈબર્સને 50 ટકા ઓછી જાહેરાત જોવા મળે છે. આ સબસ્ક્રિપ્શન ધરાવનાર યુઝર્સ 4000 કેરેક્ટર્સની લિમિટ સાથે ટ્વિટ કરી શકે છે. સાથે જ યુઝર્સ ટ્વિટર પર લાંબા લાંબા વીડિયો પણ પોસ્ટ કરી શકે છે.
ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ટ્વિટરે ભારતમાં ટ્વિટર બ્લૂ સબસ્ક્રીપ્શનની કિંમતો જાહેર કરી હતી. એન્ડ્રોઈડ અને આઈઓસ યુઝ્સ માટે આ સર્વિસની માસિક કિંમત 900 રૂપિયા રાખવામાં આવી હતી, જ્યારે વેબ વર્ઝનના યુઝર્સ માટે આ ફી મહિને 650 રૂપિયા છે. જો યુઝર્સ વાર્ષિક પ્લાન લેવા ઈચ્છે તો તેની કિંમત 7,800 રૂપિયા રાખવામાં આવી છે. તાજેતરમાં જ કંપનીએ આઈઓએસ માટે પણ વાર્ષિક પ્લાન જાહેર કર્યો છે, જેની કિંમત 9,400 રૂપિયા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications